અપૂરતી ઊંઘ, લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી, જાણો આ કુટેવોથી થતું નુકસાન


Updated: August 11, 2021, 8:24 AM IST
અપૂરતી ઊંઘ, લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી, જાણો આ કુટેવોથી થતું નુકસાન
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Sitting is the new smoking: ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તેવી જ રીતે ખુરશી પર વધુ સમય સુધી બેઠા રહેવું તે જોખમકારક છે.

  • Share this:
મુંબઈ: આપણે રોજબરોજના જીવનમાં કેટલિક એવી આદતો (Lifestyle)થી ટેવાયેલા હોઈએ છીએ, જેનાથી આપણને એવું લાગે છે કે આપણી આ આદત બરાબર છે, આ આદતમાં કંઈ ખોટું નથી. હકીકતમાં આ આદતો આપણા સ્વાસ્થ્યને ધીરે ધીરે પરંતુ ગંભીર નુકસાન (Health damage) પહોંચાડે છે. જેથી હેલ્થ કેર ડિવાઈસ કંપનીની કો-ફાઉન્ડર નેહા મિત્તલે (Neha Mittal) ધૂમ્રપાન જેવી ગંભીર 5 આદતો વિશેની વિસ્તૃતમાં જાણકારી આપી છે.

પૂરતી ઊંઘ ન લેવી (Compromising sleep)

જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો બીજા દિવસે તમે થોડા ચીડિચીડિયા થઈ જાવ છો. પૂરતી ઊંઘ ન લેવાને કારણે આ પ્રકારની ગંભીર અસર થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર દિવસમાં ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. 6 કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ, શ્વસન પ્રણાલી અને પાચનતંત્ર પર ગંભીર અસર થાય છે.

મટન અને હાઈ એનિમલ-પ્રોટીન યુક્ત ભોજનનું સેવન કરવું (Eating high animal-protein meals)

હાઈ એનિમલ-પ્રોટીન યુક્ત ભોજન જેમ કે, ચીઝ અને મટનનું અધિક સેવન કરવાથી IGF1 નામના હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોનને કારણે કેન્સર થવાની શક્યતા રહે છે. આ પ્રકારના ભોજનનું વધુ સેવન કરવું તે ધૂમ્રપાન સમાન છે. આ પ્રકારના ભોજનને અવોઈડ કરવા માટે તમારા ભોજનમાં અનાજ અને કઠોળ જેવા પ્લાન્ટ પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ.

વધુ સમય સુધી બેઠા રહેવું (Long hours sitting)ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તેવી જ રીતે ખુરશી પર વધુ સમય સુધી બેઠા રહેવું તે જોખમકારક છે. ઓફિસમાં લાંબા સમય સુધી ખુરશી પર બેઠા રહો કે પછી ડ્રાઈવ કરતા સમયે લાંબા સમય સુધી બેઠા રહો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી બેઠા રહેવાથી ફેંફસા, બ્રેસ્ટ કેન્સર અને કોલન કેન્સર થવાનું જોખમ રહે છે. એક કે બે કલાક બાદ અથવા થોડી થોડી વારે ઊભા થતા રહેવું જોઈએ.

એકલાપણું (Being lonely)

જીવનમાં એકલા હોવાની બાબતને આપણે મહત્વપૂર્ણ રીતે લેતા નથી. એકલા રહેવાથી હ્રદયરોગ થવાની સંભાવના રહે છે. ચિંતા અને હાનિકારક વ્યસન જેવી ગંભીર સમસ્યા થવાની સંભાવના રહે છે. જીવનમાં કેટલાક ખાસ મિત્રો હોવા જરૂરી છે, કે જે તમારા મનની વાત સાંભળે.

આ પણ વાંચો: ATMની અંદર રોકડ નહીં હોય તો હવે બેંકને લાગશે પેનલ્ટી! RBIનો નવો નિયમ

નિયંત્રિત વાતાવરણમાં ટેનિંગ (Tanning in a controlled environment)

અનેક લોકો તડકામાં ટેનિંગ લેવાની જગ્યાએ નિયંત્રિત વાતાવરણમાં ટેનિંગ લેવાનું શરૂ કર્યું છે. સામાન્ય રીતે તડકો ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે, પરંતુ ઘરની અંદર પર્યાપ્ત માત્રામાં તડકો ના આવવો તે ખૂબ જ હાનિકારક બાબત છે. સ્થાનિક ટેનિંગ સલૂનમાં જવાની જગ્યાએ પર્યાપ્ત માત્રામાં તડકો લેવાનું શરૂ કરવું જોઈએ.
Published by: Vinod Zankhaliya
First published: August 11, 2021, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading