કોહલરાબી અથવા ગાંઠ કોબી ખાવાના છે આ ખાસ ફાયદા, પાચનતંત્રમાં કરે છે સુધાર

News18 Gujarati
Updated: February 9, 2021, 7:42 PM IST
કોહલરાબી અથવા ગાંઠ કોબી ખાવાના છે આ ખાસ ફાયદા, પાચનતંત્રમાં કરે છે સુધાર
કોહલરાબી કોબી

તમે કોહલરાબી વિશે જાણો છો? કોબી જેવું લાગતું કોહલરાબી સામાન્ય રીતે યુરોપ અને એશિયામાં ખાવામાં આવે છે. તમને જણાવીએ કે કોહલરાબી (Kohlrabi) ખાવાથી તમને કેવી રીતે ફાયદો થાય છે

  • Share this:
ભારતમાં લોકો અનેક પ્રકારના શાકભાજીઓનું (Vegetables) સેવન કરે છે અને તેમાં કોબી દરેક ઘરના લોકોના આહારનો મુખ્ય ભાગ છે. પાંદડાવાળી કોબીથી લઈને ફુલકોબી શિયાળાની ઋતુમાં વધુ પ્રમાણમાં આરોગવામાં આવે છે. પણ શું તમે કોહલરાબી વિશે જાણો છો? કોબી જેવું લાગતું કોહલરાબી સામાન્ય રીતે યુરોપ અને એશિયામાં ખાવામાં આવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં તેને જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે. તે કાશ્મીરી ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં તેને મોનાજ-હખ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં, કોહલરાબીને ગાંઠ ગોબી તરીકે ઓળખવામાં આવે છે. કોહલરાબી ખાવાની ઘણી રીતો છે. હેલ્થલાઈનની ખબર અનુસાર, તેને કાચી અથવા રાંધીને પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત તેના પાન અને દાંડી બંને રાંધીને ખાવામાં આવે છે. અહીં અમે તમને જણાવીએ કે કોહલરાબી (Kohlrabi) ખાવાથી તમને કેવી રીતે ફાયદો થાય છે.

એન્ટીઓકિસડન્ટસનું પ્રમાણ વધુ હોય છે

કોહલરાબીમાં વિટામિન સી, એંથોસાયનિન અને આઇસોથિઓસાઇનેટ જેવા એન્ટીઓકિસડન્ટસની ભરપુર માત્રા જોવા મળે છે. આ તમારા કોષોને ફ્રી રેડીકલ ડેમેજથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. એન્ટીઓકિસડન્ટસના વધુ પ્રમાણને હિસાબે ડાયાબિટીસ અને પેટને લગતી બીમારીઓને ઓછી કરવામાં મદદગાર થાય છે.

આ પણ વાંચોપનીર પાછળ ગાંડા ન થશો, પનીર ખાતાં પહેલાં જાણી લો આ વાતો, નહીં તો ...

પાચન સુધારે છે

કોહલરાબી એ ડાયટરી ફાઇબરનો એક સારો એવો સ્રોત છે, જે પાચનક્રીયાને સ્વસ્થ કરે છે. ફાઈબર ખાવાથી કબજિયાત, સોજો નથી આવતો. તે સામાન્ય રીતે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ સિસ્ટમની ગુણવત્તામાં સુધારો કરે છે. તેમજ પોષક તત્વોની ક્ષમતા પણ ખુબ વધારે છે.વજન ઘટાડે છે

કોહલરાબી વજન ઘટાડવાના ડાયટમાં મહત્વપૂર્ણ શાકભાજી કહેવાય છે. ખરેખર તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. સાથે જ તે ફાયદાકારક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાઇબર આપણને લાંબા સમય સુધી ભરેલા હોવાની અનુભૂતિ કરાવે છે, જેનાથી લોકો ઓવરઈટિંગથી બચે છે અને વજન મેન્ટેન કરવું સરળ થઈ જાય છે.

આ પણ વાંચો - થોડા જ દિવસોમાં શરદીને કરશે છૂમંતર આ ડુંગળી-મધનું મિશ્રણ

હાડકાંને બનાવે છે મજબૂત

ખનિજયુક્ત ખોરાકનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે. કોહલરાબી એક એવી શાકભાજી છે, જેમાં મેંગેનીઝ, આયર્ન અને કેલ્શિયમની માત્રા વધુ હોય છે.

શરીરને એક્ટિવ રાખે છે

જો તમે ઘણી વાર એનર્જીના અભાવથી પીડાઓ છો, તો તમારે કોહલરાબીને તમારા આહારમાં ચોક્કસપણે શામેલ કરવી જોઈએ. તે પોટેશિયમથી ભરપૂર છે અને જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમે તમારી જાતને વધુ એનર્જીટિક બનાવી શકો છો.
Published by: kiran mehta
First published: February 9, 2021, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading