કોવિડ-19ના દર્દીઓને ડિસ્ચાર્જ બાદ અડધાથી વધુ લોકોના હ્રદયને નુકસાન: તારણ

News18 Gujarati
Updated: February 22, 2021, 4:01 PM IST
કોવિડ-19ના દર્દીઓને ડિસ્ચાર્જ બાદ અડધાથી વધુ લોકોના હ્રદયને નુકસાન: તારણ
પ્રતિકાત્મક તસવીર

લંડનની 6 હોસ્પિટલમાં 148 દર્દીઓ, કોવિડ-19ના રોગીઓ પર અધ્યયન કરવામાં આવ્યું છે

  • Share this:
હૉસ્પિટલમાંથી કોવિડ-19ના (Covid 19) દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યા બાદ 50 ટકાથી વધુ લોકોના શરીરમાં ટ્રોપોનિન નામક પ્રોટીનનું સ્તર વધ્યું છે, જે હૃદયને (heart) નુકસાન કરે છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં ગુરુવારે પ્રકાશિત નવા તારણો અનુસાર હૃદયને નુકસાન થતુ હોવાનું કહેવામાં આવ્યું છે.

લંડનની 6 હોસ્પિટલમાં 148 દર્દીઓ, કોવિડ-19ના રોગીઓ પર અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રોપોનિનના સ્તર સંભવિત રીતે વધ્યું હોવાની સમસ્યાના  સંકેત આપ્યા છે. જ્યારે હૃદયની માંસપેશીઓને ઇજા થાય છે, ત્યારે ટ્રોપોનિન લોહીમાં છુટું પડે છે અને અને હૃદયની ધમનીઓને અવરોધિત કરે છે.

કાર્ડિયોલોજી યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર મરિયાના ફંટાનાએ જણાવ્યું કે, શરીરમાં કોવિડ-19ના દર્દીઓમાં ટ્રોપોનિનનું સ્તર ખરાબ પરિણામો સાથે જોડાયેલું છે. કોવિડ-19 દર્દીઓમાં ડાયાબિટીસ તથા હૃદય સંબંધિત બીમારીઓ પણ જોડાયેલ છે.

સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળશે પ્રસાદ, જાણી લો તેની પ્રોસેસ

કોવિડ-19 દરમિયાન હૃદય પર સીધી અસર પણ થઈ શકે છે તે કહેવું મુશ્કેલ છે. MRI દ્વારા યોગ્ય ચોક્કસ નિદાન મેળવવામાં સહાયક થાય છે. જે દર્દીઓમાં અસમાન્ય ટ્રોપોનિનનું સ્તર હતું તેમને ડિસ્ચાર્જ બાદ તેમના હૃદયની એમ આર આઈના રિપોર્ટની તુલના નોન કોવિડ 19 લોકો સાથે કરવામાં આવી.

પ્રો. ફોન્ટાનાએ જણાવ્યું કે, "કોવિડ 19માંથી રિકવર થયેલા દર્દીઓ ખૂબ બીમાર હતા. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનામાં ટ્રોપોનિનનું સ્તર ઉચ્ચ હતું. જેમાંથી 3 વ્યક્તિ વેન્ટિલેટર પર હતા." હૃદયની માંસપેશીઓ સ્વસ્થ ન હતી. જે સ્કેન દ્વારા જોવા મળી શકે છે. જેમાં એમ આર આઈ સ્કેનિંગ દ્વારા જાણવા મળે છે કે, તે કોવિડ-19થી થયુ હોવાની સંભાવના છે.નાના બાળકોને Kiss કરવી જોખમરૂપ સાબિત થઇ શકે છે, જાણો કારણો

મહત્વપૂર્ણ રૂપે હ્રદયને વિભિન્ન પ્રકારની ઈજા થઈ હોવાનું જોખમ છે. જેમાં ગંભીર કેસ અંગે આ ઈજા હ્રદય રોગનું જોખમ વધારે છે, જે માટે હજુ વધુ કામ કરવું આવશ્યક છે. આ પ્રકારનું સંશોધન બે પ્રકારના અવસર પ્રદાન કરે છે. જે આ ઈજાને રોકવા માટેના કાર્યની જરૂર છે, બીજુ કે આ પ્રકારની સુરક્ષા માટે સહાયક દવા ઉપચારથી લાભન્વિત થશે.

હૃદયના ડાબુ ક્ષેપક શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનયુક્ત લોહીને પમ્પ કરવા માટે જવાબદાર છે, તે 148 દર્દીઓમાં 89 ટકામાં સામાન્ય હતું, 80 દર્દીઓમાં હ્રદયના સ્નાયુઓને ઈજા જોવા મળી હતી.

પ્રો, ફોન્ટાનાએ જણાવ્યું કે, આ સંશોધન ઉપર અધિક કાર્ય કરવાની જરૂરિયાત છે જે સંભવિત જોખમ દૂર કરવા માટે સહાયક થઈ શકે છે.
Published by: Kaushal Pancholi
First published: February 22, 2021, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading