30 વર્ષથી મોઢું નહોતું ખુલતું મહિલાનું, દિલ્હીના તબીબોએ કરી બતાવ્યો ચમત્કાર


Updated: March 30, 2021, 6:56 PM IST
30 વર્ષથી મોઢું નહોતું ખુલતું મહિલાનું, દિલ્હીના તબીબોએ કરી બતાવ્યો ચમત્કાર
પ્રતિકાત્મક તસવીર

ખોપડી સાથે જડબું જોડાયેલું હોવાથી 30 વર્ષની મહિલા બાળપણથી જ મોઢું સરખી રીતે ખોલી શકતી ન હતી.

  • Share this:
ઘણી બીમારીઓ એવી હોય છે જે દર્દીને આજીવન દસકાઓ સુધી રહે છે. આવો જ એક બનાવ તાજેતરમાં દિલ્હીમાં સામે આવ્યો હતો. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ગંભીર સમસ્યાથી પીડિત મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ખોપડી સાથે જડબું જોડાયેલું હોવાથી 30 વર્ષની મહિલા બાળપણથી જ મોઢું સરખી રીતે ખોલી શકતી ન હતી.

આ સફળ ઓપરેશનની વિગતો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી. આસ્થા મોંગિયા નામની આ મહિલાનું મોઢું ખૂબ જ ઓછું ખુલતું હતું. તે પોતાના હાથથી જીભને પણ અડી શકતી ન હતી. છેલ્લા 30 વર્ષોથી તે કડક ભોજન આરોગી શકતી ન હતી. મહિલાને બોલવામાં પણ તકલીફ પડતી હતી. સંક્રમણના કારણે તેના તમામ દાંત ખરાબ થઈ ગયા હતા.

આ પણ વાંચો - અબજોપતિ છે આ કલાકારો, આ સ્ટાર્સની કમાણીના આંકડા જોઈ આંખો ખુલ્લી રહી જશે

તબીબોના મત મુજબ દર્દીની હાલત કપરી હતી. ચહેરાના ડાબી બાજુના ઉપરના ભાગે આંખ નજીક માથાની આસપાસ ટ્યુમર હતું. ભારત, બ્રિટન, દુબઇ સહિતના દેશોની ખ્યાતનામ હોસ્પિટલોએ આ મહિલા દર્દીની સર્જરી કરવાની ના પાડી દીધી હતી.

સર ગંગારામ હોસ્પિટલમના વરિષ્ઠ પ્લાસ્ટિક સર્જન ડો. રાજીવ અહુજાએ કહ્યું હતું કે, હવે મહિલાનું મોઢું ત્રણ સેન્ટિમીટર વધુ ખુલી શકે છે. પ્રેક્ટિસ કરવાથી તેનું મોઢું આગામી દિવસોમાં વધુ ખુલશે. આ સફળ સર્જરી બદલ ડોક્ટર્સને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો - Nazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેરતકલીફમાંથી મળ્યો છૂટકારો

કોઈ સામાન્ય વ્યક્તિનું મોઢું ચારથી છ સેન્ટિમીટર ખુલી શકે છે. સરકારી બેંકના વરિષ્ઠ મેનેજર આસ્થા મોંગિયાએ કહ્યું હતું કે, હવે હું મારું મોઢું ખોલી શકું છે અને કોઈ મુશ્કેલી વગર ખાઈ પણ શકું છું. આ એક ચમત્કાર જેવું છે.
First published: March 30, 2021, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading