ઝૂલા ઝૂલવાથી થાય છે અઢળક ફાયદા, અહીં જાણો તેનાથી થતા લાભ અંગે


Updated: September 7, 2021, 6:10 PM IST
ઝૂલા ઝૂલવાથી થાય છે અઢળક ફાયદા, અહીં જાણો તેનાથી થતા લાભ અંગે
ઝૂલા ઝૂલવાથી થાય છે અઢળક ફાયદા (પ્રતિકાત્મક તસવીર)

lifestyle news- હીંચકા ખાવાથી માત્ર આનંદ જ નથી આવતો, ઘણા શારીરિક ફાયદા પણ થાય છે

  • Share this:
બાળકોને હીંચકા ખાવા ખૂબ પસંદ (Benefits of Swinging in a Hammock)હોય છે. ઘણી સ્ત્રીઓ અને પુરુષોને પણ ઝૂલવું ગમે છે. ઘણા લોકો ગેલેરી કે ફળિયામાં ઝૂલા (hammock) મુકે છે અને સમય મળે ત્યારે ઝૂલે છે. દસકાઓ પહેલા ગુજરાતના ગામડાઓમાં મોટાભાગના ઘરોમાં ઝૂલા મુકવામાં હતા. જેને ખાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આજના સમયે ઘણા લોકો પાર્ક અને મેળાઓમાં ઝૂલા ઝૂલીને તેનો આનંદ માણે છે. જોકે, હીંચકા ખાવાથી માત્ર આનંદ જ નથી આવતો, ઘણા શારીરિક ફાયદા પણ થાય છે. ચાલો ઝૂલવાથી સ્વાસ્થ્યને (mental health)થતા ફાયદાઓ અંગે જાણકારી મેળવીએ.

તણાવ ઘટાડી મૂડ બનાવે

ઝૂલવાથી મૂડ સારો થઈ શકે છે. ઝૂલવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. જે મૂડ સુધારવામાં મદદ કરે છે. ઝૂલામાં ઝૂલવું શારીરિક અને માનસિક તણાવ ઘટાડે છે. ઝૂલા તમને માનસિક અને શારીરિક રીતે શાંત કરે છે.

સ્નાયુઓ એક્ટિવ રાખે

ઝૂલતી વખતે સ્નાયુઓ સક્રિય રહે છે. ઝૂલતી વખતે તમારું શરીર આગળ પાછળ ફરે છે. આ સંકલન જાળવવા માટે તમારા શરીરના બધા અંગો અને તમારા સ્નાયુઓ તે સમયે સક્રિય હોય છે.

આ પણ વાંચો - Yoga and skincare: કરચલી ઘટાડી, યુવાન બનાવામાં મદદ કરશે આ યોગાસન ટિપ્સઆત્મવિશ્વાસ વધારે

ઝૂલામાં ઝૂલવાથી તણાવના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. તેથી તણાવ ન અનુભવતા હોવ ત્યારે તમારી સભાનતા વધે છે. આ દરમિયાન તમારા શરીરના સાંધામાં રહેલા રિસેપ્ટર્સ સક્રિય થાય છે. જેના પરિણામે તમારા આત્મવિશ્વાસનું સ્તર વધે છે.

યોગ અને મેડિટેશન

ઝૂલામાં રિલેક્સ થવાથી પીઠના દુ:ખાવા રાહત મળતી હોવાનો અને એકાગ્રતાનું સ્તર પણ વધતું હોવાનો દાવો કરવામાં આવે છે. જેથી ઝુલામાં ચા, કોફી કે લીંબુ પાણીનો આનંદ માણો. ઝૂલામાં સુવાથી તમારા સ્નાયુઓના પ્રેશરને દૂર કરવામાં મદદ મળશે અને સાથે સાથે તે લોહીને શરીરના તમામ ભાગોમાં પહોંચવામાં મદદ કરે છે. ઝૂલવાથી બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે અને બાળકને સંતુલન કરવાનું પણ શીખે છે.
First published: September 7, 2021, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading