How To Make Relationship Better: તમારા પાર્ટનરનો આજીવન સાથ જોઈતો હોય તો ક્યારેય પણ ના કરો આ 4 ભૂલ


Updated: August 16, 2021, 8:04 PM IST
How To Make Relationship Better: તમારા પાર્ટનરનો આજીવન સાથ જોઈતો હોય તો ક્યારેય પણ ના કરો આ 4 ભૂલ
પ્રતિકાત્મક તસવીર

Relationship Tips: શરૂઆતમાં આ તમામ બાબતો રોમેન્ટિક લાગી શકે છે, પરંતુ થોડા સમય બાદ તે બોજ લાગવા લાગે છે. વાસ્તવિક જીવનમાં સંબંધ ત્યારે જ ટકે છે, જ્યારે પોતપોતાના વિચાર અને તર્ક રજૂ કરી શકતા હોય.

  • Share this:
Relationship Tips: આપણે હંમેશા સાંભળ્યું છે કે  સંબંધ (Relationship) ને પ્રમાણિકતા (Relationship)થી નિભાવવો જોઈએ. આમ કરવા છતાં અનેક લોકોના દિલ તૂટી જાય છે અને સંબંધમાં ફસાઈ ગયા હોય તેવું તેમને લાગવા લાગે છે. સંબંધમાં સંપૂર્ણ રીતે સમર્પણ આપી દેવું તે સારી વાત છે. તેની સાથે સબંધને નિભાવવામાં એટલા ખોવાઈ જઈએ કે પોતાનું કોઈ અસ્તિત્વ જ ના રહે તો તેનાથી સંબંધ તૂટવાની શક્યતા રહેલી છે. સંબંધ સાચવવા માટે અહીંયા જણાવેલ 4 બાબતો ક્યારેય પણ ના કરવી જોઈએ.

સંબંધ સાચવવાના પ્રયત્નમાં પોતાની જાતને જ ભૂલી જવી
શરૂઆતમાં આ તમામ બાબતો રોમેન્ટિક લાગી શકે છે, પરંતુ થોડા સમય બાદ તે બોજ લાગવા લાગે છે. વાસ્તવિક જીવનમાં સંબંધ ત્યારે જ ટકે છે, જ્યારે પોતપોતાના વિચાર અને તર્ક રજૂ કરી શકતા હોય. સૌથી મહત્વની બાબત છે કે, ક્યારેય પણ પોતાના અસ્તિત્વને ભૂલીને સંબંધ ટકાવવાની કોશિશ ના કરવી જોઈએ.

પોતાના વિચાર થોપવાની કોશિશ
જો તમે એવું વિચારી રહ્યો છો કે તમારુ પાર્ટનર તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેશે અથવા તમારા કહ્યા પ્રમાણે જ કરશે તો તે ખોટી વાત છે. જો તમે તમારા સંબંધને ટકાવી રાખવા ઈચ્છો છો તો તમારા પાર્ટનરની વાત સાંભળો અને તેના વિચાર જાણવાની કોશિશ કરો.

પાર્ટનરને જ પોતાની દુનિયા માની લેવીજો તમે તમારા પાર્ટનરને જ તમારી દુનિયા બનાવી લીધી છે, તો તમે થોડા સમય બાદ તણાવમાં આવી શકો છો. તમે તમારા પાર્ટનરને મહત્વ આપો છો, તે સારી વાત છે. પરંતુ પોતાનું અસ્તિત્વ અને પોતાના સપના ભૂલી જવા તે ખોટી વાત છે. જો તમે આ પ્રકારે કરશો તો તમારુ પાર્ટનર તમને ફોર ગ્રાન્ટેડ માનવા લાગશે અને તમારી ઈચ્છાઓની કોઈ જ કદર કર્યા વગર નિર્ણય લેવા લાગશે. આ પરિસ્થિતિમાં તમારે તમારી પહેલાની દુનિયાનું અસ્તિત્વ રાખવું પણ જરૂરી છે.

સરખામણી કરવી
પ્રેમની ક્યારેય પણ સરખામણી ના કરવી જોઈએ. મોટાભાગના લોકો અન્ય સાથે સરખામણી કરતા હોવાથી તેઓ દુ:ખી થાય છે. આ કારણોસર ક્યારેય પણ પોતાના સંબંધની અન્ય સાથે સરખામણી ના કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by: ankit patel
First published: August 16, 2021, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading