સાવધાન! ટિક્ટોકરને ભારે પડ્યો ટર્મરિક ફેસ માસ્કનો પ્રયોગ, આખું અઠવાડિયું ચહેરો રહ્યો ઓરેન્જ કલરનો

News18 Gujarati
Updated: February 11, 2021, 5:16 PM IST
સાવધાન! ટિક્ટોકરને ભારે પડ્યો ટર્મરિક ફેસ માસ્કનો પ્રયોગ, આખું અઠવાડિયું ચહેરો રહ્યો ઓરેન્જ કલરનો
ટીકટોક સ્ટાર

સેલિબ્રિટી લૌરેન રેનીએ ઓનલાઇન મળી આવેલી DIY રેસીપીને અનુસરવાનો પ્રયત્ન કર્યો અને ઇન્ટરનેટના સૂચનો પાર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો

  • Share this:
સદીઓથી ભારતીય સૌન્દર્ય વ્યંજનોમાં હળદરના વિવિધલક્ષી ફાયદાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્યથી માંડીને કોસ્મેટિક કારણો સુધી, હળદર લગભગ બધી બાબતોના ઉપાય તરીકે માનવામાં આવે છે. જોકે, જ્યારે આ ભારતીય જાદુઈ રેસીપીથી પ્રેરિત મહિલાએ તેના ખીલની સારવાર માટે હળદરનો પ્રયત્ન કર્યો તો આ રીત તેના માટે ખરાબ સાબિત થઈ. એક ટિક્ટોક સેલિબ્રિટી લૌરેન રેનીએ ઓનલાઇન મળી આવેલી DIY રેસીપીને અનુસરવાનો પ્રયત્ન કર્યો અને ઇન્ટરનેટના સૂચનો પાર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. જે બાદ તેનો આખો ચહેરો ઘણા દિવસો સુધી નારંગી રંગનો થઇ ગયો.

તેણે DIY (Do it Yourself) સૂચન મુજબ, તેણે ઘરેલું માસ્ક બનાવ્યું. તેમ છતાં તે એક પગલું ચૂકી ગઈ- આ માસ્ક ક્યાં લગાવવું અને કેટલો સમય લગાવીને છોડી દેવું. જે બાદ તેનો ચહેરો નારંગી રંગથી રંગાઈ ગયો. જ્યારે તેણીએ તેને સાબુ અને પાણીથી તેને ધોવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પણ રંગ ઉતાર્યો નહીં અને તે ત્રણ અઠવાડિયા સુધી તેવો જ રહ્યો.

આ પણ વાંચોપનીર પાછળ ગાંડા ન થશો, પનીર ખાતાં પહેલાં જાણી લો આ વાતો, નહીં તો ...

ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ તેણે પોતાના છેલ્લા ટિક્ટોક વીડિયોમાં કહ્યું કે, “છેલ્લા ત્રણ અઠવાડિયાથી મારી ત્વચા ખરાબ છે. મારા આખા ચહેરા પાર ધબ્બા પડી ગયા હતા, મુખ્યત્વે મારા હોઠની લાઇન તરફ." આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા સંશોધન કરતી વખતે તેણે DIY હળદર ફેસ માસ્ક જોયું. આ ત્વરિત થઇ શકતું હોવાથી મેં કર્યું. તેનાથી ખીલ, કરચલીઓ અને ત્વચા પર બળતરાથી છૂટકારા જેવા ફાયદાઓ મળ્યા છે. તેથી હું તે કરવા માટે પ્રેરાઈ.

આ પણ વાંચો - કોહલરાબી અથવા ગાંઠ કોબી ખાવાના છે આ ખાસ ફાયદા, પાચનતંત્રમાં કરે છે સુધાર

ટિક-ટોક પર એક મિલિયનથી વધુ વ્યૂઝ છેસુંદરતાની જરૂરિયાતો માટે હળદર એક સારો ઉપાય છે. આખો ચહેરો નહીં, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જ તેને લાગુ કરવાનું યાદ રાખવું મહત્વપૂર્ણ છે. તે ખૂબ ટૂંકા સમય માટે લગાવવું જોઈએ, કારણ કે આ રંગ શક્તિશાળી છે. તેના છોડમાં કર્ક્યુમિન તરીકે ઓળખાતું કમ્પાઉન્ડ છે, જે એક તૈલીય સંયોજન છે. હળદરમાંથી કાઢેલ કર્ક્યુમિન તેલ અને પાવડરનો ઉપયોગ કલરિંગ એજન્ટ તરીકે પણ થાય છે.
Published by: kiran mehta
First published: February 11, 2021, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading