શું તમે સતત કમ્પ્યુટર પર કરો છો કામ? આ રીતે આપો આંગળીઓને આરામ

News18 Gujarati
Updated: January 15, 2022, 2:54 PM IST
શું તમે સતત કમ્પ્યુટર પર કરો છો કામ? આ રીતે આપો આંગળીઓને આરામ
શું તમે સતત કમ્પ્યુટર પર કરો છો કામ? આ રીતે આપો આંગળીઓને આરામ

Tips to Relax Fingers During Typing: કોરોના મહામારી (corona pandemic) વચ્ચે બાળકોના ઓનલાઇન ક્લાસ (Class), ઓફિસ મીટિંગ્સથી લઈ વર્ક ફ્રોમ હોમ (work from home) સુધી દરેક કામ મોબાઇલ અને કમ્પ્યુટર (computer) વિના કરવું શક્ય નથી. કલાકો સુધી કમ્પ્યુટર અને લેપટોપ પર ટાઇપિંગ (typing) કરતાં આંગળીઓ અને કાંડામાં દુખાવો થાય છે.

  • Share this:
Tips to Relax Fingers During Typing: કોરોના મહામારી (corona pandemic)ના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગના લોકોને ઘરની અંદર રહેવાની ફરજ પાડી છે. કોરોના (corona lockdown)ની દસ્તક થતાં શાળા અને ઓફિસનું વ્યસ્ત જીવન અચાનક અટકી ગયું છે. ઇન્ટરનેટ (internet) જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે, ત્યારે મોબાઇલ અને કમ્પ્યુટર (computer)એ કામ અને પરિવારના એક સાથે કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

બાળકોના ઓનલાઇન વર્ગો (online class)થી માંડીને ઓફિસની મીટિંગ અને વર્ક ફ્રોમ હોમ સુધી બઘુ જ હાલ ઓનલાઈન થઈ ગયું છે. મોબાઇલ અને કમ્પ્યુટર વિના કોઈ કામ શક્ય નથી. જો કે, તેનું બીજું પાસું પણ છે.

કલાકો સુધી કમ્પ્યુટર અને લેપટોપ પર ટાઇપિંગ કરવાને કારણે હાથ, ખભા અને પીઠનો દુખાવો, આંખની સમસ્યાઓ જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે. આમાં ટાઇપિંગને કારણે આંગળીઓમાં દુખાવો થવાનું નામ પણ શામેલ છે. તો ચાલો જાણીએ આંગળીના દુખાવાથી છૂટકારો મેળવવામાં માટેની કેટલીક સરળ રીતો.

આ પણ વાંચો: Corona Virus: નવી આફત! ઝડપથી ફેલાઇ રહ્યો છે Omicronનો નવો સ્ટ્રેન BA.2, જાણો કેટલો જોખમી

આંગળીના દુખાવાથી કેવી રીતે મેળવ્યે છૂટકારો

હાથને સ્ટ્રેઈચ કરવું છે મહત્વપૂર્ણક્યારેક આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે કમ્પ્યુટર પર કલાકો વિતાવ્યા પછી પણ આપણને સમયનો અહેસાસ થતો નથી. પરંતુ પાછળથી તેની સીધી અસર આપણા શરીર અને સ્વાસ્થ્ય પર પડે તેવું લાગે છે. આવી સ્થિતિમાં સતત અનેક કલાકો સુધી કામ કરવાનું ટાળવું અને થોડા સમય માટે વિરામ લેવો ખૂબ જરૂરી છે. સાથે જ બ્રેકમાં આંગળીઓ સ્ટ્રેઈચ કરવાનું ભૂલશો નહીં. કામની વચ્ચે થોડા સમય પર મુઠ્ઠી ખોલીને બંધ કરવાથી આંગળીના દુખાવામાં પણ રાહત મળશે.

આ પણ વાંચો: Winter Eye Care Tips: શિયાળામાં આંખો પ્રત્યે બેદરકાર ન બનો, Drynessથી બચવા આટલું ધ્યાન રાખો

કમ્પ્યુટરને યોગ્ય સ્થિતિમાં રાખો
હા, કમ્પ્યુટર અને લેપટોપની સાચી સ્થિતિ તમારી આંગળીઓ સાથે સીધી રીતે સંબંધિત છે. ક્યાંય પણ બેસીને કામ કરવાની આદત આપણા શરીરની સાથે આંગળીઓ પર પણ અસર કરે છે. કમ્પ્યુટર અને લેપટોપને તે જ જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો જ્યાં તમને ટાઇપ કરવામાં મુશ્કેલી ન પડે. ટેબલ અને ખુરશીઓ તેના માટે સારા વિકલ્પો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Winter Eye Care Tips: શિયાળામાં આંખો પ્રત્યે બેદરકાર ન બનો, Drynessથી બચવા આટલું ધ્યાન રાખો

તમારા હાથ પર વધુ દબાણ ન કરો
ક્યારેક આપણે પથારી પર સૂઈને કે આપણી અનુકૂળતા મુજબ ક્યાંય પણ બેસીને કામ કરવાનું શરૂ કરીએ છીએ. જે આપણા હાથ પર દબાણ લાવે છે અને આંગળીઓમાં દુખાવો પેદા કરે છે. તેથી આંગળીઓને આરામ આપવા માટે હાથની સ્થિતિનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Published by: Riya Upadhay
First published: January 15, 2022, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading