જો તમને પણ થાક લાગે છે તો, આ રીતે દૂર કરો થાક


Updated: May 7, 2021, 6:33 PM IST
જો તમને પણ થાક લાગે છે તો, આ રીતે દૂર કરો થાક
પ્રતિકાત્મક તસવીર

તમારી નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરીને તમે થાક દૂર કરી શકો છો અને શરીરમાં સ્ફૂર્તિ લાવી શકો છો. થાક દૂર કરવા માટેના ઉપાય અહીંયા જણાવવામાં આવ્યા છે.

  • Share this:
આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં યોગ્ય આરામ મળી શકતો નથી. ભાગદોડભર્યા જીવનમાં શરીરને આરામ ન મળવાને કારણે થાક લાગે છે. થાક દૂર કરવા માટે યોગ્ય અને પૂરતી ઊંધ થવી જરૂરી છે. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે અને ખૂબ જ જરૂરી છે. ચિંતા, તણાવ અને અન્ય સમસ્યાને કારણે યોગ્ય ઊંઘ પૂરી નથી થઈ શકતી. તમારી નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરીને તમે થાક દૂર કરી શકો છો અને શરીરમાં સ્ફૂર્તિ લાવી શકો છો. થાક દૂર કરવા માટેના ઉપાય અહીંયા જણાવવામાં આવ્યા છે.

નહાવાથી થાક દૂર થાય છે- જો તમને થાક લાગે છે તો નાહીને તમે થાક દૂર કરી શકો છો. નહાવાથી ત્વચા પરના રોમછિદ્ર સાફ થઈ જાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને યોગ્ય ઊંઘ આવે છે.

પર્યાપ્ત માત્રામાં પાણી પીવો- શરીરમાં યોગ્ય માત્રામાં પાણી ન હોવાને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે અને તમને થાક લાગે છે. શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની કમી દૂર કરવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવો અને નિયમિત આહારપ્રણાલીમાં ફળનું સેવન કરો.

સૂતા સમયે ચા-કોફીનું સેવન ન કરવું- જો તમે વધુ ચા પીવા માટે ટેવાયેલા છો, તો તમારે આ આદત છોડી દેવી જોઈએ. સૂતા સમયે ચા-કોફીનું સેવન ન કરવું જોઈએ, જેનાથી ઊંધ પર અસર થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

જમ્યા પછી ચાલવાની આદત રાખવી- ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. ડિનર કર્યા બાદ અડધો કલાક ચાલવાની આદત પાડવી જોઈએ, જેનાથી થાક દૂર થાય છે. જ્યારે પણ થાક લાગે ત્યારે થોડુ ચાલવું જોઈએ, જેનાથી શરીરને એનર્જી મળે છે તથા માંસપેશીઓ અને મગજને ઓક્સિજન મળે છે.

દારૂનુ સેવન ન કરવું- યોગ્ય ઊંઘ માટે સાંજના સમયે દારૂનું સેવન ન કરવું જોઈએ. દિવસમાં બે ગ્લાસ કરતા વધુ દારૂનું સેવન ન કરવું જોઈએ.(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: May 7, 2021, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading