હળદરનું અથાણું દિવસમાં એકવાર ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર

News18 Gujarati
Updated: February 15, 2021, 12:46 PM IST
હળદરનું અથાણું દિવસમાં એકવાર ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર
હળદરનું અથાણું શરીરને સ્વસ્થ રાખવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તથા ઋતુ બદલાવવાથી થતી બીમારીઓથી પણ દૂર રાખે છે.

હળદરનું અથાણું શરીરને સ્વસ્થ રાખવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તથા ઋતુ બદલાવવાથી થતી બીમારીઓથી પણ દૂર રાખે છે.

  • Share this:
ખાટુ-મીઠું અથાણુ સૌ કોઇને પસંદ આવે છે. બપોરનું ભોજન અને રાતનું ભોજન ખાટા અથાણા વગર અધૂરું રહે છે. અથાણું ભોજનમાં સ્વાદ ઉમેરવામાં સહાય કરે છે. અથાણાંને લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે, પરંતુ ડાયેટિશિયન અનુસાર અથાણું ભોજનમાં માત્ર સ્વાદ ઉમેરવા માટે નહીં, સ્વાસ્થ્યને લાભ પણ પ્રદાન કરે છે. અથાણુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અહિંયા લીલી હળદરના અથાણા વિશે વાત થઈ રહી છે. હળદરનું અથાણું ખાવાથી શરીર સ્વસ્થ રહે છે તથા અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. હળદરનું અથાણું શરીરને સ્વસ્થ રાખવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તથા ઋતુ બદલાવવાથી થતી બીમારીઓથી પણ દૂર રાખે છે.

હળદરના અથાણાના ફાયદા

હળદરમાં એક્ટિવ તત્વ કરક્યૂમિનમાં ઈંફ્લેમેટરી, એન્ટિઑક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-માઈક્રોબૉયલ ગુણ હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, પાચનમાં સહાય કરે છે, ગઠિયાના રોગથી રાહત પ્રદાન કરે છે, મધ્યમ ઈસ્યુલિન સ્ત્રાવ તથા રક્ત પરિભ્રમણમાં સુધાર કરે છે. લીવરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરે છે, બળતરા અને સંક્રમણ દૂર કરે છે અને અલ્ઝાઇમર જેવા ન્યૂરોડીજેનેટિવ રોગ દૂર કરવામાં સહાય કરે છે. આ સરળ અને સ્વાદિષ્ટ અથાણાંને નિયમિત આહારમાં ઉમેરીને સ્વસ્થ રહો.

Tips For Plantation: અહિં એવા છોડ છે જે માત્ર પાણીમાં તમે તેનો ઉછેર કરી શકો છો

આ અથાણામાં કાળા મરી પણ ઉમેરવામાં આવે છે, જેમાં પિપેરિન સક્રિય તત્વ હોય છે, જેમાં એન્ટિ-ઈંફ્લેમેટરી ગુણ પણ હોય છે. સાથે મહત્વપૂર્ણ એ છે કે, જે શરીરમાં કરક્યૂમિનને અવશોષિત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. આ અથાણાનું વધુ માત્રામાં સેવન ન કરવું.

ડાયાબિટીસને રાખવો છે કંટ્રોલમાં? તો અપનાઓ આ સરળ 6 ટિપ્સહળદરનું અથાણું બનાવવાની રીત

  • સૌથી પહેલા હળદર, આદુ અને લીંબુને યોગ્ય રીતે સાફ કરીને નાના ટુકડામાં કાપી લો.

  • લીંબુને છાલ સાથે કાપવાનું રહેશે.

  • સાથે કાળા મરી અને મીઠુ પણ ઉમેરો.

  • થોડા દિવસ સુધી તેને તડકામાં રાખ્યા બાદ તાજુ, સ્વસ્થ અને સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.


(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
Published by: Kaushal Pancholi
First published: February 15, 2021, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading