Relationship tips: આ 4 સંકેતથી સમજી જજો કે તમારા ડેટિંગ પાર્ટનર તમારી સાથે કરી રરહ્યાં છે ચીટિંગ


Updated: March 17, 2021, 7:11 PM IST
Relationship tips: આ 4 સંકેતથી સમજી જજો કે તમારા ડેટિંગ પાર્ટનર તમારી સાથે કરી રરહ્યાં છે ચીટિંગ
પ્રતિકાત્મત તસવીર

જો તમારા પાર્ટનર તેના મિત્રો અને તેના પરિવારને મેળવવામાં આનાકાની કરે તો સમજી લેવું કે તે રિલેશનને તેમનાથી છુપાવવા માંગે છે. જેથી કોઈને તેની ગંધ ન આવે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ આજકાલ લોકો તેમના પાર્ટનરમાં બેસ્ટ ક્વોલિટી ઇચ્છતા (Best Quality in Partner) હોય છે. જેને લઈને હવે યુવાનો ડેટિંગ (Dating) તરફ વળ્યાં છે. જેના દ્વારા પાર્ટનર શોધે છે. જોકે, ડેટિંગના મામલે થોડા સતર્ક રહેવાની જરૂર છે. ડેટિંગ દરમિયાન તમારે જાણી લેવું જોઈએ કે તમારા પાર્ટનર તમારા માટે યોગ્ય છે કે કેમ. જેના માટે તમારે એ સંકેતો ઓળખવા પડશે જેનાથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનર તમારા સાથે ચીટિંગ કરી રહ્યાં છે કે કેમ.

પરિવારથી રાખો દૂર
જ્યાં સુધી તમે તમારા રિલેશનને આગળ વધારવા માટે તૈયાર ન હોય, ત્યાં સુધી પાર્ટનરને પરિવાર સાથે ન મલાવો. પરંતુ જો તમારા પાર્ટનર તેના મિત્રો અને તેના પરિવારને મેળવવામાં આનાકાની કરે તો સમજી લેવું કે તે રિલેશનને તેમનાથી છુપાવવા માંગે છે. જેથી કોઈને તેની ગંધ ન આવે.

ડેટિંગ એપ પર રહો સક્રિય
જો તમારા પાર્ટનર તમને માનલયા બાદ પણ ડેટિંગ એપ પર એક્ટિવ છે અને તમારાથી આ વાત છુપાવે છે, તો તમારે તેનાથી સાવધાન રહેવું જોઈએ. તેમજ તમારે બધી જ શંકાઓ દૂર કરવા તેની સાથે વાત કરવી જોઈએ. બાદમાં જો તમને લાગે કે તે તમારાથી કઈંક છુપાવે છે તો તેનાથી દૂર રહેવામાં શાણપણ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સોઆ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

ભવિષ્યનું પ્લાનિંગ તેની સાથે શેર ન કરો
જો તમારા પાર્ટનર તમારી સાથે પોતાના ભવિષ્ય અંગેની જાણકારી શેર ન કરે. તેમજ પોતાના ટાર્ગેટ, ડ્રિમ અથવા પોતાના ભૂતકાળ અંગે તમારી સાથે વાત ન કરે અને તમને લાગે કે તમારી સાથે વાત કરવામાં તેને રસ નથી, તો તમારે તેનાથી એલર્ટ રહેવું જોઈએ.



પાર્ટનરનું વર્તન જુઓ
ડેટિંગ દરમિયાન તમારે સમીક્ષા કરવી જોઈએ કે તમારા પાર્ટનર તમારી સાથે સિરિયસ છે કે માત્ર આકર્ષિત છે. કે પછી તે તમારી સુંદરતાથી જ આકર્ષિત છે. તમારે જાણવું જોઈએ કે તેને તમારી સાથે સમય વિતાવવો ગમે છે કે કેમ. જો તેના વ્યવહારથી લાગે કે તે તમારી સાથે રિલેશન માટે તૈયાર નથી, તો તમારે સમજી જવું કે તેને તમારી સાથે રિલેહસ્ના બનાવવામાં રસ નથી.
First published: March 17, 2021, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading