વેક્સિનેશન કાર્ડ: તમારા બાળક માટે સૌથી આવશ્યક

News18 Gujarati
Updated: January 6, 2021, 1:10 PM IST
વેક્સિનેશન કાર્ડ: તમારા બાળક માટે સૌથી આવશ્યક
સમયસર રસીકરણ તમારા બાળકને પોલિયો, ટિટનસ, ઓરી, ઉધરસ અને મેનિન્જાઇટિસ જેવા જીવલેણ પરંતુ નિવારક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે

સમયસર રસીકરણ તમારા બાળકને પોલિયો, ટિટનસ, ઓરી, ઉધરસ અને મેનિન્જાઇટિસ જેવા જીવલેણ પરંતુ નિવારક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે

  • Share this:
માતપિતા બનવાનો અનુભવ જેટલો આનંદકારક હોઈ છે, તે તેટલો જ મુશ્કેલ પણ બની શકે છે. તમે તમારા નાના બાળક ને લઈને કોઈ પણ નિર્ણય લેતી વખતે હંમેશા એક બેચેની અનુભવો છો. દરેક માતાપિતાની એક જ ઈચ્છા હોય છે કે પસાર થતા દરેક દિવસ સાથે તેમનું બાળક વધુ મજબૂત અને તંદુરસ્ત થતું જાય.

બાળપણના શરૂઆતી દિવસોમાં નવજાત બાળકની રોગપ્રતિકારક શક્તિ હજી વિકાસશીલ તબક્કે હોય છે. આ કારણે તેમને ચેપ અથવા રોગોનું જોખમ રહે છે જે સમયસર રસીકરણની સાથે સારી સ્વચ્છતા અને પોષણથી ટાળી શકાય છે. સમયસર રસીકરણ તમારા બાળકને પોલિયો, ટિટનસ, ઓરી, ઉધરસ અને મેનિન્જાઇટિસ જેવા જીવલેણ પરંતુ નિવારક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. આ રસી રોગોના એન્ટિજીન્સથી બનાવવામાં આવે છે જે આ રોગો સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા માટે તમારા બાળકના શરીરને મદદ કરે છે. પરિણામે, આ તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા બાળકને આ જીવલેણ રોગોના સંક્રમણથી સુરક્ષિત રાખે છે.

આ સિવાય, તમારા નવજાત બાળકને રસી આપ્યા બાદ તે ફક્ત બાળક ને જ આવા હાનિકારક રોગોથી સુરક્ષિત નથી કરતું, પરંતુ તમારી આસપાસ રહેતા પરિવારના સભ્યો અને મિત્રોની પણ સુરક્ષા કરે છે. તે ભાવિ પેઢીઓને પણ સુરક્ષિત કરે છે - નિયમિત રસીકરણ દ્વારા, આપણે આ જીવલેણ વેદનાને નોંધપાત્ર રીતે ઘટાડી અને તેને હમેશા માટે દૂર પણ કરી શકીએ છીએ. આપણે આ શીતળાની બાબતમાં જોયું, જે થોડાક વર્ષો પહેલાં એકદમ જીવલેણ રોગ હોવાનું માનવામાં આવતું હતું.

જો કે, તમારા બાળકને રસી આપ્યા બાદ તમારી જવાબદારી પૂરી એવું નથી. આ રસીકરણ તમારા બાળકને નિષ્ણાતો દ્વારા મંજૂર કરવામાં આવેલા સમયપત્રક મુજબ આપવામાં આવે તે ખુબજ મહત્વનુ છે. વેક્સિનેશન કાર્ડ તમને આ બાબતમાં ખૂબ મદદ કરે છે. આ કાર્ડની મદદથી તમે તમારા બાળકના રસીકરણના સમયપત્રકનો ટ્રેક રાખી શકો છો, તમને સરળતાથી જાણ મળે છે કે તમારા બાળકને આગામી રસી ક્યારે આપવાની છે. સામાન્ય રીતે, તમારા બાળરોગ ચિકિત્સક દ્વારા તમને વેક્સિનેશન કાર્ડ આપવામાં આવે છે જેમાં 18 વર્ષની વય સુધીની ભલામણ કરવામાં આવતી તમામ મહત્વપૂર્ણ રસી શામેલ હોય છે.

તમારા બાળક માટે રસીકરણ કાર્ડ હોવું શા માટે આવશ્યક છે તેના કેટલાક કારણો:

સેફ અને અસરકારક રસીકરણનું સમયપત્રકરસીકરણ કાર્ડમાં બાળકો માટે રસીકરણનું સમયપત્રક શામેલ છે, જે ઘણી વૈજ્ઞાનિક રિસર્ચ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રત્યેક રસી તમારા બાળકના વિકાસ પ્રમાણે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. ઇમ્યુનાઇઝેશન વચ્ચેનું અંતર તમારા વધતા બાળકની રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાતોને એક ચોક્કસ વય અથવા સમયે પૂરી કરવા માટે બનાવવામાં આવ્યું છે. તબીબી બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવતી રસીકરણનું શેડ્યૂલ તમારા નવજાત શિશુ માટે સેફ અને અસરકારક છે.

તમારા બાળકના મેડિકલ રેકોર્ડ તરીકે સેવા આપે છે

તમારા બાળકના વેક્સિનેશન કાર્ડમાં તેના મેડિકલ રેકોર્ડનો સંપૂર્ણ ઇતિહાસ હોય છે. જ્યારે તમે દવાખાનું, શહેર અથવા રાજ્ય બદલો છો, ત્યારે તમે વેક્સિનેશન કાર્ડની મદદથી તમારા બાળકની રસીકરણની માહિતી મેળવી શકો છો. હવે બધા ઇલેક્ટ્રોનિક ડેટાને સ્થાનાંતરિત કરવાની રાહ જોવાની જરૂર નથી. તમારા હાથમાં જરૂરી એવો મેડિકલ ઇતિહાસ છે!

માતાપિતા તરીકે તમારા માટે ફાયદાકારક

રસીકરણનો રેકોર્ડ રાખવાથી ડેકેર, શાળાઓ, તબીબી નિષ્ણાતો અથવા ઇમિગ્રેશન અધિકારીઓ જેવા અધિકારીઓને તે જણાવવામાં મદદ મળે છે કે તમારા બાળક તેને જરૂરી એવું દરેક રસીકરણ આપવામાં આવ્યું છે અને અન્ય બાળકો તેની આસપાસ સલામત રહેશે. વધુમાં, વેક્સિનેશન કાર્ડ રાખવાથી માતાપિતાને તેમના બાળકના રસીકરણના સમયપત્રકનો સરળ ટ્રેક રાખવામાં મદદ મળે છે.

તમારા રસીકરણ પ્રદાતા માટે ફાયદાકારક

વેક્સિનેશન કાર્ડમાં તમારા બાળકના તબીબી ઇતિહાસ વિશે વિગતવાર માહિતી હોય છે. તબીબી વ્યાવસાયિક માટે, કોઈપણ સમયે આ માહિતીનો એક લાભકારક સ્રોત છે. વેક્સિનેશન કાર્ડ તેમને એ જાણવામાં મદદ કરે છે કે બાળકને કઈ રસી પહેલેથી આપવામાં આવી છે અથવા જો બાળક પહેલાના ડોઝથી કોઈ પણ પ્રકારની એલર્જીક પ્રતિક્રિયાથી પીડાય છે કે નહીં.

અમે સમયસર રસીકરણના ફાયદાઑ અને તેનો રેકોર્ડ રાખવાના મહત્વને રૂપરેખા આપી છે. વેક્સિનેશન કાર્ડ ની મદદથી તમારા બાળકના રસીકરણને અસરકારક રીતે ટ્રેક કરો.

ડિસ્ક્લેમર: GlaxoSmithKline Pharmaceuticals Limited. ડો. એન્ની બેઝ્ંટ રોડ, વરલી, મુંબઈ400 030, ભારત, દ્વારા એક જન જાગૃતિ પહેલ. અહી દેખાતી માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ માટે છે અને તેમાં કોઈ તબીબી સલાહ નથી. કૃપા કરીને તમારી સ્થિતિ અંગે વધુ માહિતી માટે, તમને જે પ્રશ્ન અથવા ચિંતા હોય તે માટે તમારા બાળરોગ ચિકિત્સકની સલાહ લેવી. રસીકરણ જરૂરી હોય એવા રોગોની સંપૂર્ણ સૂચિ માટે અને દરેક રોગના સંપૂર્ણ રસીકરણના સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળ ચિકિત્સકની સલાહ લેવી. GSK ના કોઈપણ પ્રોડક્ટ અંગે જણાવા કૃપા કરીને કંપનીને india.pharmacovigilance@gsk.com પર જાણ કરવી. NP-IN-MLV-OGM-200037, DOP Dec 2020
Published by: Ashish Goyal
First published: December 29, 2020, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading