વસંત પંચમીના પાવન પર્વે મા સરસ્વતીને ધરાવો ચોખાની ખીરનો ભોગ, વરસશે અસીમ કૃપા 

News18 Gujarati
Updated: February 16, 2021, 3:07 PM IST
વસંત પંચમીના પાવન પર્વે મા સરસ્વતીને ધરાવો ચોખાની ખીરનો ભોગ, વરસશે અસીમ કૃપા 
વિદ્યાની દેવીને તમે પ્રસાદમાં ચોખાની ખીર ધરાવી શકો છો. તો ચાલો જાણીએ ખીરની રેસિપી.

વિદ્યાની દેવીને તમે પ્રસાદમાં ચોખાની ખીર ધરાવી શકો છો. તો ચાલો જાણીએ ખીરની રેસિપી.

 • Share this:
ચોખાની ખીર કેવીરીતે બનાવશો (Rice Kheer Recipe): ખીરનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. ભારતમાં તહેવારો અને સારા પ્રસંગે ખીર બનાવવામાં આવે છે. ખીર ખુબજ લોકપ્રિય ડેઝર્ટ છે અને તેને ઠંડી કરીને ખાવામાં આવે તો તેનો સ્વાદ વધુ સારો લાગે છે.

આજે વસંત પંચમી (Vasant Panchmi 2021) છે અને આજના દિવસે તમે ચોખાની ખીર બનાવીને માતા સરસ્વતીને પ્રસાદરૂપે ધરાવી શકો છો. વિદ્યાની દેવીને તમે પ્રસાદમાં ચોખાની ખીર ધરાવી શકો છો. તો ચાલો જાણીએ ખીરની રેસિપી.

ચોખાની ખીર બનાવવા માટેની સામગ્રી


 •  5 કપ દૂધ (ફૂલ ક્રીમ)

 • ¼ કપ ચોખા
 • ½ કપ ખાંડ

 • 10-15 સૂકી દ્રાક્ષ

 • 4 લીલી ઈલાયચી

 • 10-12 બદામ(નાના ટુકડા)


વસંત પંચમીએ તમારા સુંદર વાળને સુંદર ફૂલોથી સજાવો અને દેખાવ સૌથી અલગ તથા સુંદર

હળદરનું અથાણું દિવસમાં એકવાર ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર

ચોખાની ખીર બનાવવાની રીત-

 • સૌથી પહેલા એક પેનમાં ચોખા અને દૂધને ઉકાળી લો.

 • ધીમા તાપે તેને ગરમ કરો અને ચોખા ચડી જાય તેમજ દૂધ જાડુ થઈ જાય ત્યાં સુધી ઉકાળો.

 • ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, ખાંડ અને સૂકી દ્રાક્ષ નાંખો.

 • ખાંડ એકદમ ભળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહો

 • ગાર્નિસીંગ માટે તેમાં બદામ અને પિસ્તા ઉમેરો

 • તૈયાર થયેલી ખીરનો માં સરસ્વતીને પ્રસાદ ધરાવો.

Published by: Kaushal Pancholi
First published: February 16, 2021, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading