આખો દિવસ થાક અને આળસ અનુભવો છો? તો વિટામિન Dની હોઈ શકે છે ઉણપ


Updated: June 1, 2021, 10:41 PM IST
આખો દિવસ થાક અને આળસ અનુભવો છો? તો વિટામિન Dની હોઈ શકે છે ઉણપ
પ્રતિકાત્મક તસવીર

શરીરને તંદુરસ્ત રાખવા માટે પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો જરૂરી છે. કોઈપણ એક પોષક તત્વની ઉણપ પણ શરીરને ગંભીર બીમારીમાં ધકેલી શકે છે

  • Share this:
શરીરને તંદુરસ્ત રાખવા માટે પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો જરૂરી છે. કોઈપણ એક પોષક તત્વની ઉણપ પણ શરીરને ગંભીર બીમારીમાં ધકેલી શકે છે. જેથી તબીબો સ્વસ્થ રહેવા માટે પોષણ આપતા આહારની તરફેણ કરે છે. વિટામિન ડી પણ એક એવું પોષક તત્વ છે, જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. વિટામિન ડી સૌથી વધુ સૂર્યપ્રકાશમાંથી મળે છે. પરિણામે વિટામિન ડીને સનશાઈન વિટામિન પણ કહેવામાં આવે છે. વેબમેટના મત મુજબ જ્યારે આપણી ચામડી તડકાના સંપર્કમાં આવે ત્યારે વિટામિન ડી બોડીમાં રિસ્પોન્સ કરે છે. ફિશ લીવર ઓઇલ, એગ યોક અને કેટલીક ડેરી વન ગ્રેડ પ્રોડક્ટમાં વિટામિન ડી મળે છે.

શા માટે જરૂરી છે?

વિટામિન ડી હાડકા મજબૂત બનાવે છે. કેલ્શિયમના શોષણમાં પણ મદદ કરે છે. જો તે યોગ્ય રીતે શોષાય નહીં તો હાડકાંના ઘણા રોગો થઈ શકે છે. આવી સ્થિતિમાં શરીરમાં દુ:ખાવો, સુસ્તી, થાક જેવા લક્ષણો જોવા મળે છે.

શું છે લક્ષણો

1) વારંવાર બીમાર પડવું

જો તમે વારંવાર બીમાર પડી જતા હોવ અને આખું વર્ષ તમને ઉધરસ અને શરદીની ફરિયાદ રહેતી હોય, તો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. વિટામિન ડીની ઉણપની અસર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે તેવું વિવિધ શોધમાં જાણવા મળ્યું છે. જો વિટામિન ડીની ઉણપ થઈ જાય તો લોકો વધુ બીમાર પણ પડી શકે છે.આ પણ વાંચો - ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે થશે કરોડો રૂપિયાનો ખર્ચ! જાણો કેવી રીતે

2) થાક લગાવો

વિટામિન ડીની ઉણપ ધરાવતી સ્ત્રીઓમાં સતત થાકની ફરિયાદો રહેતી હોવાનું શોધમાં સામે આવ્યું છે. આવી સ્થિતિમાં તેમને વિટામિન ડી સપ્લિમેન્ટનો આપવામાં આવતા સારો અનુભવ કર્યો હતો. તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે સપ્લીમેન્ટનો ઉપયોગ કરી શકો છો.

3) શરીરમાં દુઃખાવો

શરીરના હાડકાંને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી મહત્વનું છે. આવી સ્થિતિમાં જ્યારે શરીરમાં તેની ઉણપ શરૂ થાય ત્યારે પીઠનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો જેવા લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.

4) ડિપ્રેશનની ફરિયાદ

વિટામિન ડીની ખામી હોય તો ડિપ્રેશન પણ ઉભું થઈ શકે છે. જે લોકો આઉટડોર વર્ક કરતા હોય તેની સરખામણીએ ઇન્ડોર વર્ક કરનારને ડિપ્રેશન વધુ હોય છે. જેથી દિવસની કેટલીક કલાકો તડકામાં રહો અને વિટામિન ડી મેળવો.

5) વાળ ખરવા

વિટામિન ડીની ઉણપથી વાળ ખૂબ ઝડપથી ખરે છે. જેનાથી બચવા ભોજન પર ધ્યાન આપો. તણાવથી દૂર રહો. વિટામિન ડીની ઉણપથી સ્ટ્રેસ અને ડિપ્રેશન વધે છે. જેનો પ્રભાવ વાળના ગ્રોથ અને હેલ્થ પર પડે છે.
First published: June 1, 2021, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading