સવારે વહેલા ઉઠવાથી થશે આ ફાયદો, આવું કરવાથી ફટાફટ ઉઠાશે વહેલા

News18 Gujarati
Updated: December 8, 2019, 11:13 PM IST
સવારે વહેલા ઉઠવાથી થશે આ ફાયદો, આવું કરવાથી ફટાફટ ઉઠાશે વહેલા
પ્રતિકાત્મક તસવીર

જો તમારે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે. વહેલા ઉઠવાથી શું ફાયદા થાય અને સવારે વહેલા ઉઠવા માટે શું કરવું જોઈએ તે જાણીએ.

 • Share this:
સવારે સૂર્યોદય પહેલા ઉઠવુંએ સ્વસ્થ માણસની (human) નિશાની છે. પૌરાણિક શાસ્ત્રોમાં (Mythology) પણ કહેવામાં આવ્યું છે કે વહેલા ઉઠવાથી (wake up early) માણસ સ્વસ્થ રહે છે. પરંતુ બદલાતી જતી લાઈફસ્ટાઈલના (lifestyle) કારણે આપણે વહેલા નથી ઉઠી શકતાં. પરંતુ જો તમારે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે. વહેલા ઉઠવાથી શું ફાયદા થાય અને સવારે વહેલા ઉઠવા માટે શું કરવું જોઈએ તે જાણીએ.

વહેલા ઉઠવાના ફાયદા:


 • તમારા રૂટીન કામ પૂર્ણ કરવા માટે તમને સમય મળે છે.

 • વહેલા ઉઠવાથી મહિલાઓને ઓછો સ્ટ્રેસ ફીલ થાય છે.

 • આખો દિવસ સ્વસ્થ ફિલ કરશો અને ઉત્સાહમાં રહેશે.
 • એક્સરસાઈઝ અને મેડિટેશન માટે સમય ફાળવી શકો છો

 • સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે.

 • સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને ક્ષમતા પણ સુધરે છે


વહેલા ઉઠવા માટે શું કરશો?

 • જો રાત્રે મોડા સુવાની આદત હોય તો વહેલા સુવાનું શરૂ કરો.

 • રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું.

 • સવારે મોડા ઉઠવાની આદત હોય તો ધીમે-ધીમે તેને બદલો.

 • ધીમે-ધીમે 15 મિનિટ વહેલા ઉઠવાનું શરૂ કરો.

 • સવારે ઊઠીને તરત જ કોઈક કામ હાથમાં પકડી લેવું, જેથી પથારીમાં પડી રહેવાની આદત છૂટશે.

 • જો તમને દિવસ દરમિયાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ

Published by: ankit patel
First published: December 8, 2019, 11:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading