'મને મારી પત્ની પ્રત્યે કોઇ ઉત્તેજના નથી થતી, હું અન્ય સાથે સંબંધ બાંધવા ઇચ્છુ છુ'

News18 Gujarati
Updated: December 10, 2020, 7:52 PM IST
'મને મારી પત્ની પ્રત્યે કોઇ ઉત્તેજના નથી થતી, હું અન્ય સાથે સંબંધ બાંધવા ઇચ્છુ છુ'
મને પત્નીમાં રસ નથી રહ્યો શું કરું.

લગ્નનાં અમુક વર્ષો બાદ મોટાભાગનાં દંપત્તિઓ તેમનાં યૌન જીવનમાં કંટાળો અને રોમાંચની કમી અનુભવે છે અને તેનાંથી દૂર થતા જાય છે. આનું કારણ પત્નીમાં રસ ઘટવો નથી હોતો. તેનું કારણ આપનાં યૌન જીવનમાં રોમાન્ચ અને વિવિધતાની કમી આવી જવી હોય છે.

  • Share this:
સેક્સપર્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન: અમારા લગ્ન 2012માં થયા હતાં. મારી પત્ની સારી શિક્ષિત અને સુંદર છે. અમારે બે બાળકો છે. અને શરૂઆતમાં બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. પણ હવે મને મારી પત્નીમાં કોઇ રસ નથી રહ્યો. મને તેનાંથી પ્રેમ અને આદર નથી મળી રહ્યો. અને હું મારા લગ્નની બહાર હું પ્રેમ અને આદર શોધી રહ્યો છું. મે કેટલીક વેબ સિરિઝ જોઇ છે જેમાં આંખ બધ કરી ત્રણ લોકો સાથે યૌન સંબંધ અને અન્ય ઘણું જોયું છે જેથી ઉત્સાહ અને રોમાંચ આવી શકે અને હું વૈવાહિક સંબંધોની બહાર સંબંધ શોધી રહ્યો છું. (હું તે નથી સમજી શકી રહ્યો કે, આવું કરવાંમાં કંઇ પાપ તો નથી ને..)

જવાબ: હું આપની દુવિધા સમજી રહી છું. પોતાનાં જન્મથી જ માનવ બે પ્રકારનાં પરસ્પર વિરોધાભાસી જરૂરીયાતોથી બંધાયેલો રહેલો છે. સુરક્‌ષા અને સ્વતંત્રતાની જરૂરત, સ્થાયિત્વથી મળનારા આરામ અને અનિશ્ચિતતાથી મળનારો રોમાંચથી. આ જરૂરિયાતો વિભિન્ન સ્ત્રોતથી આવે છે. અને આપણને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને આપણે વિપરિત દિશાઓમાં ખેચાંતા જઇએ છીએ. આજે અધિકાંશ દંપતિઓને જે મુદ્દે અલગ થલગ થવું પડે છે તે કાંતો તેમનાં રોમેન્ટિક સંબંધમાં આ તણાવથી સમજૂતી કરવા ઇચ્છે છે.

એક સ્ત્રીથી લગ્ન કરવાં પાછળનો વિચાર આ હતો કે સુવિધાઓ, કોઇનાં હોવાનું, બચાવ, સુરક્ષા, ભાવનાત્મક મદદ, બાળકોની દેખભાળ, કાયદાની મદદ અને સામાજિક સ્વીકાર્યતાની આપણી જરૂરીયાતનો તે ખ્યાલ રાખશે. પણ આ બદલાતા સમયમાં ટેક્નોલોજીનાં વિકલ્પોએ આપણને બરબાદ કરી નાખ્યા છે. આપણે એક બાદ એક નોકરી, સંબંધ, આવાસની તલાશ કરતાં જ રહીએ છીએ. અને એક એવાં સમયમાં જે નિજતાને વધારો આપે છે. આ તે જ મુકામ છે જ્યાં આપણાંમાંથી કોઇ માટે એક પત્નીથી જીવનભર માટે યૌન અને ભાવનાત્મક જરૂરીયાતો માટે નિર્ભર રહેવું શ્કય નથી રહેતું. છેતરવાની ઘટનાઓ વધી રહી છે. અને આને જ કદાજ અતિરેક કહેવાય છે. આ સત્ય છે કે ખુશહાલ અને પરેશાનહાલ બંને પ્રકારનાં લગ્નમાં લોકો સંબંધ બનાવે છે. આપની સ્થિતિ માને અલગ લાગે છે. તમારા સંબંધમાં આવેલી સુસ્તી જ અન્ય સંબંધનું કારણ બની રહી છે .

લગ્નનાં અમુક વર્ષો બાદ મોટાભાગનાં દંપત્તિઓ તેમનાં યૌન જીવનમાં કંટાળો અને રોમાંચની કમી અનુભવે છે અને તેનાંથી દૂર થતા જાય છે. આનું કારણ પત્નીમાં રસ ઘટવો નથી હોતો. તેનું કારણ આપનાં યૌન જીવનમાં રોમાન્ચ અને વિવિધતાની કમી આવી જવી હોય છે. આપે જણાવ્યુંકે આપે વેબ સિરિઝમાં યૌન ક્રિયાઓ જોઇ છે અને આપને તે ઉત્તેજનાથી ભરી દે છે . બની શકે છે કે આપ આપનાં યૌન જીવનમાં વધુ વિવિધતા અને રોમાન્ચ ઇચ્છી રહ્યાં છો. અને આપનાં વૈવાહિક સંબંધોની પરિધિમાં રહેતા આપનાં માટે તે મેળવવું અસંભવ નથી. બની શકે કે આપની પત્ની પણ આમ જ ઇચ્છતી હોય. એક નિયમિત પાર્ટનર હોવાનો એક ફાયદોએ પણ છે કે, આપ આપની કલ્પનાઓ અજમાવવા માટે એક પાર્ટનર મળે છે.

આ પણ વાંચો- મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે હું શું કરું?આપે આપની પત્નીની સાથે એક ઇમાનદાર, અંગત અને ખુલો સંવાદ કરવાની જરૂર છે. આપ તેમને જણાવો કે આપ શું અનુભવો છો તેમની સાથે ખુલીને પોતાનાં વિચાર શેર કરો. અને ખ્યાલ રાખો કે આ સંવાદ બેતરફી હોય. આપ તેમને પણ તેમની વાત કહેવાનો અને તેમનાં વિચારો સાંભળવાની તક આપશો. આ અંગે વધુ વાત કરો કે આપે યૌન સંબંધમાં શું કરવું જોઇએ. બની શકે કે અસ્વાભાવિક BDSM સેક્સ કે પછી થ્રીસમ પ્રત્યે તેમનાં વિચારો પણ ઘણાં ખુલ્લા હોય. બની શકે કે તે અભિનય, ગેમ્સ અને ઉત્તેજક આંતર્વસ્ત્ર કે કોઇ નવી પોઝિશન પણ અજમાવવાં ઇચ્છતી હોય. પણ જ્યાં સુધી આપ તેમની સાથે વાત નહીં કરો તો આપને તે માલૂમ કેવી રીતે થશે. આપ આપની ફેન્ટસી અને આપની ખ્વાહિશોને એકબીજાથી શેર કરવામાં ગભરાવો નહીં. અહી સુધી કે આ સંવાદ પણ અંતરંગ અને પ્રેમ ભરેલો હોઇ શકે છે.

આ પણ વાંચો- મને સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે જેની અસર લગ્ન જીવન પર પડી છે હું શું કરું?- પરણિત મહિલા

ધ્યાન રહે કે આપનો આપની પત્નીમાં તમામ પ્રકારની યૌન દિલચસ્પી ગુમાવી દેવાની વાત સમજી શકાય છે. એવું બની શકે છે કે પણ તે સ્થિતિમાં પણ આપે તેમની સાથએ ઇમાનદારી વર્તવી પડશે. આપ જે પણ કરવાં ઇચ્છો છો તેની માહિતી હોવી જોઇએ. અને તેમની મરજી પણ હોવી જોઇએ. એવાં ઘણાં બધા દંપતિ જે જેઓ નૈતિકતાપૂર્ણ એક પત્ની લગ્નને નિભાવી રહ્યાં છે. જેમ એકથી વધુ રોમેન્ટિક સંબંધ રાખવા, કે ઓપન રિલેશનમાં રહેવું. તે આજકાલની ફેશન થઇ ગઇ છે. પણ જો તમે તમારા લગ્નને બચાવી રહાખવા માંગો છો તો આ બધાથી દૂર રહો. પણ જો તમારે અન્ય રિલેશનમાં પડવું જ છે તો આપ આપની પત્ની સાથે સંબંધો તોડી નાખજો તેમને અંધારામાં રાખીને તેમને છેતરતા નહીં.
Published by: Margi Pandya
First published: December 5, 2020, 12:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading