અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર એવોકાડોનું નિયમિત સેવન કરો, સ્વાસ્થ્યને મળશે લાભ


Updated: March 20, 2021, 5:36 PM IST
અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર એવોકાડોનું નિયમિત સેવન કરો, સ્વાસ્થ્યને મળશે લાભ
એવોકાડો

એવોકાડોના નાના નાના ટુકડા કરીને તેમાં જૈતૂનનું તેલ, મીઠું, મરી અને બૉલ્સમિક સિરકા નાખીને તેનું સેવન કરી શકો છો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ: એવોકાડો એક એવું સ્વાસ્થ્યપ્રદ ફળ છે, જે આપના સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે અને આપને નિરોગી રહેવામાં મદદ કરે છે. અનેક પ્રકારના પોષકતત્વ પ્રદાન કરતુ આ ફળ મહત્વપૂર્ણ વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર છે. આ ફળ તમારી પાચન પ્રક્રિયામાં સુધાર કરે છે, વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને કૉલસ્ટ્રોલનું સ્તર ઘટાડીને આપને સંપૂર્ણરૂપે સ્વસ્થ રાખે છે. આ ફળ દ્વારા તમે સલાડ પણ બનાવી શકો છો. જો તમે આ પોષકતત્વોથી ભરપૂર એવોકાડોનું નિયમિતરૂપે સેવન કરો છો તો તમને તેના ફાયદા જોવા મળશે.

અલગ અલગ રીતે તમારી નિયમિત આહાર પ્રણાલીમાં ઉમેરો એવોકાડો એવોકાડોના નાના નાના ટુકડા કરીને તેમાં જૈતૂનનું તેલ, મીઠું, મરી અને બૉલ્સમિક સિરકા નાખીને તેનું સેવન કરી શકો છો. તમે ખૂબ જ સરળતાથી તમારી નિયમિત આહારપ્રણાલીમાં ઉમેરી શકો છો.

સ્ક્રેમ્બલ્ડ એગ સાથે જો તમને ઈંડાની ભુર્જીને એક અલગ અને નવા સ્વાદ સાથે ખાવા ઈચ્છો છો, તો તમે એવોકાડો સાથે આ અલગ સ્વાદનો આનંદ લઈ શકો છો. ઈંડા આંશિક રીતે ચડી ગયા બાદ એવોકાડો ગર્મ થાય ત્યાં સુધી તેને ચડવા દો. હવે એક અલગ અને સ્વાદ તૈયાર છે તમે આ સ્ક્રેમ્બલ્ડ એગનું સેવન કરી શકો છો.

ટોસ્ટ સાથે  તમે ટોસ્ટમાં માખણ અને જામની જગ્યા પર બ્રેડ તથા રોટલી પર એવોકાડો લગાવીને તેનું સેવન કરી શકો છો. ક્રશ્ડ એવોકાડોમાં મરચું અને ટામેટુ જેવી વસ્તુઓ ઉમેરીને તેની ગ્રેવી તૈયાર કરીને તમે રોટલી પર તથા બ્રેડ પર લગાવીને તેનું નાશ્તારૂપે સેવન કરી શકો છો.

સલાડ સાથે એવોકાડો તમારા સલાડને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. જેના દ્વારા તમે તમારુ મનપસંદ સલાડ બનાવી શકો છો. એવોકાડો ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારી ભૂખને નિયંત્રિત કરે છે અને તમારી કેલરીમાં ઘટાડો કરે છે. તમે સલાડમાં ઈંડા, ચીકન અને માછલી પણ ઉમેરી શકો છો.

એવોકાડોની મદદથી બનાવો સૂપ તમે તમારા મનપસંદ સૂપમાં પણ એવોકાડો ઉમેરીને સૂપ બનાવી શકો છો. ઈન્ટરનેટ પર એવોકાડોની મદદથી સૂપ બનાવવાની અનેક રેસિપીઝ ઉપલબ્ધ છે. ભોજન કરતા પહેલા આ સ્વાદિષ્ટ સૂપનું અચૂક સેવન કરો.ગ્રિલ્ડ એવોકાડો એવોકાડોના યોગ્ય રીતે બે ટુકડા કરીને તેના પર લીંબુનો રસ નાખીને તેને 3 થી 5 મિનિટ સુધી ગ્રિલ કરી શકો છો અને તેને મીટ સાથે ખાઈ શકો છો.

નોંધ (આ લેખમાં આપવામાં આવેલ માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 આ વાતની પુષ્ટી કરતું નથી. આ માહિતીનો અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
First published: March 20, 2021, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading