વિચિત્ર સપના તમારા મગજને રાખે છે ફિટ! સ્વપ્નો અંગે નવા અભ્યાસમાં સામે આવ્યા જાણવા જેવા તારણો


Updated: May 19, 2021, 5:43 PM IST
વિચિત્ર સપના તમારા મગજને રાખે છે ફિટ! સ્વપ્નો અંગે નવા અભ્યાસમાં સામે આવ્યા જાણવા જેવા તારણો
પ્રતિકાત્મક તસવીર

મશીનની જેમ માનવ મગજ સાથે પણ આવું જ બને છે. સપના થકી આપણું મગજ આપણા સપનામાં વિચિત્ર સંકેત ઉમેરે છે, જે નિરસ ટાસ્કના ચક્રને તોડી નાંખે છે

  • Share this:
વિચિત્ર સપનાના (weird dreams) કારણે આપણું મગજ (Mind Fitness) ફિટ રહે છે. આ સાથે જ સ્વપ્નો માનવીઓને વાસ્તવિકતામાં જીવવા વધુ સારી રીતે મદદ કરે છે, તેવા ચોંકાવનારા તારણો તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યા હતા. સ્વપ્નની આસપાસના રહસ્યો વિજ્ઞાનિકોને (Scientist) મૂંઝવે છે. માનવી શા માટે સ્વપ્ન જુએ છે? તેના જુદા જુદા કારણો કેટલીક થિયરી અને અધ્યયન સૂચવે છે. સિગ્મંડ ફ્રોઈડના (Sigmund Freud) સિદ્ધાંતમાં સપનાને આપણી ભૂતકાળની યાદોનું અભિવ્યક્તિ ગણાવ્યા છે. લોકોની દબાયેલી ઇચ્છાઓના કારણે તેનો જન્મ થતો હોય છે, તેવુ આ સિદ્ધાંત પરથી ફલિત થાય છે. સ્વપ્નને ડીકોડિંગ કરતા પણ ઘણા અભ્યાસો થયા છે.

અલબત્ત, તાજેતરમાં થયેલા અભ્યાસ કંઈક અલગ જ બાબત સામે લાવી રહ્યા છે. આ અભ્યાસ મુજબ સપના આપણને વાસ્તવિકતા માટે તૈયાર કરવાનો ઉપાય છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સની ટફટ્સ યુનિવર્સિટીના ન્યુરોસાયન્સના સંશોધન સહાયક પ્રોફેસર એરિક હોએલે 2020માં ‘ધ ઓવરફિટ્ડ બ્રેઇન: ડ્રિમ્સ ઇવોલવેડ ટુ અસિસ્ટ જનરલાઈઝેશન’ શીર્ષક પર અધ્યયન પ્રકાશિત કર્યું હતું.

એરિક ટફટ્સના એલન ડિસ્કવરી સેન્ટરમાં કાર્ય કરે છે. જ્યાં તે સભાનતાનો અભ્યાસ કરવાની સાથે અનુભવો અને મગજની સ્થિતિ વચ્ચેના સંબંધોનો તાગ મેળવે છે.

એરિકે તેના સંશોધન માટે મશીન લર્નિંગ જેવા કૃત્રિમ ન્યુરલ નેટવર્ક સાથે કામ કર્યું. જેમાં ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ ડીપમાઇન્ડ જેવા જટિલ મશીનનો ઉપયોગ થયો હતો. એરિકે નોંધ્યું કે, જ્યારે આવા મશીન લર્નિંગ પ્રોગ્રામ્સ કોઈ એક ટાસ્કને પુનરાવર્તિત કરે ત્યારે તે આ ટાસ્ક કરવામાં નિષ્ણાંત(ઓવરફિટ) બની જાય છે.

એટલે કે મશીન આ ટાસ્ક ખૂબ જ સારી રીતે કરી શકે છે, પણ અલગ અલગ ટાસ્કમાં કામમાં લઈ શકાય તેવું તેમાંથી કઈ શીખતું નથી કે સામાન્ય જ્ઞાન મેળવતું નથી. આવું ન થાય તે માટે પ્રોગ્રામર્સ ઘણીવાર રેન્ડમ વેરિયેબલ્સ અથવા અન્ય અનિચ્છત ડેટા ઉમેરી દે છે.

એરિકના સંશોધન અનુસાર, મશીનની જેમ માનવ મગજ સાથે પણ આવું જ બને છે. સપના થકી આપણું મગજ આપણા સપનામાં વિચિત્ર સંકેત ઉમેરે છે, જે નિરસ ટાસ્કના ચક્રને તોડી નાંખે છે. આમ આપણું મગજ ફીટ રહે છે, તેવું એરિકનું કહેવું છે. આપણા સપનામાં રહેલા ફિકશન અને વિચિત્ર તત્વો ઉત્ક્રાંતિ પ્રક્રિયાનો કેવી રીતે ભાગ બને છે તે અંગે એરિકે ઉલ્લેખ કર્યો છે.ટફટ્સ નાઉ સાથેની વાતચીતમાં એરિકે જણાવ્યું હતું કે માણસમાં કલ્પના માટે ડીપ બાયોલોજીની જરૂર છે. કલાકો સુધી આપણે જે ટીવી શો, નવલકથા, મુવી, અને વિડીયો ગેમ્સનો ઉપભોગ કરીએ છીએ તે ડાયવર્ઝન છે, જે વાસ્તવમાં કોઈ પ્રકારના મૌલિક હેતુની ઉંડાણથી સેવા બજાવે છે.

તેણે વધુમાં કહ્યું કે, પ્રાણીના રોજિંદા જીવનના આંકડાકીય રીતે પક્ષપાતી ઇનપુટથી અલગ રહી કામ કરે છે, જેનાથી પર્ફોમન્સમાં વધારો થાય છે. તમને વિરોધાભાસી લાગશે પણ ઉડાન વિશેનું સ્વપ્ન ખરેખર તમારી સંતુલિત ચાલને બરકરાર રાખવામા સહાય કરશે.
First published: May 19, 2021, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading