'શું આપણે પાર્ટનરની સામે માસ્ટરબેટ કરી શકીએ?'

News18 Gujarati
Updated: January 4, 2021, 6:18 PM IST
'શું આપણે પાર્ટનરની સામે માસ્ટરબેટ કરી શકીએ?'
પ્રતિકાત્મક તસવીર

ઘણી વખત આપનાં પાર્ટનરને માસ્ટરબેટ કરતા જોવાંથી એમ પણ માલૂમ પડે છે કે, તેને કેવી રીતે અડવું પસંદ છે. અને કઇ પ્રકારની યૌન ગતિવિધિઓમાં તેને રસ છે.

  • Share this:
પ્રશ્ન: શું આપણે પાર્ટનરની સામે માસ્ટરબેટ કરી શકીએ છીએ?

જવાબ: પોતાનાં પાર્ટનરની સામે માસ્ટરબેટ કરવું કાં તો તદ્દન વાહિયાત હશે કાં તો ખુબજ 'હોટ' અને આ તે વાત પર નિર્ભર કરે છે કે આપનો પાર્ટનર આ વાતને કઇ રીતે લે છે. ઘણાં લોકોનું માનવું હોય છે કે, સેક્સમાં મેસ્ટર્બેશન ભેળવી દેવાથી તે વધુ રસપ્રદ અને ઉત્તેજક તઇ જાય છે. તે આ કિંકનો ભાગ હોઇ શકે છે. જેમાં આપ બીડીએસએમ હેઠળ પાર્ટનરને પોતાને સામે માસ્ટરબેટ કરવાં કહી શકોછો. કે આ બહાનું કરી શકો છો કે, આપનો પાર્ટનર માસ્ટરબેટ કરી રહ્યો હતો અને આપે તેને રંગે હાથ ઝડપી લીધો છે. ઘણી વખત આપનાં પાર્ટનરને માસ્ટરબેટ કરતા જોવાંથી એમ પણ માલૂમ પડે છે કે, તેને કેવી રીતે અડવું પસંદ છે. અને કઇ પ્રકારની યૌન ગતિવિધિઓમાં તેને રસ છે.

જોકે, મોટાભાગે એવાં કપલ જે ખુબજ નાની જગ્યામાં રહે છે. અને તેમનાં પાસે ઘરમાં એવી પર્યાપ્ત જગ્યા નથી હોતી તો તેમનાં માટે પાર્ટનર સામે માસ્ટરબેટ કરવું બાધ્યતા થઇ જાય છે. માસ્ટરબેટ કરવું તે અસંતોષજનક સેક્સની નિશાની નથી. ઘણી વખત આપના પાર્ટનરને સેક્સ કરવાંનો મૂડ નથી હોતો પણ આપ ઉત્તેજિત છો. તેથી જો આપ માસ્ટરબેટ કરો છો તો આ સંપૂર્ણ રીતે સામાન્ય અને સારુ છે. આપે કે આપનાં પાર્ટનરે આ માટે શરમ અનુભવવાની જરૂર નથી.

આ પણ વાંચો-'મને દરરોજ યૌન સંબંધની ઇચ્છા થાય છે પણ અમારા વચ્ચે મહિનાઓ સુધી આવું નથી થતું'

બીજી તરફ ઘણી વખત ઘણાં એવાં લોકો હોય છે જેને અન્યને માસ્ટરબેટ કરતાં જોવાં સારા નથી લાગતાં. અને તેમને તે રૂમમાં પણ રહેવું પસંદ નથી હોતું જ્યાં કોઇ માસ્ટરબેટ કરતું હોય. તેમને તે યોગ્ય નથી લાગતું અને તેમની પ્રાઇવસીમાં તેને દખલગીરી માને છે. આ વાતનો આદર કરવું પણ એક પાર્ટનરની જવાબદારી છે.
Published by: Margi Pandya
First published: January 4, 2021, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading