વેગન મિલ્ક એટલે શું? અહીં આપ્યા છે ડેરી મિલ્કના બદલે પ્લાન્ટ આધારિત વિકલ્પો


Updated: May 31, 2021, 12:50 PM IST
વેગન મિલ્ક એટલે શું? અહીં આપ્યા છે ડેરી મિલ્કના બદલે પ્લાન્ટ આધારિત વિકલ્પો
વેગન મિલ્ક એટલે શું?

  • Share this:
થોડા સમયથી લોકો વેગન આહાર સાથે વેગન દૂધ તરફ પણ વળી રહ્યા છે. પરંપરાગત પશુ આધારિત ડેરી પ્રોડક્ટના સામે વેગન મિલ્કને લોકપ્રિયતા મળી રહી છે. વેગન મિલ્ક મૂળભૂત રીતે છોડ આધારિત રસ છે. જે પ્રાણીના દૂધના જેવા જ સ્વાદ અને ગુણો ધરાવે છે. તેનો ઉપયોગ ઘણા ઉત્પાદનો બનાવવા માટે પણ થઈ શકે છે.

દૂધ કાઢવાની પ્રક્રિયા દરમિયાન પ્રાણીઓ સાથે થતું ક્રૂર વર્તન વેગન મિલ્કની સ્વીકૃતિનું કારણ બન્યું છે. આ ઉપરાંત પ્રાણીના દૂધની એલર્જી અથવા લેકટોસ ઇન્ટોલેરન્ટ હોય તેવા લોકો માટે વેગન મિલ્ક આશીર્વાદરૂપ છે.

કેટલાક લોકો ડેરી પ્રોડક્ટ સામે વેગન મિલ્કને આરોગ્યપ્રદ વિકલ્પ ગણે છે. ત્યારે અહીં વેગન મિલ્કના લોકપ્રિય વિકલ્પો રજુ કરવામાં આવ્યા છે.

સોયા મિલ્ક: સૌથી પહેલો અને ખ્યાતનામ વિકલ્પ છે સોયા મિલ્ક. જે સોયાબિનના પ્લાન્ટમાંથી કાઢવામાં આવે છે. જે જાડું હોય છે. આ મિલ્ક પ્રોટીન, પોટેશિયમ અને આઇસોફ્લેવોન્સનો સારો સ્રોત છે.

બદામ મિલ્ક: વેગન મિલ્ક તરીકે બદામનું દૂધ બજારમાં રહેલો વધુ એક લોકપ્રિય વિકલ્પ છે. તે સોયા મિલ્કની સરખામણીમાં પાતળું હોય છે. તેમાં વિટામિન D અને E તેમજ કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે.

કોકોનટ મિલ્ક: કોકોનટમાંથી કાઢવામાં આવતું આ મિલ્ક કુકિંગ અને બેકિંગ માટે વધુ ચલણમાં છે. ખોરાકને આકર્ષક સુગંધ આપવા માટે તેનો ઉપયોગ થાય છે. કોકોનટ મિલ્ક વિટામિન D, B 2, B 12 અને કેલ્શિયમથી સમૃદ્ધ હોવાનું મનાય છે. બીજી તરફ તેમાં ચરબીનું પ્રમાણ થોડું વધારે અને પ્રોટીનનો અભાવ હોય છે.રાઈસ મિલ્ક- જે લોકોને લેકટોઝ એલર્જી હોય તેમના માટે રાઈસ મિલ્ક શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ, પરંતુ ચરબી, પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે. આ વધુ પાણીદાર મિલ્ક હોવાના કારણે ચા અને કોફીમાં વાપરવા માટે સારો વિકલ્પ નથી. જોકે, ઓટમીલ, સૂપ અને ચટણી સાથે સારી રીતે ભળી જાય છે. રાઈસ મિલ્કમાં થોડું ગળ્યું હોય છે અને તેમાં ચોખાનો હળવો સ્વાદ હોય છે.

કાજુનું દૂધ: કાજુનું દૂધ કુકિંગ અને બેકિંગ માટે સારું માનવામાં આવે છે. તેનો ઉપયોગ ખોરાકમાં મલાઈદાર થિકનેસ ઉમેરવા માટે કરવામાં આવે છે. કાજુના દૂધમાં અનસેચ્યુરેટેડ ચરબી હોય છે. જેથી તે કોલેસ્ટરોલનું ઊંચું સ્તર ધરાવતા લોકો માટે સારો વિકલ્પ છે.

અન્ય વિકલ્પ ક્યાં છે?- બજારમાં મેકાડામિયા, શણ, વટાણા પ્રોટીન, કેળા, મગફળી, ઓટ, હેઝલનટ અને સૂર્યમુખીમાંથી બનાવાયેલ મિલ્ક પણ મળે છે.
First published: May 31, 2021, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading