'જો યુગલ યૌન સંબંધની જવાબદારી ઉઠાવવાં તૈયાર હોય તો સમાજને કેમ સમસ્યા હોય છે?'

News18 Gujarati
Updated: January 7, 2021, 5:23 PM IST
'જો યુગલ યૌન સંબંધની જવાબદારી ઉઠાવવાં તૈયાર હોય તો સમાજને કેમ સમસ્યા હોય છે?'
પ્રતિકાત્મક તસવીર

લગ્ન પહેલાં સેક્સનો વિરોધ યહૂદી- ઇસાઇ વિચારધારાની પણ ઉપજ છે. જે હેઠળ માનવામાં આવે છે કે, સેક્સનો ઉદ્દેશ ફક્ત પ્રજનન છે. આ વિચારધારા આનંદ કે પ્રેમ માટે સેક્સનો વિરોધ કરે છે.

  • Share this:
પ્રશ્ન: આજનાં યુવા જેને પ્રેમ કરે છે તેમની સાથે લગ્ન પહેલાં યૌન સંબંધ બનાવે છે. ભારતીય સમાજમાં આ વર્જિત કેમ છે? હું માનું છું કે જો કોઇ વ્યક્તિ યૌન સંબંધનાં પરિણામોની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે તો અન્યને આ વાતથી શું મતલબ છે જો તેઓ યૌન સંબંધ બાંધે છે?

જવાબ: આ મહત્વપૂર્ણ પ્રશ્ન છે જે આપણાં સમાજમાં આજે પુછાવવો જોઇએ. જ્યારે લગ્ન પહેલાં થનારા સેક્સ સંબંધ પર થતી બબાલ અંગે આપણે વિચારીએ છીએ તો આપણને લાગે છે કે આ નિરર્થક છે. સેક્સ એક ખુબજ અંગત વાત છે જે બે લોકોની વચ્ચે હોય છે. તો પછી કેમ અન્ય લોકો તેમાં આટલો રસ લે છે?

લગ્ન પહેલાં થતાં સેક્સનાં વિરોધનું સૌથી મોટું કારણ છે કૌમાર્ય (virginity) ની પરિકલ્પના. સદીઓથી મહિલાઓ પર સેક્સથી દૂર રહી પોતાની શુદ્ધતા બનાવી રાખવાનું દબાણ છે. તેને એમ કહેવામાં આવે છે કે, તે પહેલી વખત સંભોગ લગ્ન બાદ જ તેનાં પતિ સાથે કરી શકે છે. એવું લાગે છે કે, જાણે તેનું કૌમાર્ય ડબ્બામાં બંધ એવી હવા છે જે ઢાંકણું ખુલતા જ ગંધ મારતી થઇ જશે. એક નવ વધુનાં કૌમાર્ય પ્રત્યે જે જનૂન છે તેનો અંદાજો તમે આ વાતથી લગાવી શકો છો કે, સુહાગ રાતનાં બેડ પર સફેદ ચાદર પાથરવામાં આવે છે જેથી પહેલી રાત્રે સંભોગથી લોહી નીકળતાં માલૂમ થઇ શકે કે, તેનું કૌમાર્ય પહેલી વખત ભંગ થઇ રહ્યું છે. આ અંગે આપ કે હું થોડી પણ શોધ કરીશું તો માલૂમ થશે કે, કૌમાર્યની પરિકલ્પના એટલું મોટું મિથક છે જેટલું આ આશા કરવી કે પહેલી રા્રે સંભોગ સમયે નવ વધુનાં શરીરમાંથી લોહી નીકળે જ.

લગ્ન પહેલાં સેક્સનો વિરોધ યહૂદી- ઇસાઇ વિચારધારાની પણ ઉપજ છે. જે હેઠળ માનવામાં આવે છે કે, સેક્સનો ઉદ્દેશ ફક્ત પ્રજનન છે. આ વિચારધારા આનંદ કે પ્રેમ માટે સેક્સનો વિરોધ કરે છે. અને તેમાં ઉપોગિતાવાદી હોવા સુધી સીમિત કરે છે. આ જ એક વાત છે જે સેક્સને સંભોગ સુધી સીમિત કરી દે છે. જેમ સેક્સ સાથે જોડાયેલી અન્ય વાત ફૂહડ અને કોઇ જ મહત્વ વગરની છે આ પુરુષોમાં ઓર્ગેઝમને પ્રાથમિકતા આપે છે કારણ કે આ પ્રજનન માટે જરૂરી છે. પણ મહિલાઓમાં ઓર્ગેઝમને મહત્વહીન માનવામાં આવે છે.

ત્રીજુ, 'અનૌરસ બાળકો' તેનો અસ્વીકાર કરવાને કારણે પણ લગ્ન પહેલાં સેક્સને વર્જિત માનવામાં આવે છે. અનૌરસ બાળકને તેમનાં પિતાની સંપત્તિ માટે ખતરારુપ માનવામાં આવે છે. આજે પણ આ પ્રકારનાં બાળકો તેમનાં પિતાની સંપત્તિમાં ભાગીદાર અને તેમનાં તરફથી નાણાકીય મદદ મેળવી શકે કે નહીં તે સ્પષ્ટ નથી. જે મહિલાઓને લગ્ન પહેલાં બાળક થાય છે તેમને બાળકનાં દમ પર ધન લૂંટનારી માની લેવામાં આવે છે.

લગ્ન પહેલાં સેક્સનો સ્વીકાર કરવાનો અર્થ હોય છે, ગૈર પરંપરાગત પરિવારને માન્યતા આપવી જેમાં છુટાછેડા અને એકલાં માતા-પિતાની સ્વીકૃતિ હોય. આ સમાજનું ગઠન અને તેની શક્તિ સંરચનાને પડકાર આપવાનું હશે. જે પુરુષોનાં હાથમાં નાણાકીય શક્તિ આપે છે અને મહિલાઓને ઘરમાં રહેવાની અને પરિવારની દેખરેખની જવાબદારી આપે છે. સદીઓથી આજ આપણી સામાજિક નીતિઓ અને ધાર્મિક સંગઠનોની રીત રહી છે. લગ્ન પૂર્વે સેક્સ આ પ્રકારની સંરચના પર નિર્ભર રહેનારી સંસ્થાઓ માટે ખતરો છે.આ કેટલાંક મુખ્ય કારણો છે જેને કારણે આપણાં સમાજમાં લગ્ન પહેલાં સેક્સની મનાઇ છે. આ ખોટી વ્યવસ્થા કઇક રીતે કમજોર માન્યતા અને પૂર્વ ધારણા પર આધારિત છે. તેની પોલ એકદમ સામાન્ય શોધમાં જ ખુલી જાય છે.
Published by: Margi Pandya
First published: January 7, 2021, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading