શું સ્પોર્ટસ્ બ્રા પહેરીને એક્સરસાઈઝ કરો છો તમે? જાણો તેના 3 ફાયદા

News18 Gujarati
Updated: January 7, 2020, 3:16 PM IST
શું સ્પોર્ટસ્ બ્રા પહેરીને એક્સરસાઈઝ કરો છો તમે? જાણો તેના 3 ફાયદા
શું સ્પોર્ટસ્ બ્રા પહેરીને એક્સરસાઈઝ કરો છો તમે?

કેટલીક મહિલાઓ તો આ વાતનું ધ્યાન રાખે છે પરંતુ કેટલીક મહિલાઓ આ વાત માટે બેદરકાર રહે છે. પરંતુ એક નાનકડી ભૂલ પણ તમારા બ્રેસ્ટની સાઈઝને ખરાબ કરી શકે છે.

  • Share this:
એક્સરસાઈઝ દરમિયાન ફક્ત કપડા જ નહિં, પરંતુ ઈનરવિયરની સાચી પસંદગી કરવી એ પણ જરૂરી છે. જેથી બોડીનો શૅપ ઠીક રાખે. કેટલીક મહિલાઓ તો આ વાતનું ધ્યાન રાખે છે પરંતુ કેટલીક મહિલાઓ આ વાત માટે બેદરકાર રહે છે. પરંતુ એક નાનકડી ભૂલ પણ તમારા બ્રેસ્ટની સાઈઝને ખરાબ કરી શકે છે. તેથી એક્સરસાઈઝ કરતી વખતે સ્પોર્ટસ્ બા અવશ્ય પહેરો. આવો જાણીએ સ્પોર્ટસ્ બ્રા પહેરવાના ફાયદા

1. વર્કઆઉટ કરતી વખતે ઢીલા કપડા પહેરવા જોઈએ જેથી બૉડી કમ્ફર્ટેબલ અનુભવે. એક્સરસાઈઝ દરમિયાન સ્પોર્ટસ્ બ્રા પહેરવાની સલાહ એ માટે આપવામાં આવે છે જેથી તમારા બ્રેસ્ટના વાલને સપોર્ટ મળે. કારણ કે જો તમે ખૂબ હેવી એક્સરસાઈઝ કરતા હોવ, તો તમારા બ્રેસ્ટના ચારેય તરફના લિગામેન્ટમાં ખેંચાણ ઉત્પન્ન થવા લાગવાથી સ્ટ્રેચ માર્ક થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં તમારા બ્રેસ્ટ ઘણા જ સૈગી (લટકતા) દેખાી શકે છે.

2. એક સારી ક્વોલિટીની સ્પોર્ટસ્ બ્રા તમારા બ્રેસ્ટને એક્સરસાઈઝ દરમિયાન સંપૂર્ણ રીતે સપોર્ટ આપે છે. તેનાથી તમારા બ્રેસ્ટ શેપમાં રહે છે. અને સૈગી થતાં બચે છે. તેને પહેરવાથી બ્રેસ્ટની વધારે મૂવમેન્ટ ન થવાના કારણે ખેંચાણથી બચી શકે છે.

3. જ્યારે તમે એક્સરસાઈઝ કરતા હોવ તો તેનો પ્રભાવ તમારા શરીર પર પણ પડે છે. એવામાં બ્રેસ્ટ તેનાથી કેવી રીતે બાકી રહી શકે. ઘણઈ વખત વધુ કસરત કરવાના કારણે આખા શરીરમાં જ નહીં પરંતુ બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. આ દુખાવાથી બચવા માટે પણ તમારે સ્પોર્ટ્સ બ્રા કૅરી કરવી જોઈએ.
Published by: Bansari Shah
First published: January 7, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading