સ્ત્રીઓ સ્મિત કરવામાં અવ્વલ! એક દિવસમાં મહિલાઓ 62 વખત જ્યારે પુરુષો 8 વખત સ્માઈલ કરે છે!


Updated: April 29, 2021, 2:26 PM IST
સ્ત્રીઓ સ્મિત કરવામાં અવ્વલ! એક દિવસમાં મહિલાઓ 62 વખત જ્યારે પુરુષો 8 વખત સ્માઈલ કરે છે!
પ્રતીકાત્મક તસવીર (YouTube / Soldier)

મહિલાઓ વધુ અભિવ્યક્ત, સહાનુભૂતિશીલ અને કુદરતી રીતે લાગણીશીલ હોય છે, સ્મિત માટે જરૂરી ગણાતા સ્નાયુઓ તેમનામાં પુરુષો કરતાં વધુ હોય છે

  • Share this:
નવી દિલ્હી. પુરુષ (Men) અને સ્ત્રીમાંથી (Women) કોણ વધુ સુખી છે? તે અંગે ઘણી વખત દલીલો થઈ ચૂકી છે. પરંતુ પુરુષો કરતા સ્ત્રીઓ વધુ સ્મિત (Smile) કરતી હોવાનું આશ્ચર્યજનક તારણ તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું હતું.

આ અભ્યાસને યેલ રિસર્ચ (Yale Research) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જાણવા મળ્યું છે કે, સ્ત્રીઓ દરરોજ સરેરાશ 62 વખત સ્મિત કરે છે. જ્યારે પુરુષ સરેરાશ માત્ર 8 વખત જ સ્માઈલ કરે છે. આ અભ્યાસમાં સ્ત્રી અને પુરુષના સ્મિતના દરમાં મોટા તફાવત તો છે જ, ઉપરાંત નાની ઉંમરે તે તફાવત વધુ હોય છે. જોકે, પુખ્ત વયમાં પ્રવેશ કરે ત્યારે આ તફાવત ઓછો થઈ જાય છે.

આ તફાવત માટે ઘણા કારણો જવાબદાર:

મહિલાઓ વધુ અભિવ્યક્ત, સહાનુભૂતિશીલ અને કુદરતી રીતે લાગણીશીલ હોય છે. સ્મિત માટે જરૂરી ગણાતા સ્નાયુઓ સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ હોય છે. આ સ્નાયુઓ સમયાંતરે વધુ સારી રીતે વિકાસ પામે છે.

આ પણ જુઓ, ...જ્યારે PPE કિટ પહેરીને એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર વરઘોડામાં કરવા લાગ્યો જોરદાર ડાન્સ, Viral Video

આ ઉપરાંત સામાજિક રીતે પુરુષોની જેમ સ્ત્રીઓ પ્રભાવશાળી ના હોવાના કારણે તેઓ પુરુષો કરતા વધુ સ્મિત કરે નથી.ઉલ્લેખનીય છે કે, જ્યારે હસવાની વાત આવે ત્યારે વય, સંસ્કૃતિ અને વંશીયતા જેવા અન્ય ઘણા પરિબળો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમજ જ્યારે સત્તા, વ્યવસાય અથવા સામાજિક ભૂમિકામાં સમાન હોદ્દાની ફરજ હોય ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો આ તફાવત અદૃશ્ય થઈ જાય છે.

અલબત્ત, બંનેની સ્માઇલમાં તફાવત છે. તણાવ હોય ત્યારે મહિલાઓ વધુ સ્મિત કરે છે. તે તણાવને ઘટાડવાનો પ્રયાસ કરે છે. દુઃખમાં શાંતિ અને સુમેળ માટે પણ સ્મિત કરે છે. સ્મિત કરવા મામલે સ્ત્રીઓની વાત આવે ત્યારે ઘણા પાસાઓ ધ્યાનમાં લેવા પડે છે.

આ પણ વાંચો, કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

આ તારણનો એવો અર્થ કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ખુશ છે. જ્યારે લાગણીની વાત આવે ત્યારે સ્ત્રીઓ વધુ લાક્ષણિક હોય છે. સ્ત્રીઓનો ભાવનાત્મક સ્વભાવ, સંસ્કૃતિ અને સંદર્ભ જેવા પરિબળો પણ કારણભૂત હોય છે.

જોકે, પુરુષો સ્ત્રીઓ કરતા ઓછું સ્મિત કરતા હોવા પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે. જેમાં સૌથી મોટું કારણ લોકો શું કહેશેનું છે. પુરુષોની લાગણીઓને ખુલ્લી પાડવામાં સંકોચ અનુભવે છે. આવી સ્થિતિમાં પુરુષોને તેમની લાગણીઓને ખુલ્લેઆમ જાહેર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમનો વાસ્તવિક સ્વભાવથી જાહેર કરતા સંકોચ ના અનુભવે તે જરૂરી છે કારણ કે, સ્મિત હંમેશા સારા પરિણામો આપે છે.
First published: April 29, 2021, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading