World Idli Day 2021: આજે કેમ ઉજવાય છે વર્લ્ડ ઈડલી ડે, આ સ્થળે બની હતી પ્રથમવાર ઈડલી


Updated: March 31, 2021, 6:40 PM IST
World Idli Day 2021: આજે કેમ ઉજવાય છે વર્લ્ડ ઈડલી ડે, આ સ્થળે બની હતી પ્રથમવાર ઈડલી
ઈડલી આંતરરાષ્ટ્રીય(World Wide) સ્તરે લોકપ્રિય છે

ઈડલી આંતરરાષ્ટ્રીય(World Wide) સ્તરે લોકપ્રિય છે

  • Share this:
દક્ષિણ ભારતનું મુખ્ય ભોજન ઈડલી(Idli) સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોય છે. ઈડલીને દેશના દરેક ખૂણાના લોકો ખાય છે. જોકે, સામાન્ય રીતે દક્ષિણ ભારતના(South India) લોકો ઈડલીને સવારના નાસ્તા(Breakfast) તરીકે લે છે. પરંતુ ઈડલી સ્વાસ્થ્ય માટે લાભકારક હોવાથી ઘણા લોકો લંચ અને ડિનરમાં પણ તેનો આનંદ લે છે. ઈડલી આંતરરાષ્ટ્રીય(World Wide) સ્તરે લોકપ્રિય છે.  આજે વિશ્વભરમાં વર્લ્ડ ઈડલી ડે(World Idli Day 2021)ની ઉજવણી કરવામાં આવે છે. આજે જાણીશું કે, દક્ષિણ ભારતની ઈડલી વર્લ્ડ રેસિપીની લિસ્ટમાં કેવી રીતે સામેલ થઇ.

છેલ્લા 3 વર્ષથી મનાવાય છે ઈડલી ડે

તમે ચેન્નાઈના પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેન 'મલ્લિપૂ ઈડલી' અંગે સાંભળ્યું હશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2015માં ચેન્નાઈના આ રેસ્ટોરન્ટના માલિક એનિયાવને તેની શરૂઆત કરી હતી.  દિવસને ખાસ બનાવવા માટે એનિયાવને લગભગ 1328 પ્રકારની ઈડલી બનાવી હતી. સાથે જ 44 કિલોની ઈડલી કેક પણ તૈયાર કરીને એક બ્યુરોકેટ દ્વારા કપાવી અને તેને વિશ્વ ઈડલી દિવસના રૂપે મનાવવાની શરૂઆત કરાઈ હતી. ત્યારથી આજના દિવસને વિશ્વ ઈડલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોના ચીનની લેબમાંથી લીક થયો કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો? WHOના સંશોધકો કહે છે કંઈક આવું!

ઇન્ડોનેશિયા સાથે છે ઇડલીનું કનેક્શન

ઇડલીનું નામ લેતા જ આપણી નજર સામે દક્ષિણ ભારત આવી જાય છે. પરંતુ ઇડલીનું કનેક્શન ઇન્ડોનેશિયા સાથે પણ છે. ફૂડ ઇતિહાસકારોનું કહેવું છે કે, ઈડલીનો અસલી સંબંધ ઇન્ડોનેશિયા સાથે જ છે, જ્યાં ફર્મેન્ટેડ ફૂડનો જૂનો ઇતિહાસ છે. તો બીજી તરફ ભારતમાં ઇડલીનું આગમન આશરે 800થી 1200 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.કર્ણાટક અને ઈડલી

ઈડલીને લઈને માન્યતા છે કે, આ નામ 'ઈડલીગ'માંથી આવ્યું, જેનો ઉલ્લેખ કન્નડ સાહિત્યમાં જોવા મળે છે.  શિવ કોટ આચાર્ય દ્વારા રચિત એક કન્નડ લેખ દ્વારા જાણવા મળે છે કે, વર્ષ 1139ની આસપાસ કન્નડ રાજા અને વિધવાન સોમેશ્વર તૃતીયા હતા, જેમના રાજમાં ઈડલી બનાવાઈ હતી. આ લેખમાંથી જાણવા મળે છે કે, તે સમયે માત્ર અડદની દાળને ફર્મેન્ટેડ કરીને તેને બનાવાતી હતી.

17મી સદીમાં ઈડલી બનાવવા માટે અડદની દાળ સાથે ચોખાનો થયો ઉપયોગ

જાણકારોના મત મુજબ, 17મી સદી બાદ જાણવા મળ્યું કે અડદ દાળમાં ચોખા મિક્સ કરી દેવામાં આવે તો તેનું ફર્મેન્ટેશન ઝડપથી થાય છે. સાથે જ તે જલ્દીથી બફાઈ જાય છે. ત્યાર બાદ ઈડલી બનાવવામાં ચોખાનો પ્રયોગ વધતો ગયો.

(નોધ: આ લેખમાં આપવામાં આવેલી સૂચના અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: March 31, 2021, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading