લાંબા Working Hours જીવલેણ સાબિત થઈ રહ્યા છે! WHOના રિચર્સમાં ચોંકાવનારો ખુલાસો

News18 Gujarati
Updated: May 17, 2021, 1:57 PM IST
લાંબા Working Hours જીવલેણ સાબિત થઈ રહ્યા છે! WHOના રિચર્સમાં ચોંકાવનારો ખુલાસો
WHOના રિસર્ચ મુજબ, સપ્તાહમાં 55 કલાક કે તેનાથી વધુ કામ કરવાથી સ્ટ્રોક આવવાનો ખતરો 35 ટકા વધી જાય છે

WHOના રિસર્ચ મુજબ, સપ્તાહમાં 55 કલાક કે તેનાથી વધુ કામ કરવાથી સ્ટ્રોક આવવાનો ખતરો 35 ટકા વધી જાય છે

  • Share this:
જિનેવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization- WHO) મુજબ દુનિયાભરમાં લાંબા સમય સુધી કામ કરવાની આદતને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)ને કારણે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે. વધુ મોડે સુધી કામ કરનારાઓ પર એક સ્ટડી કરવામાં આવી છે. તે મુજબ વર્ષ 2016માં વધુ મોડે સુધી કામ કરનારા 7,45,000 લોકોના જીવ હાર્ટથી બીમારીના કારણે ગયા છે. આ આંકડો વર્ષ 2000ની તુલનામાં લગભગ 30 ટકા વધુ હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની નિદેશક મારિયા નીરાએ જણાવ્યું કે, દર સપ્તાહે 55 કલાક કે તેનાથી વધુ કામ કરવું એ એક ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે. અમે આ જાણકારી શ્રમિકોને વધુ સુરક્ષા આપવા માટે કરી રહ્યા છીએ. WHO અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન (ILO)ના અધ્યયનથી જાણવા મળ્યું છે કે મોટાભાગના પીડિત (72 ટકા) પુરુષ હતા અને મધ્યમ ઉંમર વર્ગ કે વધુ ઉંમરના હતા. અધ્યયન મુજબ અનેકવાર આવા લોકોનાં મોત 10 વર્ષ બાદ પણ થાય છે.

આ પણ જુઓ, Viral Video: કોરોનાથી મોત થતાં યુવકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કચરાની લારીમાં લઈ જવાયો

આ અધ્યયન 194 દેશોના આંકડાઓ પર આધારિત છે. આંકડાઓ મુજબ સપ્તાહમાં 55 કલાક કે તેનાથી વધુ કામ કરવાથી સ્ટ્રોક આવવાનો ખતરો 35 ટકા વધી જાય છે અને 35-40 કલાકની તુલનામાં હૃદય રોગથી મરવાનો ખતરો 17 ટકા વધી જાય છે. એન્વાયરન્મેન્ટ ઇન્ટરનેશનલ જર્નલ (Environment International General)માં ‘લાંબા સમય સુધી કામ કરવાથી જીવન પર અસર’ને લઈને વિશ્વનું પહેલું અધ્યયન પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદી પણ મોંઘી થઈ, ચેક કરો આજના ભાવ
આ અભ્યાસ 2000-2016 દરમિયાન કરવામાં આવ્યો છે. જેથી તેમાં કોરોનાથી (Coronavirus) પ્રભાવિત લોકોના આંકડા નથી. પરંતુ WHOના અધિકારીઓએ કહ્યું કે, કોરોના વાયરસ ઇમરજન્સીના પરિણામમાં રિમોટ વર્કિંગ (Remote Working) માં વધારો અને વૈશ્વિક આર્થિક સુસ્તી (World Economy Crisis) સ્વાસ્થ્ય ખતરાને વધારી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: May 17, 2021, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading