વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2021: તમાકુ-ધુમ્રપાનની લતથી મુક્તિ મેળવવી છે? અજમાવો આ 7 સરળ ઉપાયો


Updated: May 27, 2021, 10:15 PM IST
વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2021: તમાકુ-ધુમ્રપાનની લતથી મુક્તિ મેળવવી છે? અજમાવો આ 7 સરળ ઉપાયો
પ્રતિકાત્મક દિવસ

આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને શરીરને નુકસાન પહોંચાડતી વસ્તુઓથી દૂર રહે.

  • Share this:
નવી દિલ્હી : દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને શરીરને નુકસાન પહોંચાડતી વસ્તુઓથી દૂર રહે. આ જ કારણ છે કે વિશ્વ તમાકુ નિષેધના દિવસે ઘણા જાગૃતિ અભિયાનો દ્વારા તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને તેનાથી શરીરમાં થનાર જીવલેણ પ્રભાવો અંગે સમજાવવામાં આવે છે. આવા સમયમાં જ્યારે ઘાતક કોરોના વાયરસ આપણા ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આપણને મૃત્યુ અને નિરાશા તરફ દોરી રહ્યો છે, ત્યારે હવે વધુ જરૂરી બન્યું છે કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી કાળજી રાખીએ. ત્યારે એક સ્વસ્થ અને વ્યસન મુક્ત જીવન જીવવા માટે તમને અમુક પ્રાકૃતિક નુસખાઓ ઉપયોગી બનશે.

દ્રઢ ઇચ્છાશક્તિ જરૂરી

તમાકુનું સેવન કરનારને ધુમ્રપાન કરવાની ઇચ્છા ખૂબ થાય છે. એટલે જો તમે વ્યસન છોડવા માંગો છો તો આ વસ્તુ માટે તમારે સ્વયંને તૈયાર કરવા જોઇએ અને તેના પર અડગ રહેવું જોઇએ કે તમારે ધુમ્રપાનથી મુક્તિ મેળવવી છે. આવામાં તમારી દ્રઢ ઇચ્છાશક્તિ તમારી મદદ કરી શકે છે. તમારી ઇચ્છાશક્તિ જેટલી મજબૂત હશે તેટલી જ સરળતાથી તમે નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકશો. તમારો નિર્ણય ન બદલો અને દ્રઢતાથી તેના પર કાયમ રહો.

એક તારીખ નક્કી કરો

એક વખત તમે તમાકુ-ધુમ્રપાન છોડવાનો નિર્ણય કરો છો તો પછીનું સ્ટેપ છે એક તારીખ નક્કી કરો. તે તારીખ નક્કી કરો જ્યારે તમે ધુમ્રપાનની આદતથી સંપૂર્ણ મુક્તિ મેળવી લેશો. ઉદાહરણ તરીકે મોટા ભાગના ધુમ્રપાન કરતા લોકો બે મહિના પછીની એક તારીખ નક્કી કરી શકે છે. દરરોજ અથવા નક્કી કરેલા દિવસોના અંતરે સિગરેટ પીવાની સંખ્યા ઓછી કરો અને અંતિમ સપ્તાહમાં સિગરેટની સંખ્યા ન્યૂનતમ અથવા શૂન્ય રાખવી. ધુમ્રપાનની આદતમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા એક દિવસ નક્કી કરવાથી વ્યક્તિ ધીમે-ધીમે ધૂમ્રપાન ઓછું કરવા અને સંગઠિત રીતે લક્ષ્ય સુધી પહોંચી શકે છે.

વિકલ્પ અપનાવોજ્યારે તમે ધુમ્રપાન છોડવાની શરૂઆત કરો છો, ત્યારે થોડા દિવસ સુધી મોઢામાં કંઇક ચાવવાની ઇચ્છા થાય છે. તેવામાં તમે એક પ્લેટમાં સલાડ તમારી પાસે ચાવવા માટે રાખી શકો છો. ધુમ્રપાનથી બચવા તમે ખાંડની માત્રા વગરના ચ્યૂઇંગમનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય ઇલાયચી કે વરિયાળી ચાવવાથી પણ ધૂમ્રપાનથી બચી શકાય છે.

સપોર્ટ સિસ્ટમ બનાવો

પોતાની રીતે સંઘર્ષ કરવાની જગ્યાએ તમારી આસપાસ એક સપોર્ટ સિસ્ટમ બનાવો. આ સમયે તમારા પરીવાર અને મિત્રોનો સાથ તમને ધુમ્રપાનથી દૂર રાખવામાં મદદરૂપ થશે. તેઓ તમને સતત યાદ અપાવતા રહેશે, જેથી તમે વધુ સરળતાથી વ્યસન મુક્તિ મેળવી શકશો. સાથે જ તમે ઉત્સાહિત પણ રહેશો. જો તમારી આદત ગંભીર છે, તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.

આ ઉપાયો પણ થશે મદદરૂપ

તણાવ કે ચિંતામાં હોવા પર ધુમ્રપાન કરવાની ઇચ્છા વધુ તીવ્ર બને છે. તેથી જ્યારે પણ તમે તણાવ કે ચિંતા અનુભવો ત્યારે ઊંડો શ્વાસ લો, માલિશ કરો, ધ્યાન કરો, શાંતિમય મધુર સંગીત સાંભળો અથવા તો થોડીવાર માટે આંખો બંધ કરીને બેસો. આ તમામ પ્રાકૃતિક ઉપાયો અપનાવી તમે તમારું મન શાંત રાખી શકશો. જરૂર જણાય તો થોડીવાર બહાર ચાલવા જવું પણ સારૂ રહેશે.

સ્વયંને સતત વ્યસ્ત રાખો

ધૂમ્રપાનની કુટેવથી મુક્તિ મેળવવા પોતાને વ્યસ્ત રાખવા ખૂબ જરૂરી છે. તેથી તમારા દિવસની શરૂઆત એવી કરો જે નાસ્તો, કસરત, ધ્યાન અને પછી કામથી શરૂ થાય. આ સિવાય ફુરસતના સમયે વાંચન, લેખન કે છોડને પાણી આપવા જેવા કામો કરી પોતાને વ્યસ્ત રાખવા પ્રયાસ કરવો. જેથી ધુમ્રપાન કરવાના વિચારો ન આવે. આ સિવાય જો તમે ઘરમા આઇસોલેશનમાં છો, તો નવા વ્યંજન બનાવવા કે પછી મોટીવેશનલ વિડીયો જોઇ શકો છો. જેથી તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે.

આ રીતે કરો બચાવ

ધુમ્રપાનથી બચવા માટે દરેક સ્તર પર પ્રયત્નો કરો. ઉદાહરણ તરીકે જો તમને ન્યૂઝ પેપર વાંચતી સમયે ધુમ્રપાન કરવાની આદત છે તો તેની જગ્યાએ હાથમાં એક પેન રાખવાની આદત પાડી શકો છો. વ્યસનથી બચવા પોતાને વધન્ વધુ સમય સુધી અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો અને ધીમે ધીમે તમે આ આદતોથી મુક્તિ મેળવી શકશો.
First published: May 27, 2021, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading