અમદાવાદઃ live video, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ને તલવાર વડે કાપી કેક, કર્ફ્યૂમાં જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો


Updated: June 4, 2021, 6:41 PM IST
અમદાવાદઃ live video, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ને તલવાર વડે કાપી કેક, કર્ફ્યૂમાં જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો
વીડિયો પરની તસવીર અને આરોપીની તસવીર

બર્થ ડે ધોરણ 11માં અભ્યાસ કરતો 17 વર્ષના કિશોરનો હતો. કિશોરના સ્કૂલના વિધાર્થી મિત્રો કેક અને તલવાર લઇ આવ્યાં હતાં અને બાદમાં બર્થ ડેની ઉજવણી કરી હતી.

  • Share this:
અમદાવાદઃ બર્થ ડેની ઉજવણીમા (Birthday celebration) તલવાર વડે કેક (cake cut by Sword) કાપવાની જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કારણકે વધું એક તલવાર વડે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ (video viral) થયો હતો. જેમાં પોલીસે તપાસ કરતાં સારંગપુર (sarangpur) વિસ્તાર હોવાનું જાણવા મળતાં જ ખાડીયા પોલીસે (Khadiya police) કાયદાના સંઘર્ષમાં આવેલા 9 કિશોર અને એક આરોપીને ઝડપી લીધા છે.

કોરોના મહામારી લઇ રાત્રીના 9 વાગ્યે શહેરમા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પણ કર્ફ્યૂ ભંગ કરી રોડ પર જ રાત્રે બર્થ ડેની ઉજવણી કરી રહ્યાં હોવાના વીડિયો એક પછી એક સામે આવી રહ્યાં છે. જેમાં વધું એક વીડિયો સારંગપુર વિસ્તારમા તલવાર વડે બર્થ ડેની ઉજવણી કરતો હોવાનું સામે આવ્યુ હતુ.

જે વીડિયો વાયરલ થતાં જ ખાડીયા પોલીસે તપાસ કરતા સારંગપુરમા આવેલ પંડિતજીની પોળ ચોકઠાંમા ભેગા થઈ તલવાર વડે કેક કાપી હતી. જેમાં બર્થ ડે ધોરણ 11માં અભ્યાસ કરતો 17 વર્ષના કિશોરનો હતો. કિશોરના સ્કૂલના વિધાર્થી મિત્રો કેક અને તલવાર લઇ આવ્યાં હતાં અને બાદમાં બર્થ ડેની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ-વાપીઃ ST બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર રંગેહાથે ઝડપાયા, બંને બસનો ઉપયોગ કરી કરતા હતા 'કાળું કામ'

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

કાયદાના સંઘર્ષમા આવેલ 9 કિશોર સામે કાર્યવાહી કરી જેમાં બર્થ ડે બોય કિશોરનો પાડોશી મિત્ર નૈનેશ પટેલની ધરપકડ કરી છે. જે વીડિયોમાં શર્ટ વગર દેખાતો આરોપી નૈનેશ પટેલ છે. ત્યારે હાલ પકડાયેલ કાયદા સંઘર્ષમા આવેલ 9 કિશોરોની ઉંમર 16થી 17 વર્ષની છે.આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

કિશોરની પુછપરછ સામે આવ્યુ કે સ્કૂલના ગ્રુપ મિત્રો દ્રારા તલવાર વડે કેક કાપવાનો ટ્રેન્ડ છે..પરતું કોરોનાં લઇ કર્ફ્યૂ હોવાથી સારંગપુર પંડિતજીની પોળ રહેતો કિશોરએ તેનાં મિત્રોને તલવાર વડે કેક કાપવાની ના પાડી છતા પણ કિશોરના ઘરે તેનાં મિત્રો પહોંચી આ રીતે સેલિબ્રેશન કર્યું હતું.રાત્રિ કર્ફ્યૂની અમલવારી પોલીસ કરાવતી ન હોવાનું લાગી રહ્યુ છે. કારણકે કાંકરિયાથી બે મિત્રો કેક અને તલવાર લઇ  આવ્યાં હતાં છતા પણ કોઈ પોલીસે પકડ્યા નહીં.ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિંગર સાગર પટેલ પણ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે.
Published by: ankit patel
First published: June 4, 2021, 6:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading