ગુજરાતમાં coronaએ પકડી ગતિ! વધુ 575 નવા કેસો, વધુ 45,974 લોકોને અપાઈ રસી

News18 Gujarati
Updated: March 7, 2021, 11:43 PM IST
ગુજરાતમાં coronaએ પકડી ગતિ! વધુ 575 નવા કેસો, વધુ 45,974 લોકોને અપાઈ રસી
પ્રતિકાત્મક તસવીર

આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી (local body election) બાદ કોરોના વાયરસના કેસોમાં (coronavirus) ધમી ધીમે વધારો થઈ રહ્યો છે. આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના (Gujarat corona update) વિવિધ જિલ્લાઓમાં નવા કુલ 575 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે એક કોરોના દર્દીનું મોત થયું હતું. બીજી તરફ 459 લોકો કોરોનામાંથી મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આજે કુલ 45,974 વ્યક્તિઓને કોરોના રસી (corona vaccine) આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ તરફથી આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1409244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,41,437 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોનાના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં બોટાદ અને ડાંગ એમ કુલ 02 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

રાજ્યમાં કોવિડ-19ના 575 દર્દીઓ નોંધાયા છે અને 97.24 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,65,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

રાજ્યમાં વિવિધ જિલ્લામાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 127, સુરત કોર્પોરેશનમાં 125, વડોદરા કોર્પોરેશન 70, રાજકોટ કોર્પોરેશન 58 કેસ નોધાયા હતા. આ ઉપરાંત સુરતમાં20, ભાવનગર કોર્પોરેશનમાં 15, આણંદમાં 14, રાજકોટમાં 13, વડોદરામાં 12, મહેસાણામાં 11, કચ્છમાં 10, ખેડા 9, દાહોદમાં 8 કેસ, જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 6 કેસ ભરૂચ 5, જામનગર 5, જુનાગઢ કોર્પોરેશન 5, અમદાવાદમાં 4 કેસ નોધાયા હતા.આ ઉપરાંત ગીર સોમનાથ 4, પંચમહાલ 4, જુનાગઢ 3 કેસ, પાટણ 3, અરવલ્લી 2, દેવભૂમિ દ્વારકા 2, મોરબી 2, પોરબંદર 2, તાપી 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 1, નર્મદામાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું હતું.
Published by: ankit patel
First published: March 7, 2021, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading