અમદાવાદઃ ગઠિયાનું ગજબનું ભેજુ! ATMમાં 81 ટ્રાન્જેક્શન કરીને રૂ. 8 લાખ ઉપાડી લીધા


Updated: February 13, 2021, 10:30 PM IST
અમદાવાદઃ ગઠિયાનું ગજબનું ભેજુ! ATMમાં 81 ટ્રાન્જેક્શન કરીને રૂ. 8 લાખ ઉપાડી લીધા
પ્રતિકાત્મક તસવીર

તમામ ટ્રાન્ઝેક્શનના સીસીટીવી ફૂટેજ અને એટીએમ હેડનું એકાઉન્ટ ચેક કરતા સદર તમામ ટ્રાન્ઝેક્શનની રકમ સિસ્ટમ સાથે મેચી થયેલ હતી.

  • Share this:
અમદાવાદ: ATM સાથે છબરડા કરીને રૂપિયા કાઢવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad cyber crime) કરતા ગઠિયાઓ ક્યારેક એવી મોડસ ઓપરેન્ડીનો (modus oparandi) ઉપયોગ કરીને છેતરપિંડી (fraud) આચરતા હોય છે કે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આવી જ એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાઈ છે.

કેનેરા બેન્ક ગાંધી આશ્રમ બ્રાન્ચના મેનેજર ભગવાનભાઈ પરમારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કેનેરા બેન્ક ગાંધી આશ્રમ બ્રાન્ચ ખાતે તેઓએ ગ્રાહકોની સગવડ માટે એટીએમ લગાવેલ છે.

જે એટીએમ સેન્ટર પરથી 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધીમાં ત્રણ અલગ-અલગ એટીએમ કાર્ડ મારફતે પ્રભાતી 81 ટ્રાન્ઝેક્શન કરીને કુલ આઠ લાખ દસ હજાર ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ફરિયાદીની હેડ ઓફિસ દ્વારા આ ટ્રાન્જેક્શન શંકાસ્પદ હોવાથી તેની તપાસ કરવા માટે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

જેથી ફરિયાદીએ તમામ ટ્રાન્ઝેક્શનના સીસીટીવી ફૂટેજ અને એટીએમ હેડનું એકાઉન્ટ ચેક કરતા સદર તમામ ટ્રાન્ઝેક્શનની રકમ સિસ્ટમ સાથે મેચી થયેલ હતી. પરંતુ કોના ખાતામાંથી રકમ ડેબિટ થાય છે તેની હજી સુધી કોઈ હકીકત મળી ન હતી. કારણકે ફરિયાદી ને આશંકા છે કે આ ગઠિયાએ atmની ઓનલાઇન કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કર્યા છે.આમ કોઈ ગઠીયા એ એટીએમ ની ઓનલાઈન કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કરીને ત્રણ અલગ-અલગ એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી 81 ટ્રાન્જેક્શનમાં કુલ આઠ લાખ દસ હજાર રૂપિયા ઉપાડી લેતા અંતે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: February 13, 2021, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading