અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો


Updated: February 25, 2021, 5:33 PM IST
અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો
પકડાયેલા આરોપીની તસવીર

પ્રફુલ તથા તેના સગરીતો ભરતસિંહ , બિલ્ડર વિનોર ઉર્ફે રાવણ અને અન્ય 6 આરોપીએ મળી દસ્ક્રોઈના વડોદ ગામના વતની મંગાજી ઠાકોરની 11 કરોડની 28 વિઘા જમીન જમીન પચાવી પાડી હતી.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં જમીન પચાવી પાડતા ગુનેહગારોને કાબુમાં લેવા માટે સરકારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) તો બનાવ્યો. પરંતુ હવે તેના આરોપીને ઝડપી પાડવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. તેવામાં રામોલ પોલીસ મથક વિસ્તારમાં મંગાજી ઠાકોરની (Mangaji thakor) 11 કરોડની જમીન પચાવી લેવાના કેસમાં 3 મહિના પહેલા 9 આરોપી વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

જેમાંથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના (Ahmedabad) રામોલ પોલીસની (ramol police station) કસ્ટડીમાં આવેલો આરોપી પ્રફુલ વ્યાસ છે. આરોપી એ પોતાના સાગરિતો સાથે મળી દસ્ક્રોઈના વડોદ ગામના વતની મંગાજી ઠાકોરની 28 વિઘા જમીન પચાવી પાડી હતી.

પ્રફુલ તથા તેના સગરીતો ભરતસિંહ , બિલ્ડર વિનોર ઉર્ફે રાવણ અને અન્ય 6 આરોપીએ મળી ફરિયાદીની 11 કરોડની જમીન પચાવી પાડી હતી.. આરોપીએ ફરિયાદીને ટુકડે ટુકડે 1.20 કરોડ આપી ઉપરની રકમ ચુકવી નથી જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે 3 મહિના બાદ પહેલી ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ- રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ- દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

બનાવની વાત કરીએ તો મંગાજીની જમીનમાં ખોટા દસ્તાવેજોથી માંડી સંખ્યાબંધ વાંધા હતા. જે તમામ વાંધા દૂર કરી ફરિયાદી પાસેથી 11.11 કરોડની જમીન ખરિદવાના બહાને છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મંગાજીને રજીસ્ટાર ઓફિસે બોલાવી રુપિયા ભરેલો થેલો બતાવીને પહેલા દસ્તાવેજો પર સહી કરાવી દેવામાં આવી હતી.આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

બાદમાં રૂપિયા આપ્યા વિના અને ફરિયાદી તથા તેની સાથે રહેલા લોકોને ધમકાવી રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં સંડોવાયેલ 6 આરોપી વિરમ દેસાઈ. આંબાભાઈ વાટલીયા. ચંદુભાઈ ધાનાણી. ડુંગરભાઈ કોતડીયા અને વિરમ રૂપાપરા વિરુધ્ધ હાઈકોર્ટે ધરપકડનો સ્ટે મુક્યો છે. જો કે તે સિવાયના અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.11 કરોડની જમીન પચાવી લેવાના ગુનામા આરોપીએ રૂપિયા ન આપી દસ્તાવેજો પર સહીઓ કરાવી જમીન કબ્જે કરી લીધી હતી. જોકે રુપિયા લેવા ગયેલા ફરિયાદી ને હથિયાર બતાવી ધમકી આપી હતી.. જેથી પોલીસે બિલ્ડર સહિત ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે આ કેસમાં આરોપી  પકડાયા બાદ વધુ ખુલાસા થઈ શકે છે.
Published by: ankit patel
First published: February 25, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading