અમદાવાદ : શારદાબેન હૉસ્પિટલમાં કર્માચરી પર એસિડ એટેક, બનાવ CCTV વીડિયોમાં કેદ


Updated: April 7, 2021, 7:32 PM IST
અમદાવાદ : શારદાબેન હૉસ્પિટલમાં કર્માચરી પર એસિડ એટેક, બનાવ CCTV વીડિયોમાં કેદ
શારદાબેન હૉસ્પિટલના કર્મચારી પર થયો એસિડ એટેક

હૉસ્પિટલના પુરૂષ કર્મચારી પર એસિડ ફેંકાયું, કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં

  • Share this:
અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની (Ahmedabad Acid attack) ઘટના બની છે.જેમાં આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક નથી થયો પણ હોસ્પિટલમાં (Hospital Worker) કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો અને તે પણ સામાન્ય તકરારનો બદલો લેવાના ઈરાદે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી  છે.અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં (Shardaben Hospital Ahmedabad) અનેક દર્દીઓ પોતાની સારવાર માટે ડોક્ટર ના ભરોસે આવતા હોય છે. પરંતુ સારવાર લેવાની જગ્યાએ ગુનાહિત કૃત્ય આચર્યું છે જેને પગલે હોસ્પિટલના એક કર્મચારીએ હવે સારવાર લેવી પડી રહી છે.

શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે હોસ્પિટલના લેબ ટેક્નિશિયન સાથે તકરાર કરી અને એસિડ એટેક કર્યો છે. જોકે, સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધ્યો છે. શહેરકોટડા પોલીસને બનાવ અંગે મેસેજ મળતા પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી. જોકે બનાવ અંગેની જાણકારી મેળવતા મહત્વના સીસીટીવી ફૂટેજ હાથે લાગ્ય જેને પગલે એસિડ એટેક થયું હોવાનો પુરાવો પણ પોલીસને હાથે લાગ્યા.

આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

સીસીટીવી ફૂટેજ જેમાં એક શખ્સ આસાનીથી હોસ્પિટલમાં ઘુસી જાય છે અને બાદમાં લેબ ટેકનિશિયન રમેશ વાઘેલા પર હુમલો કરી નાખે છે. ત્યારે સવાલ ઉભા થાય છે કે આટલી મોટી ઘટના બની ત્યારે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા?  માનવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા સારુ હોસ્પિટલમાં આવતો હતો. અને તેના બદલામાં રૂપિયા પણ મેળવતો હતો.જેથી ફરિયાદી લેબ ટેકનીશીયન રમેશ વાઘેલા ને સારી રીતે પરિચિત હતો. જોકે રૂપિયાની લઈ ઉભી થયેલી જરૂરિયાત ન સંતોષાતા પ્રકાશ સોલંકી રમેશ વાઘેલાને બ્લડ વેચી આપવા માટે કહેતા રમેશ વાઘેલાએ અન્ય હોસ્પિટલનો સંપર્ક કરવાનું કહ્યુ. જેથી પ્રકાશ સોલંકી ઉશ્કેરાઈ ગયો અને હોસ્પિટલમાં જ તકરાર કરવાનું શરૂ કરી દીધું અને એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : મુંબઈમાં 160 કરોડની લૂંટ કરવા માટે આધેડની હત્યા કરી, ઘરમાંથી ચલાવી હતી લૂંટ

પોલીસ તપાસ કરી તો એસિડ એટેક કરનાર પ્રકાશ સોલંકીની માતા લીલાબેન શારદાબેન હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ માં નોકરી કરે છે જેનાથી હોસ્પિટલમાં અવારનવાર આવતો હોય છે જેને હોસ્પિટલમાંથી એસિડની બોટલ પણ સિરોલોજી વિભાગમાંથી લઈ ને એસિડ એટેક કર્યો હતો. હાલ તો શહેરકોટડા પોલીસે આરોપી પ્રકાશ સોલંકિ વિરુદ્ધ સરકારી કામકાજમાં રૂકાવટ અને હોસ્પિટલમાં મારામારી કરવાના ગુના અંગેની ફરિયાદ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Jay Mishra
First published: April 7, 2021, 7:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading