અમદાવાદ : શરીર સંબંધ બાંધવાની લાલચે નગ્ન થઈ વીડિયો કોલ કર્યો, વેપારી FB પર હનીટ્રેપમાં ફસાયો


Updated: January 20, 2020, 4:50 PM IST
અમદાવાદ : શરીર સંબંધ બાંધવાની લાલચે નગ્ન થઈ વીડિયો કોલ કર્યો, વેપારી FB પર હનીટ્રેપમાં ફસાયો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો વેપારી સારા ઘરની સ્ત્રીઓ સાથેના શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપનારી ગેંગના કાવતરાનો ભોગ બન્યો.

  • Share this:
અમદાવાદ: સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવક પરિવાર સાથે રહે છે અને ન્યુટ્રીશિયનને લગતી દવાઓના વેચાણનો ધંધો કરે છે. દોઢેક મહિના અગાઉ ફેસબુક આઇડી પર ફિરોઝા ઓલ ગુજરાત નામથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ જોતા એક યુવતીનો ફોટો હતો જેથી યુવકે તે રિકવેસ્ટ સ્વીકારી હતી  અને તેની સાથે ચેટીંગ ચાલુ કર્યું હતું

'સારા ઘરની સ્ત્રીઓનો શારિરીક સંબંધ બાંધવા સંપર્ક કરાવી આપીએ છીએ'

આ ઘટના બાદ ફિરોઝાએ એક દેખાવડી યુવતીનો ફોટો મોકલાવી આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે એક સંસ્થા ચલાવીએ છીએ જેમાં જરૂરીયાતમંદ સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોને શારિરીક સબંધ બાંધવા માટે સંપર્ક કરી આપીએ છીએ અને જરૂરીયાતમંદ સ્ત્રીઓ પુરૂષોને સારુ વળતર પણ આપે છે. તમારે અમારી સંસ્થામાં જોડાવું હોય તો પહેલા આઇડી ખોલાવવા 6500 સભ્ય ફી પેટે ભરવા પડશે. ત્યારબાદ અમારી સંસ્થા તમારું શારિરીક પરીક્ષણ કરશે જેમાં તમે ફીટ થશો તો સ્ત્રીઓને આઇડી મોકલી આપવામાં આવશે. તેમાંથી જે સ્ત્રી પસંદ હોય તેનો સંપર્ક કરી તે જે જગ્યાએ બોલાવે ત્યાં જવાનું રહેશે.''

આ પણ વાંચો : ગાંધીનગર : મોડાસામાં યુવતિની હત્યા મામલે નવો વળાંક, BJP MLA ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા

વીડિયો કોલ કરી કહ્યું ગુપ્ત ભાગ બતાવોત્યારબાદ ફિરોઝાએ વીડિયો કોલ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ગુપ્ત ભાગ અને શરિર બતાવો. જેથી યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. પછી 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસે.ના રોજ ઋષી હર્ષદ પ્રજાપતિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.

હનીટ્રેપની આ ચાલમાં વેપારીને ફસાવી ફિરોઝાએ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


પછી ફિરોઝાએ યુવકને મેસેજ કરી પુછ્યું હતું કે, તમે અમોલ દેસાઇના ગ્રૃપમાં છો જેથી યુવકે હા પાડી હતી અને ફિરોઝાને પુછ્યું હતું કે, તમે પણ આ ફિલ્ડમાં છો. જો કે, ફિરોઝાએ ઇનકાર કરી જણાવ્યું હતું કે, મને તમારી બધી માહિતી છે. પછી યુવકે આઇડી ક્યારે આવશે તે અંગે પુછતા ફરિઝાએ સાંજે આઇડી આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ આઇડી ન આવતા યુવકને ફરી ફોન કર્યો હતો.

યુવકે નગ્ન થઈ વીડિયો કોલ કર્યો ત્યારે સામે વાળી વ્યક્તિનો કેમેરા પર હાથ હતો.


વીડિયો તારી પત્નીના સગાને મોકલી દઈશ, 20 લાખની માંગણી

આ દરમિયાન ફિરોઝાએ યુવકનો રેકોર્ડ કરેલો 1 મિનિટનો વીડિયો તેને મોકલી આપી જણાવ્યું હતું કે, હર્બલ લાઇફના ગ્રૃપમાં આ વીડિયો વાઇરલ કરી દઉં. જેથી ડરતા ડરતા યુવકે જણાવ્યું હતું કે, મેડમ આવું કેમ કરો છો ત્યારે  ફિરોઝાએ જણાવ્યું હતું કે, હું તકલીફમાં છું અને 20 લાખનું દેવું છે તે પુરું કરવાનું છે.  પછી ફિરોઝાએ 30 હજાર રૂપિયા માગ્યા હતા અને પૈસા નહીં આપે તો વીડિયો પત્ની- સગામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જો કે, યુવકે પૈસા આપ્યા ન હતા. જેથી ફિરોઝાએ 5 લાખ માગતા યુવકે મરી જવાની ધમકી આપી હતી. જો કે, ફિરોઝાએ જે કરવું હોય તે કર પૈસા આપ નહીં તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી કંટાળી યુવકે આ મામલે ફિરોઝા સામે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ટ્રેનની વ્હીસલના ડરથી યુવકે સાબરમતીમાં છલાંગ લગાવી, જાણો આખી રાત ઠંડીમાં શું કર્યુ?

પત્ની હાજર હતી તો ઘરના બાથરૂમમાં જઇ નગ્ન થઇ વીડિયો કોલ કર્યો

યુવકને જ્યારે ફિરોઝાએ ફોન કર્યો ત્યારે તે પત્ની સાથે ઘરમાં હતો. પરંતુ ફિરોઝાએ શારિરીક પરીક્ષણ કરવા નગ્ન થવા જણાવ્યું હતું. જેથી બાથરૂમમાં ગયો હતો અને નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ પણ ફિરોઝાએ નગ્ન થઇ વીડિયો કોલ કરવા કહ્યું હતું. ત્યારે પણ યુવક ઘરે હતો પરંતુ લાલશામાં આવી યુવકે બાથરૂમમાં જઇ ફરી વીડિયો કોલ કર્યો હતો.
First published: January 20, 2020, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading