અમદાવાદ: સોલા સિવિલમાં કોરોનાથી દર્દીનું મોત થતા હંગામો, 'ધડા-ધડી' કરનાર 3ની ધરપકડ


Updated: April 12, 2021, 7:24 PM IST
અમદાવાદ: સોલા સિવિલમાં કોરોનાથી દર્દીનું મોત થતા હંગામો, 'ધડા-ધડી' કરનાર 3ની ધરપકડ
ત્રણ લોકોની ધરપકડ

સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા ટોળાએ મોડી રાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો. ત્રણે શખ્સો અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી.

  • Share this:
અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ કરનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસે ફરિયાદ નોંધી છે. આ શખ્સો કોવિડ હોસ્પિટલ માં દાખલ દર્દીના મોતને પગલે હોસ્પિટલમાં તોડફોડ કરી આતંક મચાવનાર શખ્સોના CCTV ફૂટેજમાં પણ સામે આવ્યા છે જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા ટોળાએ મોડી રાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો. કોમ્પ્યુટર, સીપીયુ અને નર્સિંગ સ્ટાફ જોડે ગેરવર્તન કરીને અફરા તફરીનો માહોલ સર્જ્યો હતો.

સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવાર દરમિયાન ત્રણેક જેટલા શખ્સો એ નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ પણ કરી જેને પગલે નર્સિંગ સ્ટાફે બનાવ અંગેની જાણ પોલીસને કરતા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ ત્રણેય શખ્સો અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી છે અને તેમના પરિવારજનની એક મહિલા કોરોનાની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા જેનું સારવાર દરમિયાન મોત હતા આક્રોશમાં આવી ગયેલા ત્રણ શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હંગામો કર્યો હતો.

કોરોના દર્દીના પરિવારનો હંગામો


આ પણ વાંચોજામનગર: 'રાત્રે કોઈ નથી મળવા આવ જે', પ્રેમિકાના પરિવારે ખેતરમાં ઝાડે બાંધી પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ આરોપી ઉદય ઠાકોર, સાગર ઠાકોર અને જીતેન્દ્ર ઠાકોર સીસીટીવી ફુટેજમાં પણ તોડફોડ અને હંગામો મચાવતા દેખાઈ રહ્યા છે, જેને પગલે સિવિલ RMOએ ફરિયાદ નોંધાવી છે. નર્સિંગ સ્ટાફ સાથે બનેલી આ ઘટનાને પગલે સોલા સિવિલ ખાતે નર્સો દ્વારા કાળી પટ્ટી બાંધી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા કરવામાં આવતા હુમલાના સંદર્ભે રજુઆત પણ કરવામાં આવી, ત્યારે બીજી તરફ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે સોલા ના પીઆઈ નું કેહવું છે કે આ મામલે આરોપી સામે ipc 323,294(ખ),186,336,114 થતા gpa એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: April 12, 2021, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading