અમદાવાદ : કોરોનાનો કહેર વધ્યો : અમદાવાદની સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉન તરફ વળી


Updated: April 18, 2021, 6:34 PM IST
અમદાવાદ : કોરોનાનો કહેર વધ્યો : અમદાવાદની સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉન તરફ વળી
ન્યુ રાણીપમાં સ્વયંભૂ લોકડાઉન

શહેરના ન્યુ રાણીપ વિસ્તારની 40થી વધુ સોસાયટીઓએ આગામી એક સપ્તાહ સુધી એટલે કે 25 એપ્રિલ સુધી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાની બીજી લહેર વધુ ભયાનક છે જેને પગલે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારની સોસાયટીઓ હવે સ્વયંભુ લોકડાઉન તરફ વળી છે. શહેરના ન્યુ રાણીપની 40થી વધુ સોસાયટીઓએ સ્વયંભુ લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં કોરોનાનુ સંક્રમન વધતા રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે.

જોકે નિષ્ણાતો માને છે કે કોરોનાની ચેઇન તોડવી હશે તો લોકડાઉન જરૂરી છે. તેવામાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. શહેરના ન્યુ રાણીપ વિસ્તારની 40થી વધુ સોસાયટીઓએ આગામી એક સપ્તાહ સુધી એટલે કે 25 એપ્રિલ સુધી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઅમદાવાદ અમરાઈવાડી હત્યા કેસ CCTV Video : કેમ અને કોણે ચંદનને રહેંસી નાખ્યો? થયો ખુલાસો, 4ની ધરપકડ

આ વિસ્તારની સોસાયટી બપોરે 2થી સવારે 6 વાગ્યા સુધી બંધ પાળશે. આ સોસાયટીમાંથી કારણ વગર બહાર નીકળતા લોકોને રોકવામાં આવશે. કારણ વગર સોસાયટીમાં નીચે કોઈને બેસવા દેવામાં આવશે નહિ. આ વિસ્તારના વેપારીઓ અને શોપીંગ સેન્ટરમાં પણ આ સોસાયટીના યુવાનો પહોંચી સ્વયંભુ લોકડાઉનમાં જોડાવા જાગૃત કરશે. આ અંગે છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીના આગેવાનો સોશ્યિલ મીડિયા પર બેઠક કરે છે અને બેઠકમાં રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ જોડાયા હતા.

આ પણ વાંચોરાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી

માત્ર રાણીપની આ 40 સોસાયટીઓ જ નહીં શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને શ્રી ઉમિયા વિકાસ ટ્રસ્ટ દ્વારા પણ પાંચ દિવસનું સ્વયંભુ લોકડાઉન જાહેર કરાયું છે. જ્યાં ત્રણ દિવસથી યુવાનો લોકોને બંધ રાખવા અને લોકોને ઘરે રહેવા સુરક્ષિત રહેવા અપીલ કરી રહ્યા છે.મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ ઘટાડવા દેશના અલગ અલગ રાજ્યો લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ગુજરાત સરકાર પર પણ લોકડાઉન લગાવવા દબાણ વધી રહ્યું છે. તેવામાં હવે અમદાવાદ ની સોસાયટી અને વિસ્તારઓના અગ્રણીઓ કોરોના સામેની લડાઈમાં આગળ આવી રહ્યા છે.
Published by: kiran mehta
First published: April 18, 2021, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading