અમદાવાદમાં ચકચાર, નરોડા પાટિયા કેસના આરોપી કાળુની તીક્ષ્ણ હથિયારના 12થી 15 ઘા મારી હત્યા કરાઈ


Updated: May 3, 2021, 12:26 AM IST
અમદાવાદમાં ચકચાર, નરોડા પાટિયા કેસના આરોપી કાળુની તીક્ષ્ણ હથિયારના 12થી 15 ઘા મારી હત્યા કરાઈ
પોલીસે હત્યા મામલે બે આરોપીની ધરપકડ કરી

મૃતક નરોડા પાટિયા કાંડમાં આરોપી હોવાનું સામે આવ્યું. જે થોડા સમય પહેલા સાબરમતી જેલ માંથી પેરોલ પર બહાર આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરમાં જાણે હત્યાની સિઝન ચાલી રહી હોય તેમ એક બાદ એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. નરોડા પાટિયા હત્યાકાંડમાં આરોપીની જ 2 લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી. આ ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની અટકાયત કરી છે.

નરોડા પોલીસની ગિરફ્તમાં આવેલ આ શખ્સનું નામ છે કમલેશ ચુનારા, આરોપી કમલેશની નરોડા પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે, અને માત્ર કમલેશ જ નહિ પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે. ગત રાતે પોલીસને બનાવ અંગે જાણ થતાં નરોડા પોલીસ પાટિયા નજીક સંજય નગર છાપરા પાસે પહોંચી, ત્યારે નવાબ કાળુ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ પડ્યો હતો.

પોલીસે તપાસ કરતા મૃતકને પકડાયેલા આરોપીઓએ 12 થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી મહિલાને કે ભગાડી ગયો હતો. જેની અદાવત અને અગાઉની નાણાં ની લેવડ દેવડ બાબતે તાજેતરમાં જ બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી ને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો.

આ પણ વાંચોશિક્ષકે પત્ની અને 13 મહિનાના બાળકનું ગળું કાપી નાખ્યું, પછી ફાંસી લગાવી લીધી, કેમ બની આઘાતજનક ઘટના?

આ ઘટનામાં નવાબ ઉર્ફે કાળુ ઠાકોરનું મોત નિપજતા બંનેની પોલીસે ધરપકડ કરી. તેમજ તપાસમાં આરોપી નોકરી કરતો હોવાનું અને મૃતક નરોડા પાટિયા કાંડમાં આરોપી હોવાનું સામે આવ્યું. જે થોડા સમય પહેલા સાબરમતી જેલ માંથી પેરોલ પર બહાર આવ્યો હતો.

આ પણ વાંચોસુરત : બાઈક એક ટ્રક વચ્ચે Live અકસ્માત Video: બાઈક 30-40 ફૂટ ઢસડાયું, યુવાનનું કરૂણ મોત પોલીસે ઘટના અંગે તાત્કાલિક તપાસ કરતા આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ સગીર સહિત બે ની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ હાલ આ જ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણસર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જે પોલીસ તપાસમાં જ સામે આવશે. જેમાં માટે પોલીસે તપાસ તેજ કરી છે.
Published by: kiran mehta
First published: May 3, 2021, 12:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading