અમદાવાદ : મહિલાના ડિવોર્સ થતા પિતરાઈ ભાઈએ કહ્યું, 'આપણે ફિઝિકલ રિલેશન રાખીએ મારે જરૂર છે'

News18 Gujarati
Updated: August 1, 2021, 12:31 PM IST
અમદાવાદ : મહિલાના ડિવોર્સ થતા પિતરાઈ ભાઈએ કહ્યું, 'આપણે ફિઝિકલ રિલેશન રાખીએ મારે જરૂર છે'
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News : અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જ પિતરાઈ ભાઈ સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલાએ (woman) તેના જ પિતરાઈ (Cousie) ભાઈ સામે છેડતી (Molestation) અને ધમકીની (threat) ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો કે તેના ડિવોર્સ (Divorce) થઈ ગયા બાદ આ પિતરાઈ ભાઈ તેને વારંવાર ફોન કરતો અને ફિઝિકલ રિલેશન (Physical Relation) રાખવા દબાણ કરતો હતો અને જરૂરિયાત હોવાનું કહી પરેશાન કરતો હતો. ધમકીઓ આપ્યા બાદ હવે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) તપાસ શરૂ કરી છે. શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા તેના માતા-પિતા તેમજ ભાઇ-ભાભી સાથે રહે છે. આ મહિલા અગાઉ નવરંગપુરા ખાતે આવેલી એક ઓફિસમાં આર્કિટેક નું કામ કરતી હતી. વર્ષ 2008માં રાણીપ ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને બાદમાં વર્ષ 2015માં તેણે એક પુત્ર ને જન્મ આપ્યો હતો.

જોકે, મહિલાને તેના પતિ સાથે મનમેળ ન રહેતાં વર્ષ 2019 માં છૂટાછેડા લીધા હતા. છુટાછેડા લીધા બાદ એટલે કે આજથી ત્રણેક માસ અગાઉ આ મહિલાના ફોન પર તેના કાકા ના નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર અન્ય કોઈ નહિ પણ તેનો જ પિતરાઈ ભાઈ હતો. તેણે ફોન પર કહ્યું હતું કે મારે તમને મળવું છે જેથી મહિલાએ કહ્યું કે હાલ તેની પાસે સમય નથી. જો કે તેમ છતાં પણ આ યુવકનો વારંવાર આ મહિલા પર ફોન આવતો હતો અને મળવા જણાવતો હતો.

આ પણ વાંચો : ગીર સોમનાથ : ADMની ગાડીની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત, સરકારી ગાડીએ બાઇક ચાલકનો જીવ લીધો!

પરંતુ મહિલા તેને મળવાની ના પાડતી હતી. મહિલાએ શું કામ છે ફોન માં જણાવો એવું કહેતા રૂબરૂમાં જણાવીશ તેમ કહી અનેક વાર ફોન કર્યો હતો. ત્યારે ફોનમાં આ વ્યક્તિએ મહિલાને "તું ડિવોર્સી છે અને હું પણ મારી પત્ની થી ખુશ નથી મારે ફિઝિકલ રિલેશન તારી સાથે રાખવા છે અને તારી પણ જરૂરિયાત હશે"

એવું કહ્યું હતું. જો કે મહિલાએ આવા કોઈ રિલેશન રાખવાની ના પાડી હતી અને ફોન ન કરવા કહ્યું હતું છતાં ફોન કરી ખોટી રીતે અવારનવાર શારીરિક સંબંધ રાખવા આ વ્યક્તિએ માગણીઓ કરી હતી.મહિલાએ તેને સમજાવ્યું કે આપણે એક કુટુંબના છીએ આવી વાતો આપણે ન કરી શકીએ છતાંય તે વારંવાર ફોન કરતો હતો. ત્યારે મહિલાનો ફોન ખોવાઈ ગયો હતો અને બાદમાં અનેક દિવસ બાદ તેણે નવો ફોન લીધો હતો. તે દરમિયાન આ કૌટુંબિક ભાઇ નો ફોન આવતો બંધ થયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : બૂટલેગર રાજુ ગેંડીના પુત્રના આતંકનો CCTV Video, વેપારીને માર્યો ઢોર માર

પરંતુ જ્યારે મહિલાએ નવો ફોન લીધો ત્યારે ફરીથી તેનો ફોન આવવાનું શરુ થયું હતું અને whats app મેસેજો આ પિતરાઈ ભાઈ કરતો હતો. મહિલાએ તેના કુટુંબના લોકોને આ વાત કરતા કૌટુંબિક ભાઇએ ફોન કરી તું આપણી વાતો બધાને કહેતી ફરે છે તારે શારીરિક સંબંધો બાંધવા જ પડશે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આખરે મહિલાએ આ બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: August 1, 2021, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading