અમદાવાદ: યુવતીની નગ્ન તસવીરો વાયરલ, પોલીસ તપાસમાં પૂર્વ પ્રેમી જ આરોપી નીકળ્યો


Updated: May 12, 2021, 4:13 PM IST
અમદાવાદ: યુવતીની નગ્ન તસવીરો વાયરલ, પોલીસ તપાસમાં પૂર્વ પ્રેમી જ આરોપી નીકળ્યો
આરોપી (ડાબે)

સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરીના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમના પરિવારજનોમાં મોકલવામાં આવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે (Cyber crime branch) એક યુવકની ધરપકડ કરી છે. આરોપી મૂળ સરસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવક પર ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરીના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ કરી તેમના પરિવારજનોમાં મોકલવામાં આવી રહ્યા છે. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી નરેન્દ્ર પટેલ નામનો યુવક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને જે તે સમયે આરોપી યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બંનેએ એકાંત માણતા હોય તેવી તસવીરો લીધી હતી. યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા યુવકે આ તસવીરો વાયરલ કરી હતી.

હકીકતમાં શહેરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેની દીકરીના ન્યૂડ ફોટો મોકલનાર સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ તેની દીકરીની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે, દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બંને વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. બાદમાં મનમેળ ન રહેતા યુવતીએ તેના પ્રેમી સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: ભુજ: સરકારે મીની લૉકડાઉન લંબાવતા શેરી ફેરિયાઓએ સામુહિક મુંડન કરીને નોંધાવ્યો વિરોધ

જે બાદમાં યુવકે બદલો લેવા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની તસવીરો અને વીડિયો યુવતીની માતાના જીજાજીને ટેલિગ્રામમાં મોકલી આપી તેની બદનામી કરી હતી. જે બાબતે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસનું કેહવું છે કે, યુવતીને આ છોકરા સાથે મનમેળ ન આવતા તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો.

આ પણ વાંચો: રાજકોટ: મિત્રએ દારૂ પીવડાવી કરી મિત્રની હત્યા, પ્રેમિકાને ફોન કરીને કહ્યું, 'તારા પતિને કામે લગાડી દીધો છે'
આ પણ વાંચો: સોશિયલ મીડિયા થકી રેમડેસિવીર ઇન્જેક્શન શોધતા પહેલા ચેતજો, તમારી સાથે પણ અમદાવાદની યુવતી જેવું બની શકે

યુવતીએ સંબંધ તોડી નાખતા નરેન્દ્ર પટેલ નામના શખ્સે યુવતીને બદનામ કરવા તેણીનો પીછો કરી ઈન્ટરનેટ પર એપ્લિકેશનની મદદથી એક મોબાઈલ નંબર બનાવી તે નંબર પરથી ફરિયાદી મહિલાના જીજાજીને બીભત્સ ફોટો મોકલી આપ્યા હતા. જે બાબતે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવકનો મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: May 12, 2021, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading