અમદાવાદ : મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું, સહાયની રકમ જમા થઈ અને ઉપડી પણ ગઈ


Updated: July 15, 2020, 5:50 PM IST
અમદાવાદ : મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું, સહાયની રકમ જમા થઈ અને ઉપડી પણ ગઈ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના જાગૃત નાગરિક તરીકે એક સિનિયર સિટિઝન મહિલાએ માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજનાના નામે સાઇબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ : સહાયના નામે ડમી એકાઉન્ટ (Bogus Bank Account) ખોલીને કૌભાંડ આચરવાનું નેટવર્ક લોકડાઉન (Lockdown) બાદ સક્રિય થયું હોવાની શંકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police Station)માં અરજી નોંધાઈ છે. મૂળ અમદાવાદનાં અને લૉકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયા (Australia)માં રહેતા સિનિયર સિટિઝન મહિલા (Senior Citizen Woman)ની જાણ બહાર બેન્કમાં ખાતું (Bank Account) ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ હતી. આ કૌભાંડ પાછળ કોઈ નેટવર્ક છે કે કેમ તેની તપાસ પોલીસે આદરી છે.

અમદાવાદના જાગૃત નાગરિક તરીકે એક સિનિયર સિટિઝન મહિલાએ માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજનાના નામે સાઇબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે. કેમ કે ફરીયાદીના હાથમાં સહાયના એક હજાર રૂપિયા આવ્યા ન હતા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક એકાઉન્ટ ખુલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ હતી.

આ પણ વાંચો : RIL AGM 2020 : રિલાયન્સ AGMમાં કરાયેલી મુખ્ય જાહેરાતો, તમને શું નવું મળશે

લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી અને આ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદોને પહોંચે તે જરૂરી હતું. માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી. તે દરમિયાન માધુપુરાના એક સિનિયર સિટિઝન સહાયની જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું, તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ગરીબ કલ્યાણ યોજનાના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવેલા છે. આ જોઈ સિનિયર સિટિઝને દીકરાને વાત કરી હતી. પુત્ર ભાવિનસિંહ રાઠોડ એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોય આ યોજનામાં કૌભાંડની શંકા ફરિયાદ કરવાનું નક્કી કર્યું હોવાનું તેઓએ જણાવ્યું છે.આ પણ વાંચો : Jio અને Google સાથે મળીને ભારતને 2G મુક્ત કરશે : મુકેશ અંબાણીભાવિનસિંહ રાઠોડે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન માતા ઓસ્ટ્રેલિયામાં અટવાયા હતા. પરંતુ મોબાઇલમાં એક હજાર રૂપિયા સહાય પેટે જમા થયા હોવાની જાણ થતા કૌભાંડની શક્યતા લાગી અને આ બાબતે પોલીસમાં અરજી કરી છે. જોકે, પરિવારની વાત માનીએ તો પુરવઠા વિભાગના અધિકારીઓ સર્વે માટે ફ્લેટમાં અનેક જગ્યાએથી દસ્તાવેજો લઈ ગયા હતા અને સહાયની જરૂરિયાત છે કે કેમ તે બાબતનું સર્વે પણ કર્યો હતો. પરંતુ અન્ય જરૂરિયાતમંદોને સહાયનાં રૂપિયા હજી સુધી નથી મળ્યા ત્યારે આ સુખી કુટુંબના ખાતામાં એક હજાર રૂપિયા જમા કેવી રીતે થયા? કોણ તેનો લાભ મેળવી ગયું? વગેરે તપાસનો વિષય બન્યો છે.વીડિયો જુઓ  : નીતા અંબાણીએ RIL AGMમાં પ્રથમ વખત સંબોધન કર્યું

આ ઘટનાને પગલે સતર્કતા દાખવી પરિવારે પોલીસને જાણ કરી છે. હવે સવાલ એ થાય છે કે સાઇબર ગઠિયાઓ આવા બૉગસ દસ્તાવેજોના આધારે અન્ય કેટલા ગરીબોની સહાય રકમ ચાંઉ કરી ગયા હશે? હાલ પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે ત્યારે તપાસના અંતે શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું.
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading