અમદાવાદ: ડો.સુરજીતકુમારએ કહ્યું, 'Corona એ તંત્રની નિષ્ફળતા નથી, લોકોની બેદરકારી છે'


Updated: November 21, 2020, 5:57 PM IST
અમદાવાદ: ડો.સુરજીતકુમારએ કહ્યું, 'Corona એ તંત્રની નિષ્ફળતા નથી, લોકોની બેદરકારી છે'
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રની ટીમના સભ્ય ડો સુરજીત કુમારે જણાવ્યુ હતુ કે, ગુજરાતની બે દિવસની મુલાક પર છીએ. વર્તમાન પરિસ્થિતિમાં કઇ રીતે સ્થાનિક તંત્ર અને હોસ્પિટલ કામ કરે છે તે અંગે સમિક્ષા કરી રહ્યા છીએ

  • Share this:
અમદાવાદમાં દિલ્લીની ત્રણ ડોક્ટરોની ટિમ મુલાકાતે આવે હતી. આ કેન્દ્રીય આરોગ્ય ટીમે એસવીપી હોસ્પિટલ મુલાકાત લીધી હતી. કોરોના દર્દીઓ સાથે ચર્ચા અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.

ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથું ઉચક્યું છે. 10 થી 15 દિવસમાં કોરોનાનો ગ્રાફ અચાનક જ વધ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રીય આરોગ્ય ટિમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી હતી. દિલ્લીની ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડોકટરો સાથે પીપીઈ કીટ પહેરીને કોરોના દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. ડોક્ટરોને ચાર કલાક સુધી એસવીપી હોસ્પિટલમાં મીટીંગો કરી હતી.

કેન્દ્રની ટીમના સભ્ય ડો સુરજીત કુમારે જણાવ્યુ હતુ કે, ગુજરાતની બે દિવસની મુલાક પર છીએ. વર્તમાન પરિસ્થિતિમાં કઇ રીતે સ્થાનિક તંત્ર અને હોસ્પિટલ કામ કરે છે તે અંગે સમિક્ષા કરી રહ્ય છીએ. કેન્દ્ર સરકાર તરફથી શુ મદદ સ્થાનિક તંત્રને આપી શકાય તેમજ સ્થાનિક તંત્ર તરફથી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા કઇ પ્રકારની છે તે અંગે નિરીક્ષણ અને અધિકારી ડોક્ટર સાથે ચર્ચા કરીશું.

અમદાવાદમાં : મહિલાને શરદી-તાવ આવ્યો, Coronaના ડરથી પરિવારને બચાવવા કર્યો આપઘાત

અમદાવાદમાં : મહિલાને શરદી-તાવ આવ્યો, Coronaના ડરથી પરિવારને બચાવવા કર્યો આપઘાત


કેન્દ્રીય આરોગ્ય ટીમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. અમદાવાદ શહેરમાં કોરોના અને નોન કોરોના માટે આપવામાં આવતી એમ્બ્યુલન્સ સેવા અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં અમદવાદ માટે 300 ડોકટરો ફાળવમાં આવ્યા છે. જેમાં વિવિધ ડ્યુટી આપવામાં આવશે.યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓફિસમાં કામ કરતા યુવકના નામે રિકવેસ્ટ મોકલી અને...

યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓફિસમાં કામ કરતા યુવકના નામે રિકવેસ્ટ મોકલી અને...

ડો.સુરજિતકુમારે કહ્યું હતું કે, કોરોના એ તંત્રની નિષ્ફળતા નથી પણ લોકોની બેદરકારી છે. કેન્દ્રીયની ટીમે મેડિકલ સુવિધાઓમાં ફેરફાર અને મેડકિલ સુવિધાઓમાં વધારા અંગેના સૂચનો કર્યા હતા. કેન્દ્રયની ટીમે અમદાવાદ બાદ વડોદરા હોસ્પિટલની મુલાકાતે રવાના થઇ હતી.
Published by: kiran mehta
First published: November 21, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading