મિત્રતાના સંબંધને લાંછન લગાવતો અમદાવાદનો કિસ્સોઃ પતિના નાનપણના મિત્રએ જ ભાભી સાથે કર્યું ન કરવાનું કામ


Updated: June 20, 2021, 12:44 AM IST
મિત્રતાના સંબંધને લાંછન લગાવતો અમદાવાદનો કિસ્સોઃ પતિના નાનપણના મિત્રએ જ ભાભી સાથે કર્યું ન કરવાનું કામ
પ્રતિકાત્મક તસવીર

તારા પતિનું બધું દેવ પૂરું કરી દઈશ, તું મારી સાથે લગ્ન કરી દે. જેથી મહિલાએના પાડતાં અલતાફએ મહિલાનો હાથ પકડી કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે તું મારી સાથે લગ્ન કરી લે.

  • Share this:
અમદાવાદ: મિત્રતાના સંબંધને (friendship) લાંછન લગાડે તેવો કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના નાનપણના મિત્ર સામે છેડતીની (friend molestation with bhabhi) ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો પતિ ચાંગોદર ગયો હતો ત્યારે તેના પતિનો મિત્ર ઘરે આવ્યો હતો અને મહિલાના બાળકને મોબાઈલ ફોન આપી બાદમાં મહિલાને ફ્લેટની નીચે બોલાવી બાઈક પર બેસાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો. ત્યાં જઈ આ મહિલા તેને ગમતી હોવાની વાત કરી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે મહિલાએ મનાઈ કરતા તેનો હાથ પકડી તેની છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઇને મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur police station) ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 34 વર્ષીય મહિલા તેના પતિ સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. આ મહિલાનો પતિ રીક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલા અગાઉ શાહપુર ખાતે રહેતી હતી ત્યારે તેના પતિનો નાનપણનો મિત્ર અલ્તાફ શેખ ને તેમના પરિવારમાં ઘર જેવો સંબંધ હતો. બાદમાં વર્ષ ૨૦૦૭માં આ મહિલા અને તેનો પરિવાર શાહપુર વિસ્તાર છોડીને પરિવાર સાથે ફતેવાડી રહેવા આવ્યા હતા. ત્યારબાદ આ મહિલાના પતિ નો ફોન ખોવાઈ જતા નવો ફોન અને સીમકાર્ડ લીધું હતું. જેથી પતિના મિત્ર અલ્તાફ શેખ સાથે સંપર્ક રહ્યા નહોતા.

આજથી દોઢેક માસ પહેલા આ મહિલા અને તેનો દિયર કામથી બહાર જતા હતા. ત્યારે ફ્લેટની નીચે રિક્ષાની રાહ જોઇને ઊભા હતા. આ દરમિયાન તેના પતિ નો જૂનો મિત્ર અલતાફ શેખ તેની રિક્ષા લઈને ડુંગળી બટાકા નો વેપાર કરતો હતો અને આ મહિલાના દિયરને જોઇ જતાં તેની પાસે આવ્યો હતો અને મહિલાના પતિ નો નંબર માગતા મહિલાના દિયરે ભૂલથી આ મહિલા નો નંબર આપી દીધો હતો. બાદમાં બે-ત્રણ દિવસ પછી અવારનવાર આ અલ્તાફ મહિલા ને ફોન કરી તેની સાથે અને તેના પતિ સાથે વાતચીત કરતો હતો. મહિલાના પતિને ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર હોવાથી મહિલાએ અલ્તાફને ૧૦ હજારની લોન અપાવવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

બાદમાં થોડા દિવસ પછી મહિલા ના દીકરા નો ફોન તુટી ગયો હોવાથી મહિલાએ તેના પુત્રને એક જુનો ફોન લઇ આપવાની વાત કરી હતી. જેથી આ અલ્તાફ એ બે ચાર દિવસમાં ફોનની સગવડ કરી આપી ફોન આપી જવાનું કહ્યું હતું. ગત ૧૮મી તારીખે રાત્રે મહિલા તેના પરિવારજનો સાથે ઘરે હાજર હતી. ત્યારે તેના પતિનો મિત્ર અલ્તાફ તેના ઘરે આવ્યો હતો અને મહિલાના દીકરાને વાપરવા માટે એક જુનો ફોન આપી એકાદ કલાક રોકાયો હતો અને બાદમાં જતો રહ્યો હતો.આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

થોડા સમય બાદ અલ્તાફ મહિલા ને ફોન કરી જણાવ્યું કે હું તમારા ફ્લેટ નીચે ઉભો છું તમે નીચે આવો મારી તમારી સાથે વાત કરવી છે. જેથી મહિલાએ જણાવ્યું કે તેના પતિનો આવવાનો સમય થઈ ગયો છે જેથી અલતાફ એ કહ્યું કે તેનો પતિ હાલ રિક્ષા લઈને ચાંગોદર ગયો હોવાથી તેને આવતા વાર લાગશે. જેથી મહિલા નીચે ગઈ હતી ત્યારે અલ્તાફ આ મહિલાને બાઈક પાછળ બેસવાનું કહી અલ્તાફ તે મહિલાને મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો.અને ત્યાં જઈને જણાવ્યું કે તારા પતિનું બધું દેવ પૂરું કરી દઈશ, તું મારી સાથે લગ્ન કરી દે. જેથી મહિલાએના પાડતાં અલતાફએ મહિલાનો હાથ પકડી કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે તું મારી સાથે લગ્ન કરી લે. જેથી મહિલાની છેડછાડ કરનાર અલ્તાફની હરકત બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા આખરે પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ અલ્તાફ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: June 20, 2021, 12:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading