અમદાવાદ: ગર્લફ્રેન્ડ હોવા છતાં યુવક અન્ય યુવતી સાથે રાખતો હતો સંબંધ, યુવતીએ આ કારણે સંબંધ તોડતા કરી આવી હરકત

News18 Gujarati
Updated: August 9, 2021, 11:13 AM IST
અમદાવાદ: ગર્લફ્રેન્ડ હોવા છતાં યુવક અન્ય યુવતી સાથે રાખતો હતો સંબંધ, યુવતીએ આ કારણે સંબંધ તોડતા કરી આવી હરકત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Ahmedabad news: ફોન પર સંબંધ કેમ નથી રાખતી તેવી વાત કરી યુવતીનો પ્રેમી અને તેનો મિત્ર ઘરે પહોંચી ગયા અને પથ્થર મારીને બારીનો કાચ ફોડી નાખ્યો.

  • Share this:
અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં ફિલ્મમાં દર્શાવાતી લવ સ્ટોરી (Love story) જેવી કહાની સામે આવી છે. એક યુવતીને 11મા ધોરણથી એક યુવક સાથે મિત્રતા થઈ હતી, બાદમાં બંને પ્રેમમાં (Love relation) પડયાં હતાં. જોકે, યુવતીનો પ્રેમી જૂની મિત્ર સાથે પણ પ્રેમ સંબંધ રાખતો હોવાથી યુવતીએ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. આમ છતાં યુવક તેને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને વારંવાર ફોન કરી પરેશાન (Harassment) કરતો હતો. રવિવારના દિવસે યુવતી ઘરે સૂતી હતી ત્યારે પ્રેમીએ ફોન કરી ધમકી આપી હતી અને ગાળો પણ ભાંડી હતી. યુવતી યુવકનો મોબાઇલ નંબર બ્લોક કરી દેતા તે તેણીના ઘરે પહોંચી ગયો હતો અને બારી પર પથ્થર મારી કાચ ફોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નવા વાડજમાં રહેતી 25 વર્ષીય યુવતી જ્યારે ધો.11મા ભણતી હતી ત્યારે નારણપુરામાં રહેતા સગીર સાથે તેનો સંપર્ક થયો હતો. યુવાવસ્થામાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતી અને યુવક બંને સગાઈ પણ કરવાના હતા. પરંતુ યુવતીનો બોયફ્રેન્ડ તેની જૂની મિત્ર સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાથી યુવતીએ તેની સાથે બોલવાનું બંધ કર્યું હતું. બાદમાં પ્રેમીને તેણે બ્લોક પણ કરી દીધો હતો. જેથી પ્રેમી અલગ અલગ નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી પરેશાન કરતો હતો.

આ પણ વાંચો: રૂ. 16 કરોડ એકઠા થાય તે પહેલા જ દુર્લભ બીમારીથી પીડિત ચાર મહિનાના વિવાન વાઢેરનું નિધન

રવિવારે યુવતી અને તેની એક ફ્રેન્ડ સૂતા હતા ત્યારે યુવતીના પ્રેમીનો ફોન આવ્યો હતો. યુવકે યુવતીને ફોનમાં મારી સાથે કેમ સંબંધ રાખતી નથી તેવું કહીને ગાળો બોલી હતી. જેથી યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. બાદમાં યુવતીની ફ્રેન્ડના ફ્રેન્ડનો ફોન પણ આવ્યો હતો અને ક્યાં છે તેમ પૂછી ગાળો બોલી હતી.

બાદમાં યુવતીના પ્રેમીએ પણ ફોન કરી ગાળો બોલી હતી. એટલું જ નહીં, વહેલી સવારે યુવક યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને પથ્થર મારી બારીના કાચ ફોડી નાખ્યા હતા. સાથે જ ધમકી પણ આપી હતી. આ બનાવથી યુવતીનો પરિવાર હેબતાઈ ગયો હતો. જે બાદમાં યુવતીએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર બાબતે વાડજ પોલીસે ફરિયાદ નોંધી બંને શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 9, 2021, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading