અમદાવાદનો એક જ ગઠિયો ચલાવતો હતો કોલ સેન્ટર, વિદેશીઓને ઓછા વ્યાજે લોન આપવાનું કહી કરતો હતો ઠગાઈ


Updated: February 18, 2021, 3:08 PM IST
અમદાવાદનો એક જ ગઠિયો ચલાવતો હતો કોલ સેન્ટર, વિદેશીઓને ઓછા વ્યાજે લોન આપવાનું કહી કરતો હતો ઠગાઈ
આરોપીની તસવીર

યુવક નાગરિકોને વિશ્વાસમાં લેવા પોતાનાં લેપટોપમાં બીજી બેંકનો ચેક તૈયાર કરી મેજીક દ્વારા ચેકનો ફોટો ગ્રાહકોને મોકલી પ્રોસેસિંગ દ્વારા વિદેશી નાગરીકોના ગિફ્ટ કાર્ડમાંથી 25થી 30 ડોલર પડાવી લેતો હતો.

  • Share this:
અમદાવાદમાં (Ahmedabad) વિદેશી નાગરિકોને ઠગતુ વધુ એક કોલ સેન્ટર (call center) ઝડપાયુ છે. રામોલ પોલીસ (Ramol Police) ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી, તે સમયે તેઓને બાતમી મળી હતી કે, વસ્ત્રાલમાં માધવ હોમ્સમાં એક મકાનમાં યુવક કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો (fraud with foreigners) સાથે છેતરપીંડી આચરે છે. જેથી રામોલ પોલીસે બાતમીનાં આધારે માધવ હોમ્સમાં રેડ કરતા એક યુવક ઘરમાં જ કોલ સેન્ટર ચલાવતા ઝડપાઈ ગયો હતો.

રામોલ પોલીસે રેડ કરતા ઘરમાં યુવક પલંગ ઉપર બેસીને લેપટોપ તેમજ મોબાઇલમાં અંગ્રેજી ભાષામાં વાતચીત કરતાં જણાતા તેની પૂછપરછ કરતાં તેનું નામ હિરેન પંકજભાઈ સુથાર હોવાનું સામે આવ્યું હતુ. તેમજ કોલ સેન્ટર બાબતે પૂછપરછ તેણે જણાવ્યું હતું કે, પોતે વિદેશમાં રહેતા નાગરિકોના ઓનલાઈન ડેટા એટલે કે, લીડ મેળવી પોતાના મોબાઈલ ફોનમાં મેજિક જેક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતે પોતાનું નામ ક્રિસ હોવાનું કહી કસ્ટમરને કોલ કરી કરતો હતો.

Live મિટીંગમાં પત્ની પતિને કિસ કરવા લાગી, IPSએ લખ્યું કે, WFHના ખતરા, જુઓ Video

યુવક પોતે કેશનેટ યુ.એસ કંપનીમાંથી બોલે છે તેવુ કહીને ઓછા વ્યાજે પર્સનલ લોન માટે તૈયાર કરતો હતો. ગ્રાહકો પાસેથી લોનનાં શિપિંગ ચાર્જ પેટે 25થી 30 ડોલર ચૂકવવાનું જણાવી તેઓને ગુગલ પે અને એપલ કંપનીના સ્ટોરમાં જઈ ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવી વિદેશી નાગરિકોનો વિશ્વાસ કેળવી ગિફ્ટ કાર્ડનો કોડ પ્રોસેસિંગમાં મોકલતો હતો.

Video: મધુ શ્રીવાસ્તવ ફરી આવ્યા વિવાદમાં, કહ્યું 'પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે'

યુવક નાગરિકોને વિશ્વાસમાં લેવા પોતાનાં લેપટોપમાં બીજી બેંકનો ચેક તૈયાર કરી મેજીક દ્વારા ચેકનો ફોટો ગ્રાહકોને મોકલી પ્રોસેસિંગ દ્વારા વિદેશી નાગરીકોના ગિફ્ટ કાર્ડમાંથી 25થી 30 ડોલર પડાવી લેતો હતો.રામોલ પોલીસે યુવકની ધરપકડ કરી તેની પાસેથી લેપટોપ, 2 મોબાઈલ ફોન, 2300 રૂપિયા રોકડા સહિત કુલ 32,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ યુવક સામે છેતરપિંડી અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તે આ કોલિંગનો ડેટા ક્યાંથી લાવ્યો અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરીને પૈસા પડાવ્યા તે તમામ દિશામાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: February 18, 2021, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading