અમદાવાદ: 500 રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને 1.16 લાખમાં પડ્યું, દીકરાના લગ્ન અટવાયા


Updated: March 16, 2021, 12:29 PM IST
અમદાવાદ: 500 રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને 1.16 લાખમાં પડ્યું, દીકરાના લગ્ન અટવાયા
આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવી લે છે.

આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવી લે છે.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) નારોલમા એક પરિવારને ઓનલાઈન ખરીદી (Online Shopping) કરવી ભારે પડી છે. રૂ 500નુ મરચુ પરિવારને રૂ 1.16 લાખમા પડયુ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રીમીનલે (Cyber criminal) ઓટીપી (OTP) મેળવીને એકાઉન્ટ ખાલી કરી દીધુ ને હવે  ઘટનાથી આ પરિવારના ઘરનો લગ્ન પ્રસંગ અટવાઈ ગયો છે.

ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર લીધો પણ લાગ્યો ઠગોને

અમદાવાદમા સાઈબર ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સાઈબર ક્રાઈમનો શિકાર વધુ એક પરિવાર થયો છે. નારોલમા રહેતા રમેશભાઈ ભાવસારને ઓનલાઈન ખરીદી આફત લઈને આવી છે. 9 માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂ 500નુ  એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. 13 માર્ચના રોજ ઘરે મરચુ આવ્યુ પરંતુ એક કિલોના બદલે 500 ગ્રામ આવ્યુ હતુ. જેથી એક કિલોના પૈસા લીધા હોવા માટે 250 રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર મેળવીને સંપર્ક કર્યો. પરંતુ તેમનો ફોન સાઈબર ક્રિમીનલને લાગ્યો. આ ટોળકીએ પૈસા પરત આપવાના નામે એટીએમનો નંબર અને ઓટીપી મેળવી લીધો અને ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂ 1.16 લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી.



ગુજરાતીઓ AC ખરીદવું છે? તો એપ્રિલ પહેલા જ ખરીદી લો, નહીં તો 10 હજાર જેટલી વધારે કિંમત ચૂકવવી પડી શકે છે

બેંકમાં રૂપિયા સુરક્ષિત રહેશે એટલે તેમાં રાખ્યા હતાસાઈબર ક્રાઈમથી પરિવાર આઘાતમા છે, તેમની આંખોમા આંસુ છે. કારણ કે ગુનેગારોએ બેન્કમાંથી જે પૈસા કાઢયા હતા તે ભાવસાર પરિવારે બેન્કમાંથી લોન લઈને રાખ્યા હતા. કારણ કે, દીકરાના લગ્ન લેવાના હતા. પરંતુ કોરોનાના લૉકડાઉનમા લગ્ન થઈ શકયા નહતા. બેન્કમા પૈસા સુરક્ષિત રહેશે તેવુ વિચારીને પરિવારે બેન્કના ખાતામા પૈસા જમા રાખ્યા. પંરતુ તેઓને કયા ખબર હતી કે હવે ખાતામા પણ પૈસા સુરક્ષિત નથી. સાયબર ક્રીમીનલ તેમની કમાણી લૂંટી રહયા છે. હવે દીકરાને કેવી રીતે પરણાવશે તે પ્રશ્ન આ પરિવારને સતાવી રહ્યો છે. અને સાયબર ક્રાઈમને પૈસા પરત મળે તેવી આજીજી કરી રહયો છે.



ગીર સોમનાથનો વાયરલ વીડિયો: ગઝનવીએ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવતા યુવાનની થઇ ઓળખ

સાયબર ક્રાઇમમાં આવી અનેક અરજીઓ અને ફરિયાદો આવતી હોય છે. ઘણા બધા કેસના ભેદ ઉકેલવામાં પણ આવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેટાનો ઉપયોગ કરવો અને તે ડેટા પરથી ઓનલાઈન શોપિંગ કરાવવાના બહાને ઠગાઈ થતી હોવાનું સામે આવ્યું છે.



એક જ કામથી બે ત્રણ ફ્રોડ આ ટોળકીઓ કરતી હોવાનું સામે આવતું હોય છે.

આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી

ભાવસાર પરિવારે છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવી લે છે. આ પરિવાર પણ સાયબર ગેંગના ચુગંલમા ફસાયો અને ઓનલાઈન ખરીદી નહિ કરવાની તમામને અપીલ કરી રહયો છે. હાલમા સાયબર ક્રાઈમ અને નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: March 16, 2021, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading