અમદાવાદ: Instaની કોમેન્ટમાં મેનેજરની પત્નીના મોબાઈલ નંબર સાથે લખ્યું 40/-hr, મહિલા પરેશાન


Updated: March 1, 2021, 10:57 AM IST
અમદાવાદ: Instaની કોમેન્ટમાં મેનેજરની પત્નીના મોબાઈલ નંબર સાથે લખ્યું 40/-hr, મહિલા પરેશાન
પ્રતીકાત્મક તસવીર

શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) મહિલાઓ (Woman) સાયબર ક્રાઇમનો (cyber crime) અતિશય પ્રમાણમાં ભોગ બની રહી છે. સાયબર ક્રાઇમ પોલીસમથકમાં રોજબરોજ અનેક અરજીઓ અને ફરિયાદો આવી રહી છે. જેમાં ફેક આઈડી બનાવવું, સમાજમાં બદનામ કરવા યુવતીના નામે લોકોને બીભત્સ મેસેજો કરવા, વીડિયો ફોટો વાયરલ કરવા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સાયબર ક્રાઇમમાં આવી જ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક પરિણીતાનો (Married woman) કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામ (instagram) પર એક પેજ પરની પોસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને નંબરની બાજુમાં 40/-hr. લખ્યું હતું. અનેક લોકોના ફોન આવતા જ મહિલાએ સાયબર ક્રાઇમને અરજી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાનો પતિ નોઇડા રહે છે

શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી માસમાં આ મહિલા તેમના પતિ પાસે ગયા હતા. ત્યારે ત્યાં તેમના પાડોશમાં એક યુવતી પુરુષ મિત્ર સાથે કઢંગી હાલતમાં ઉભી હતી. આ મહિલાને ચીડવવા આ બને લોકોએ વધુ હરકતો કરતા મહિલા ઘરમાં જતી રહી હતી. બાદમાં થોડીવાર પછી મહિલા બાલ્કનીમાં કપડા લેવા આવી ત્યારે આ યુવતી અને તેના પુરુષ મિત્રએ બીભત્સ હરકતો કરી હતી. જેથી મહિલાએ તેના પતિને આ બાબતે જાણ કરી અને બાદમાં મહિલા અમદાવાદ આવી ગઈ હતી.

ગાંધીનગર: CM રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ લીધી કોરોનાની રસી

ઇન્સ્ટા પર લખી હતી બીભત્સ કમેન્ટ

એકાદ માસ બાદ આ મહિલાને તેના પતિ મારફતે જાણ થઈ કે qqueen9468 નામના આઈડી ધારકે આ મહિલાનો ફોન નંબર મૂક્યો છે. બીજા આઈડી પર પણ આ મહિલાનો કોન્ટેક્ટ નંબર કૉમેન્ટમાં મૂકી તેની બાજુમાં 40/-hr. લખ્યું હતું. લોકોના ફોન આવતા જ મહિલાએ તપાસ કરી તો whatsapp_desi_video આઈડી પેજ પર આ મહિલાનો કૉમેન્ટમાં નંબર હતો. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. મહિલાએ પોલીસ સમક્ષ નોઈડા ખાતે તેની જે પાડોશી હતી કે, જે પૂરૂષ મિત્ર સાથે બીભત્સ વર્તન મહિલાને બતાવવા કરતી હતી તેણે આ હરકત કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.બનાસકાંઠા: બાયોગેસના કૂવામાં ઉતરેલા પ્લાન્ટનાં માલિકના પુત્ર અને ભાગીદારનું ગૂંગળામણથી મોત

જે બાબતે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આ મહિલા વિશે તપાસ શરૂ કરી છે. જો ટેક્નિકલ સર્વેલન્સમાં આ પાડોશી મહિલાએ કરતુત કરી હોવાના પુરાવા હાથ લાગશે તો પોલીસ તેની ધરપકડ કરી કાર્યવાહી કરશે.મંગેતરે રિકવેસ્ટ સ્વીકારી તો ફોટો અને બીભત્સ વીડિયો આવ્યા

અમદાવાદનાં સાયબર ક્રાઇમમાં સોશ્યલ મીડિયા પર એક યુવતી બદનામીનો ભોગ બની હોવાનો બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. 18 વર્ષની યુવતીની સાતેક માસ પહેલા સગાઈ થઈ હતી. બાદમાં મંગેતરને તે યુવતીના નામે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે સ્વીકારતા જ તેમાં યુવતીના ફોટો હતા સાથે સાથે બીભત્સ વીડિયો હતા. જેથી આ યુવતીને જાણ કરતા તેણે પણ સાયબર ક્રાઇમા અરજી આપતા હવે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: March 1, 2021, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading