મા તે મા: નણંદે દીકરીને રડાવતા પરિણીતાએ છોડી દીધુ ઘર, સાસરિયા સામે નોંધાવી ફરિયાદ


Updated: September 16, 2020, 9:46 AM IST
મા તે મા: નણંદે દીકરીને રડાવતા પરિણીતાએ છોડી દીધુ ઘર, સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

દીકરીને રડાવતી નણંદના હાથમાંથી દીકરીને લઇ લેવી પરિણીતાને ભારે પડ્યું છે. 

  • Share this:
અમદાવાદ : કહેવાય છે મા તે મા બીજા બધા વગડા ના વા. મા માટે આપણા સમાજમાં અનેક કહેવતો પણ છે. મા શબ્દ માટે ગમે તેટલી વાતો કહીએ તે પણ ઓછી પડે છે. આવો જ એક બનાવ શહેરના સરખેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. દીકરીને રડાવતી નણંદના હાથમાંથી દીકરીને લઇ લેવી પરિણીતાને ભારે પડ્યું છે.

વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી છે કે, લગ્નના એક વર્ષ બાદ તેના સાસુ સસરા ઘરકામની નાની નાની બાબતોમાં વાંક ગૂના કાઢી તેણે ત્રાસ આપતા હતા.  સાસરિયા કહેતા હતા કે, અમે અમારી દીકરીને ઘણું બધું કરિયાવરમાં આપ્યું છે. તું તારા મા બાપના ત્યાંથી કશું લીધા વગર આવી છે. જોકે, મહિલા આ અંગેની જાણ તેના જ્યારે  પતિને કરતી તો તે પણ તેને માર મારતો હતો.

આ પણ વાંચો - માત્ર ગુજરાતમાં 25 માર્ચથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા

જ્યારે પરિણીતાની નણંદ પણ અવારનવાર તેમના ઘરે આવીને ઘમકાવતી હતી કે, 'તું મારા મા- બાપને સાચવતી નથી અને હેરાન કરે છે.  આવું કહીને ઝઘડો કરી મારઝૂડ કરતી હતી.'  જોકે, 14મી તારીખે પરિણીતાની નણંદ તેમના ઘરે આવી હતી અને ફરિયાદી પરિણીતાની બાળકી ને રડાવતી  હતી. જેથી પરિણીતાએ બાળકીને લઇને નીચે બેસાડી હતી. એવામાં તેના સાસુ એ તેને એક લાફો મારીને કહું હતું કે, અમે તારી દીકરી ને મારશું, તું અમને કહેવાવાળી કોણ?

આ પણ જુઓ - 
પરિણીતાના સસરાએ પણ તેને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી મહિલાને આ અંગે ઘણું જ લાગી આવ્યું હતું. જે બાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પરિણીતાના પતિ અને સાસરીયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 16, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading