અમદાવાદમાં દિવાળી વાઇબ્સ! રોફ જમાવવા સાળા-ભાણીયાને બંદૂક બતાવી, વીડિયો વાયરલ થતા થઇ અટકાયત


Updated: November 18, 2020, 8:21 AM IST
અમદાવાદમાં દિવાળી વાઇબ્સ! રોફ જમાવવા સાળા-ભાણીયાને બંદૂક બતાવી, વીડિયો વાયરલ થતા થઇ અટકાયત
વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલી તસવીરો

સોશિયલ મીડિયામાં આ ફાયરિંગનો વિડીયો વાયરલ થતા જ પોલીસ ઊંઘમાંથી જાગી હથિયાર ધરાવનાર અને તેના સાળા તથા ભાણીયા સામે ગુનો નોંધી એકની અટકાયત કરી છે.

  • Share this:
અમદાવાદ : તાજેતરમાં શહેર પોલીસની ઊંઘ અને દિવાળી બગડી હોવાની ત્રણ ઘટનાઓ બની છે. એવી ત્રણ ઘટના કે જે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળીમાં પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાં અને સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા પર નજર રાખતી હોવા છતાંય આ ત્રણ ઘટનાઓ બની હતી. બાપુનગરમાં તલવારથી કેક કાપી ફાયરિંગ કરનાર નવ પકડાયા ત્યારે દાણીલીમડામાં લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા અને તેનો એક્સ આર્મીમેન મિત્ર પકડાયો. આ જ દરમિયાન મેઘાણીનગરમાં પણ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જોકે, પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. સોશિયલ મીડિયામાં આ ફાયરિંગનો વિડીયો વાયરલ થતા જ પોલીસ ઊંઘમાંથી જાગી હથિયાર ધરાવનાર અને તેના સાળા તથા ભાણીયા સામે ગુનો નોંધી એકની અટકાયત કરી છે. ત્યારે હવે પૂર્વ વિસ્તારની આ ત્રણ ઘટના બાદ ચોથો વિડીયો પશ્ચિમ વિસ્તારનો વાયરલ થયા પોલીસે તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દિવાળી વાઈબ્સ લખાણ લખ્યું હતું. સોશ્યલ મીડિયામાં આ વીડિયો આવતા જ મેઘાણીનગર પોલીસ હરકતમાં આવી હતી. સેકટર 2 વિસ્તારનો આ ત્રીજો બનાવ બનતા પોલીસ એક્શનમાં આવી હતી.મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ આનંદ સિંહે આ અંગે ફરિયાદ નોધાવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, પર્ણકુંજ સોસાયટીના બે છોકરાઓએ દિવાળીમાં ફટાકડાની જગ્યાએ ફાયરિંગ કરી દિવાળીની ઉજવણી કરી છે. પર્ણકુંજ સોસાયટીમાં જઈને તપાસ કરી તો બાર બોરથી ફાયરિંગ કરવાવાળી જગ્યાએ પોલીસ પહોંચી હતી.જ્યાં મકાન નંબર 42માં રહેતા યોગેશ તોમર મળી આવ્યા હતા. આ વાયરલ વીડિયો બાબતે તેમની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા એક શખ્સ દેખાય છે તે પ્રશાંત પરિહાર છે જે યોગેશ ભાઈના સાળા થાય છે અને બીજો શખશ દેખાય છે તે યોગેશભાઈનો ભાણિયો પાર્થ ચૌહાણ છે. આ બંને લોકો દિવાળી કરવા ગત 14મીના રોજ અમદાવાદમાં યોગેશભાઈના ઘરે આવ્યા હતા. ત્યારે યોગેશભાઈએ તેમની બાર બોરવાળી રિવોલ્વર બતાવી હતી.

નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

સરકારની છૂટછાટ અને લોકોની બેદરકારી ભારે પડી! હજી corona કેસ વધવાના ડોક્ટરોએ આપ્યા સંકેત

આ બંને શખ્સોએ ફાયરિંગ કરવાનો આગ્રહ રાખતા યોગેશભાઈએ એક એક બ્લેન્ક ફાયરિંગ કારતુસ આપતા બંને શખસોએ એક એક રાઉન્ડ ફાયરિંગ કરી દિવાળી પૂજન કરી ઘરે જતા રહ્યા હતા. આ હથિયાર બાબતે પોલીસે તપાસ કરી તો યોગેશના નામનું બાર બોર એસ.બી.બી.એલ પમ્પ એક્શન ગન મેડ ઇન ઇન્ડિયાનું લાયસન્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આરોપી યોગેશની અટકાયત કરી બે લોકોની તપાસ શરૂ કરી છે.ત્યારે બીજીતરફ એસજી હાઈવે પર એક યુવકે ચાલુ કારમાં બંદુક દેખાડી વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, મહત્વની વાત તો એ છે કે, આ યુવકની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ લાગી છે. આ વીડિયોને લઈને સેટેલાઈટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: November 18, 2020, 7:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading