અમદાવાદમાં વધુ એક ફાયરિંગનો વીડિયો થયો વાયરલ, સ્ટાઇલમાં બંદૂકમાંથી છોડી ગોળી


Updated: November 19, 2020, 11:11 AM IST
અમદાવાદમાં વધુ એક ફાયરિંગનો વીડિયો થયો વાયરલ, સ્ટાઇલમાં બંદૂકમાંથી છોડી ગોળી
વીડિયોમાંથી લીધેલી તસવીરો

હવામાં ફાયરિંગ કરતાં યુવાનનો વધુ એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જોકે આ વિડિયો પૂર્વ વિસ્તારનો હોવાની આશંકા છે.  

  • Share this:
અમદાવાદ : બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગમાં કે પછી શોખ માટે હવામાં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ફાયરિંગના ત્રણ વીડિયો  (firing Viral video) અને હાથમાં પિસ્તોલ જેવું હથિયાર લઈ રોફ જમાવતા યુવાનનો વીડિયો એમ કુલ ચાર વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવામાં ફાયરિંગ કરતાં યુવાનનો વધુ એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જોકે આ વિડિયો પૂર્વ વિસ્તારનો હોવાની આશંકા છે.

બાપુનગરમાં બર્થ ડે પાર્ટીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કર્યા બાદ હવામાં ફાયરિંગ, દાણીલીમડામાં એક સામાજિક પ્રસંગમાં હુક્કાબારની મોજ અને વરરાજાનું હવામાં ફાયરિંગ, મેઘાણીનગરમાં યુવાનનું શોખ માટે ફાયરિંગ બાદમાં સેટેલાઈટમાં પોલીસ અધિકારી તરીકે રોફ જમવતા યુવાનનો પિસ્તલ જેવા હથિયાર સાથેનો વીડિયો વાયરલ થયો હતો. એક પછી એક ફાયરિંગના વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં આદેશ બાદ આરોપીઓ સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે નેતાઓ ભૂલ્યા ભાન, લોકોને ભેગા કરીને નિયમોના ઉડાવ્યા ધજાગરા

શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ, હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ

જોકે, આ બાદ પણ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન હવામાં ફાયરિંગ કરી રહ્યો છે.  જો કે, આ વીડિયો પૂર્વ વિસ્તારનો હોવાની આશંકા છે. જોકે, પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે કે આ યુવાન કોણ છે અને તેની પાસે રહેલ હથિયાર ક્યાંથી અને શા માટે લાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેર પોલીસની ઊંઘ અને દિવાળી બગડી હોય તેવી અનેક ઘટનાઓ બની છે. આ પ્રકારના વાયરલ વીડિયોની ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળીમાં પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાં અને સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા પર નજર હોવા છતાં આ પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: November 19, 2020, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading