ઇન્ડોનેશિયન યુવતી ગુજરાતી યુવક સાથે પ્રેમલગ્ન કરી 8 વર્ષથી રહેતી હતી ગેરકાયદેસર, બનાવ્યા હતા તમામ ફેક પુરાવા


Updated: February 14, 2021, 3:48 PM IST
ઇન્ડોનેશિયન યુવતી ગુજરાતી યુવક સાથે પ્રેમલગ્ન કરી 8 વર્ષથી રહેતી હતી ગેરકાયદેસર, બનાવ્યા હતા તમામ ફેક પુરાવા
વર્ષ 2013થી આ યુવતી ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. બાદમાં સંદીપ જોશી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી.

વર્ષ 2013થી આ યુવતી ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. બાદમાં સંદીપ જોશી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી.

  • Share this:
અમદાવાદ: પોલીસ અવાર નવાર ફેક પાસપોર્ટ (fake passport) પર વિદેશ જતા લોકોને પકડી કાર્યવાહી કરતી હોય છે. પણ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) એક એવો ગુનો નોંધ્યો છે જેમાં વર્ક પરમીટ વિઝા (work permit Visa) પર એક યુવતી ચેન્નઈ આવી હતી. આ યુવતીના વર્ક પરમીટના વિઝા પૂર્ણ થતાં તે પરત ઇન્ડોનેશિયા (Indonesia) ગઈ હતી. બાદમાં પંદર દિવસના ટુરિસ્ટ વિઝા (tourist Visa) પર આવી અને ગુજરાતી યુવક સાથે લગ્ન (marriage with Gujarati Boy) કર્યા હતા. નીલુ નામની યુવતીએ પોતાનું નામ ટીનુ રાખી લીધું હતું. બાદમાં ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ સહિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવડાવી તેના સંદીપ નામના પતિ સાથે રહેવા લાગી હતી. પણ આખરે પોલીસને બાતમી મળી અને આ રીતે ગેરકાયદે ભારતમાં રહેવું એ યુવતીને ભારે પડી ગયું અને યુવતીને પત્ની તરીકે રાખવી યુવકને ભારે પડી ગયું. સમગ્ર બાબતે અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે (crime branch) તપાસ શરૂ કરી છે.

યુવતીએ ખોટા પુરાવા બનાવડાવ્યા

ક્રાઇમબ્રાન્ચ ના પીએસઆઇ એસ.બી.દેસાઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ઇન્ડોનેશિયન નાગરિકત્વ ધરાવતી એક મહિલા ગેરકાયદે ભારતમાં રહે છે અને તેણે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. આ યુવતીએ ખોટા પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવ્યા છે અને તે આધારે તેણે ભારતીય નાગરિકત્વ નો હક ઉભો કરી તે અદાણી શાંતિગ્રામમાં વોર્ટર લીલી ખાતે રહે છે. જેથી આ મકાનમાં જઈને તપાસ કરતા ત્યાં ટીની સંદીપ જોશી નામની યુવતી અને તેનો પતિ સંદીપ મળી આવ્યા હતા.

'ખોદકામમાં 2.5 કિલોની સોનાની ઇંટ મળી છે,' 20 લાખમાં લીધી, તપાસ કરતા પગ નીચેથી જમીન ખસી ગઇ

2013માં આ યુવતી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી

આ બંનેની પૂછપરછ કરતા સામે આવ્યું કે વર્ષ 2013થી આ યુવતી ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. બાદમાં સંદીપ જોશી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી. અને આ યુવતીએ ખોટા પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવ્યા  હતા.કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ છે પ્રેમ અને રોમાન્સથી ભરપૂર, જાણો આપનું રાશિફળ

ચેન્નઇમાં બંને મળ્યા હતા

વર્ષ 2013માં જ્યારે સંદીપ ચેન્નઈ ગયો હતો ત્યારે ત્યાં તેને આ યુવતી નિલુ કેટવટ સાથે પરિચય થયો હતો. સંદીપ જે હોટલમાં રોકાયો હતો ત્યાં જ નીલુ વર્ક પરમીટ આધારે કામ કરતી હતી. નિલુના વર્ક પરમીટ વિઝા પુરા થતા તે પરત ઇન્ડોનેશિયા ગઈ હતી અને પંદરેક દિવસના ટુરિસ્ટ વિઝા પર પરત આ આવી હતી. અને બાદમાં સંદીપ સાથે લગ્ન કરી લીધા હતા. તેના ટુરિસ્ટ વિઝા પૂર્ણ થઈ ગયા છતાંય સંદીપ એ તેને સાથે રાખી હતી. બાદમાં ભુજના નરેશ સોલંકી નામના વ્યક્તિ પાસે વર્ષ 2018માં ચૂંટણી કાર્ડ બનાવડાવ્યું હતું અને તે આધારે પાનકાર્ડ કઢાવ્યું હતું.



આ તમામ ડોક્યુમેન્ટમાં ટીની સંદીપ જોશી નામ કરાવવામાં આવ્યું હતું. બાદમાં પાસપોર્ટ મેળવવા ગીતા ઠક્કર નામની મહિલાની મદદથી આ યુવતીએ પાસપોર્ટ કઢાવતા આ તમામ ફેક ડોક્યુમેન્ટ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: February 14, 2021, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading