અમદાવાદમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો: 'તારી પત્ની સાથે મારે સબંધ છે, હું તેને રાખવાનો છું, પતિને મળી ધમકી'


Updated: April 14, 2021, 10:10 AM IST
અમદાવાદમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો: 'તારી પત્ની સાથે મારે સબંધ છે, હું તેને રાખવાનો છું, પતિને મળી ધમકી'
પ્રતીકાત્મક તસવીર

'તારી પત્ની સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં.'

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) સોલા વિસ્તારમાં પતિ પત્ની ઔર વોનો (Pati patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. તારી પત્ની (wife) સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં. તેવી ધમકી આપીને પત્નીના પ્રેમીએ પતિને (husband) જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

શહેરના ચાણકય પૂરી વિસ્તારમાં રહેતા એક યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, બારેક વર્ષ પહેલાં સમાજના રીતરિવાજ પ્રમાણે તેના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ તેઓ વિદેશ રહેવા માટે ગયા હતા. જ્યારે છ મહિના પહેલા તેની પત્ની બે બાળકો સાથે અહીં રહેવા માટે આવી છે. જ્યારે ફરિયાદી વીસેક દિવસથી અહીં રહેવા માટે આવ્યા છે. 10મી એપ્રીલે ફરિયાદીની પત્ની ઘરથી ક્લાસ પર જવા માટે નીકળી હતી. જોકે, તે ક્લાસ પર જવા ને બદલે તેના પ્રેમી સાથે ગઈ હોવાની જાણ ફરિયાદીને થઈ હતી.

સેક્સ રેકેટની આશંકા! યુવકના ફોટા પર 'સર્વિસ ફોર વડોદરા' લખીને કર્યું વાયરલ, નોંધાઇ ફરિયાદ

પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધની જાણ પતિને થઈ હતી. તેથી તે 12મી એપ્રિલે રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી. જ્યારે પત્નીના પ્રેમીએ ફોન કરી ફરિયાદીને આર.સી ટેકનિકલ ગાર્ડન પાસે બોલાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર કેબ ચાલક પાસેથી વસૂલાઇ સાત હજાર પાર્કિંગ ફી, જાણો શું છે મામલો
જ્યાં તેણે ફરિયાદીને ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં. જાનથી મારી નાંખીશ. જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: April 14, 2021, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading