અમદાવાદમાં BJPએ કરી 'વિજ્યોત્સવ'ની તૈયારી, શાહ સાથે CM રૂપાણી અને પાટીલ પણ રહી શકે છે હાજર

News18 Gujarati
Updated: February 23, 2021, 12:58 PM IST
અમદાવાદમાં BJPએ કરી 'વિજ્યોત્સવ'ની તૈયારી, શાહ સાથે CM રૂપાણી અને પાટીલ પણ રહી શકે છે હાજર
ફાઇલ તસવીર

આજે સાંજે આ વિજયોત્સવમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે.

  • Share this:
આજે રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીની (Local body Election) મતગણતરી (Gujarat Municipal corporation election 2021 Results) હાથ ધરવામાં આવી રહી છે. ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન (voting) ઓછુ નોંધાયુ છે. પરંતુ હાલ છ મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાતો દેખાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના બીજેપીના કાર્યાલય ખાતે વિયતોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે આ વિજયોત્સવમાં સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) , પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (C.R. Patil) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ આવી શકે છે.

સ્ટેજ બાંધવામાં આવી રહ્યો છે

શહેરનાં ખાનપુર ખાતે આવેલા જે.પી ચોક પર સ્ટેજ પણ બાંધવામાં આવી રહ્યો છે. જેનો તમામ સામાન લાવી દેવામાં આવ્યો છે. આ સાથે સ્ટેજ બાંધવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ વિજયોત્સ્વમાં સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાનેથી સભા સંબોધવામાં આવી શકે છે. જેમાં ભાજપની વિજયનો ઉત્સવ પણ કાર્યકર્તાઓ દ્વારા મનાવવામાં આવી શકે છે.


'ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે'

આ અંગે ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં સાંસદ કિરીટ સોલંકીએ ભાજપના વિજયની આશા વ્યક્તિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલમાં પણ ભાજપ આગળ છે. શહેરમાં પણ ભાજપની તમામ પેનલો જીતી રહી છે. કૉંગ્રેસ દાણીલીમડા, દરિયાપુર અને બહેરામપુરા સુધી સિમિત રહી છે. મહત્ત્વના વોર્ડ બાપુનગરમાં પણ કેસરિયો લહેરાયો છે અને ચારે ચાર બેઠક જીતી છે. આજે સાંજે જે.પી ચોકમાં વિજયોત્સવનો માહોલ થશે. અહીં ગુજરાતનાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ પણ આવી શકે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના વિજયને આપણે નકારી ન શકીએ પરંતુ આટલેથી જ આપ સિમિત થશે અને સુરતમાં પણ કેસરિયો લહેરાય રહ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: February 23, 2021, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading